૧ હજાર ટન ભરેલી ભારતની પ્રથમ કાર્ગોશીપ બાંગ્લાદેશ પહોંચી

ભારત દેશનાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈનાં સ્વપ્નને સાકાર કરવા અને હાલનાં ભારત દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે વોટરગ્રીડ એટલે કે સાગરમાલા યોજના માટે જે મહત્વ આપવામાં આવી રહ્યું છે તે જોતાં સમુદ્રમાલા યોજના તરફ કેન્દ્ર સરકારે પ્રયાણ કર્યું છે. કુલ ૧૦૦૦ ટન ભરેલી ભારતની પ્રથમ કાર્ગો શીપ બ્રહ્માપુત્ર નદીનાં સહારે ભુતાન થઈ બાંગ્લાદેશ પહોંચી હતી. પહેલાનાં સમયમાં માલનું પરિવહન દરિયાઈ માર્ગે કરવામાં આવતું હતું જેનાં કારણે માર્ગ પરીવહન ખર્ચ સહિત અનેકવિધ ખર્ચા જે હાલ થઈ રહ્યા છે તે થતાં ન હતા અને સુરક્ષાસભર માલનું પરિવહન થતું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા પરીવહન ખર્ચ તથા સમયમાં બચાવ થાય તે માટે સાગરમાલા યોજના તહત કામગીરી આરંભી છે જેનાં ઉદાહરણ સ્વરૂપે ભારતની બ્રહ્મપુત્ર નદીનાં સહારે ભુતાનથી બાંગ્લાદેશ તરફ ભારતની પ્રથમ કાર્ગો શીપ કે જે ૧૦૦૦ ટન પથ્થર લઈ બાંગ્લાદેશ મુકામે પહોંચી હતી. આ ઉદઘાટન નારાયણગંજ શહેર પાસે યોજાયું હતું જેમાં બાંગ્લાદેશ સ્થિત ભારતનાં રાજદુત રીવા ગાંગુલી દાસ, બાંગ્લાદેશ સ્થિત ભુતાનનાં રાજદુત સોનમ રાબગ્યે તથા વસુધરા ગ્રુપનાં વાઈસ ચેરમેન સફવાન સોભાન પણ ઉપસ્થિત રહ્યા હતા તેઓને પ્રથમ ક્ધસાઈનમેન્ટ મળ્યું હતું. સૌપ્રથમ વખત દરિયાઈ માર્ગે ભારતે પોતાનું પ્રથમ કાર્ગો ભુતાનથી બાંગ્લાદેશ મોકલ્યું હતું. આ કાર્ગોશીપ ૧૨ જુલાઈનાં રોજ મીનીસ્ટર ઓફ સ્ટેટ ભારત દેશનાં મનસુખભાઈ માંડવીયા દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી.

બાંગ્લાદેશ પહોંચેલું ભારતનું પ્રથમ કાર્ગો આસામનાં ધુભરીથી બાંગ્લાદેશનાં નારાયણ ગંજ સુધી પહોંચી હતી જે બ્રહ્મપુત્ર નદીનો સહારો લેવામાં આવ્યો હતો. ઓકટોબર-૨૦૧૮નાં ધુભરીને બંદરનો દરજજો આપવામાં આવ્યો હતો ત્યારે ભારત દેશે સૌપ્રથમવાર બે દેશ વચ્ચેનાં માલપરીવહન માટે સાગરમાલા યોજનાનો ઉપયોગ કર્યો છે. ભુતાન તેનાં પથ્થરો બાંગ્લાદેશને રોડ મારફતે પરીવહન કરાવવામાં આવતું હતું જે ખુબ જ ખર્ચાળ સાબિત થયું છે ત્યારે લીલીઝંડી આપતા મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન છે તે ઈતિહાસનાં પાના ઉપર દર્જ થશે. સાથોસાથ આ પગલું ભારત, ભુતાન અને બાંગ્લાદેશ વચ્ચેનાં સંબંધોને પણ વધુ મજબુત બનાવશે. દરિયાઈ માર્ગે પરીવહન કરતાં ૮ થી ૧૦ દિવસનાં સમયનો બચાવ પણ જોવા મળ્યો હતો અને પરીવહન ખર્ચમાં આશરે ૩૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સાથોસાથ આ અંગે મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, દરિયાઈ પરિવહન વાતાવરણને સહેજ પણ હાની પહોંચાડતું નથી અને એન્વાયરમેન્ટ પરીવહન પણ માનવામાં આવે છે. અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉતર-પૂર્વ રાજયો માટે દરિયાઈ પરિવહન એક વિકલ્પ તરીકે ઉભો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.