પાકિસ્તાન તરફ વહી જતું સિંધુ નદીનું પાણી હવે ભારતના ખેડુતોને સિંચાઈ માટે ઉપયોગી બનશે
કેન્દ્ર સરકારે ગુરુવારે પંજાબની રાવી નદીઉપર શાહપુર કંડી ડેમ પરીયોજનાને લીલીઝંડી આપી છે. આ યોજનાની મદદથી મધોપુર હેડ કવાર્ટસથી થઈ ને પાકિસ્તાન તરફ જતા સીંધુ નદીના નીરને બચાવી શકાશે. ૨૦૨૨ સુધીમાં મહત્વકાંક્ષી યોજના પૂર્ણ કરવાનુંસરકારનું લક્ષ્ય છે.
આ ડેમ યોજનાની મદદથી જમ્મુ-કાશ્મીર અને પંજાબના ખેડુતોને સિંચાઈ માટે આ પાણીનો ઉપયોગ કરી શકાશે. જોકે આ પ્રોજેકટનું પ્લાનીંગ છેલ્લા ૧૭ વર્ષથી ચાલી રહ્યું હતું ત્યારે હવે ૨૨૮૫ કરોડ રૂપિયાના ખર્ચે આ યોજનાનું બજેટ ફાળવવામાં આવ્યુંછે.
જેનાથી દેશના અર્થતંત્રને પણ બુસ્ટર ડોઝ મળશે. કેન્દ્ર સરકારે સીંધુ જળ સંધીના કરારોને ધ્યાનમાં લઈ ડેમ સંબંધિત નિર્ણય લીધો હતો. સિંધુ નદીના પાણીને ૧૯૬૦માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેંચવામાં આવ્યું હતું. ત્યારે પંજાબના શાહપુર કંડી ડેમ પ્રોજેકટથી પાણીનો બચાવ થશે અને તે પંજાબ તેમજ જમ્મુ-કાશ્મીરના ખેડુતો માટે ઉપયોગી બનશે.