કોલસાની દલાલીમાં હાથ કાળા કોણ કરશે ?
ગુજરાતી કહેવત છે કે કોલસાની દલાલી કરીએ હાથ કાળા થાય દેશમાં આવેલી તમામ કોલસાની ખાણોની આઝાદી બાદના લાંબા સમય સુધી કેન્દ્ર સરકારી સંસ્થાઓ દ્વારા સંચાલન કરવામાં આવતું હતુ જે બાદ વૈશ્ર્વિકીકરણને પ્રોત્સાહન આપવા સરકારી ખાણોની હરાજી કરરીને ખાનગી કંપનીઓને સોંપવામાં આવતી હતી સરકારી ખાણો ખાનગી કંપનીઓને હરાજી કરીને સોંપવામાં ભૂતકાળમાં ‘કોલસા કાંડ’ પણ થયા હતા. આ કોલસાકાંડમાં પૂર્વ વડાપ્રધાનથી માંડીને અનેક મંત્રીઓનાં હાથ કાળા થયા હોવાના આક્ષેપો પણ થયા હતા. તાજેતરમાં લોકડાઉનના કારણે અર્થતંત્રને થયેલા નુકશાનને નિવારવા કેન્દ્ર સરકારે કોલસાની ખાણોનું કોમર્શીયલ માઈનીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.જેથી કોલસાની ખાણોના કોમર્શિયલાઈઝેશનમાં ફરીથી અનેક લોકો હાથ કાળા કરે તેવી સંભાવનાઓ ઉભી થવા પામી છે.
ગઈકાલે કેન્દ્ર સરકારે કોલસાની ખાણો અને લિગ્નાઈટ બ્લોકને મહેસુલી વહેચણીના આધારે હરરાજી કરવાની પધ્ધતિના નિયમોને મંજૂરી આપી છે. જેમાં કોલસાની ઉત્પાદન પ્રક્રિયાથક્ષ લઈને વેચાણ અને ઉપયોગ સુધીમાં મહેસુલી વહેચણીના નિયમોને બહાલી આપવામાં આવી છે. કોકીંગ કોલસના ગ્રાહકો માટે અનિયંત્રિત ક્ષેત્રમાં હરાજીનો કાર્યકાળ ૩૦ વર્ષ સુધીનો રહેશે સરકારે હરરાજીમાં જે કોલસાની ખાણોની બેઈઝ પ્રાઈઝ નકી કરે તેમાં કેટલાક સંભવિત બિડરો ૪ ટકા વધારે ચૂકવવા આપવા તૈયારી દર્શાવી છે.
કોલસાની ખાણની મહેસુલી ટકાવારી ૧૦ ટકા સુધી પહોચે ત્યાર પછી બિડરોએ તેમાં ૦.૫ ટકા સુધીનો વધારો કરવાની પણ તૈયારી દર્શાવી છે. જે બાદ બિડરોએ ૦.૨૫ ટકા રેવન્યુ શેર સરકારને ચૂકવવો પડશે.
જે રાજયોમાં કોલસાની ખાણો આવેલી હોય જે રાજયોને ખાણમાં રહેલા એસ્ટીમેટ રીઝર્વ પ્રમાણે ૦.૨૫ ટકા રકમ મળશે
સરકાર દ્વારા કોલસાની દલાલીમાં સહભાગી થવા અનેકવિધ પ્રકારે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નવા નિયમો મુજબ સરકારે અપરસીલીંગ માટેની કિંમત નકકી કરેલી છે. જેમાં ૫૦૦ કરોડ રૂપીયા માઈન્સ માટે જેમાં અનામત ૨૦૦ મીલીયન ટન, અને ૧૦૦કરોડ રૂપીયા, ૨૦૦ મીલીયન ટન માટે રાખવામાં આવ્યા છે. નવા ફેરફારો પહેલા કોલ માઈન ધરાવતા લોકોએ પૂરેપૂરૂ પેમેન્ટ કરવું પડતું હતુ જેટલી મોટી ખાણ તેટલી મોટી રકમ ભરવા પાત્ર રહેતી હતી.
હાલ હવે કોલ માઈનરોએ ૫૦ ટકાટનો લાભ પણ મેળવી શકશે જો માઈનને વહેલી ખોલે તો આ પગલાથી જે રાજયો દ્વારા માઈનીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી. તેમાંથી હવે નવી પધ્ધતીથી કોલ મીલરોને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. આ નવી પધ્ધતિથી આયાત થતી ઘણી ચીજ વસ્તુઓમાં પણ રાહત મળી શકશે.