૨૦૧૫-૧૬ બાદ બીજી વખત નોન વર્કિંગ ડે શનિવારનાં રોજ બજેટ રજુ કરાશે

યુનિયન બજેટ ૨૦૨૦-૨૧ ૧લી ફેબ્રુઆરીનાં રોજ રજુ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે જે અંગેનો આર્થિક સર્વે ૩૧મી જાન્યુઆરીનાં રોજ કરવામાં આવશે તેમ નાણા મંત્રાલયનાં સુત્રો દ્વારા માહિતી મળી હતી.

જો ૫મી જુલાઈનાં રોજ મોદી સરકાર દ્વારા તે તેની બીજી ઈનીંગ શરૂ કરી હતી ત્યારે કેન્દ્ર સરકારે આશાવાદ વ્યકત કર્યો હતો તે આગામી ૨૦૩૦ સુધીમાં દેશની અર્થવ્યવસ્થા ૧૦ ટ્રિલીયન ડોલર ઈકોનોમીએ પહોંચશે અને જો ભારત દેશે ૧૦ ટ્રિલીયન ડોલર ઈકોનોમીએ પહોંચવું હોય તો તેનાં માટે ૭ થી ૮ ટકાનો જીડીપી હોવો અત્યંત જરૂરી છે.

૨૦૧૫-૧૬ બાદ બીજી વખત કેન્દ્ર સરકાર તેનું યુનિયન બજેટ નોન વર્કિંગ ડે એટલે કે શનિવારનાં રોજ રજુ કરશે.

7537d2f3 11

આ તકે પાર્લામેન્ટરી અફેર મિનિસ્ટર પ્રહલાદ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જે કોઈ પરંપરા રહેલી છે તેને કેન્દ્ર સરકાર બખુબી રીતે નિભાવશે જે અન્વયે કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ ફેબ્રુઆરીનાં રોજ યુનિયન બજેટ રજુ કરવામાં આવશે ત્યારે ભલે પ્રથમ ફેબ્રુઆરીને શનિવાર આવતો હોય. મોદી સરકારે પ્રથમ ટર્મમાં બજેટ માટે પહેલાથી જ તારીખ નકકી કરી લીધી હતી. ૨૦૧૭-૧૮માં કેન્દ્ર સરકાર દ્વારા જે યુનિયન બજેટ રજુ કરવામાં આવ્યું ૧લી ફેબ્રુઆરીનાં રોજ ત્યારબાદથી આજ પ્રક્રિયા દર વર્ષે ચાલુ રાખવામાં આવી છે.

સરકારી સુત્રોનાં જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીમાં બજેટ રજુ કરવા માટેનો મુખ્ય હેતુ એ છે કે જો બજેટ ફેબ્રુઆરીમાં રજુ કરવામાં આવે તો ૩૧ માર્ચ સુધીમાં તમામ બજેટની પ્રોસેસ પુરી કરી શકાય અને લોકહિત માટે કાર્ય કરી શકાય.

સરકાર દ્વારા જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીએ પહોંચવાનો લક્ષ્ય આગામી ૨૦૨૫ સુધી રાખવામાં આવ્યો છે તે માટે ૨૦૨૦-૨૧નું યુનિયન બજેટ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

હાલ દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ હોવાનાં કારણે ઘણી ખરી સમસ્યા અને તકલીફનો સામનો ભારત દેશ દ્વારા કરવામાં આવી રહ્યો છે. દેશમાં તરલતાનો અભાવ, એનબીએફસી ક્ષેત્રમાં મંદી સહિત અનેકવિધ કારણોસર હાલ ભારત દેશની અર્થવ્યવસ્થા કથળેલી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે અર્થવ્યવસ્થાને બેઠી કરવા અને સ્થિર કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ બુસ્ટર ડોઝો આપવામાં આવ્યા છે જેની અસર હાલ સકારાત્મક જોવા મળી રહી છે ત્યારે આગામી ૧લી ફેબ્રુઆરીનાં રોજ જે કેન્દ્રીય બજેટ રજુ કરવામાં આવશે તેનાં પર કેન્દ્ર સરકારની તથા સમગ્ર દેશની મીટ હોય તેવું લાગી રહ્યું છે. જો આ બજેટ યોગ્ય રીતે રજુ કરાય તો કેન્દ્ર સરકાર દ્વારા જે સ્વપ્ન સેવવામાં આવ્યું છે તેને પણ પૂર્ણ કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.