આખું નાડું પાછું નાડું… જેમ તેમ સાંજ પાડું.. સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ના મેનેજમેન્ટ દ્વારા કર્મચારીઓની પડતર માંગણીઓના ઉકેલમાં ધ્યાન આપવામાં આવતું ન હોવાથી કર્મચારીઓ ની અવારનવાર માંગણી પૂરી કરવાનું અલ્ટીમેટમ કાને ન ધરાતા દેશભર માં સેન્ટ્રલ બેન્કના કર્મચારીઓએ હડતાલનું એલાન કર્યું હતું.
સેન્ટ્રલ બેંકે મે મહિનામાં 4345 કર્મચારીઓની નીતિ નિયમો વિરુદ્ધ બદલી કરી હતી, તેની સામે કર્મચારીઓએ વિરોધ ઉઠાવ્યો હતો,24 મે ના રોજ સમાધાનની વાત થઈ હતી પણ દોઢ મહિનો વીત્યો છતાં કોઈ નિર્ણય લેવાયો ન હતો અને કર્મચારીઓએ 19/20 ના હડતાલનું એલાન કર્યું હતું આજે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓએ હડતાલ પાડી દેખાવો સાથે સૂત્રોચાર અને હાથમાં પ્લેબોર્ડ લય વિરોધ નોંધાવ્યો હતો, આ કાર્યક્રમમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ના તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.