નીચલી કોર્ટમાં ૫,૨૨૩ ન્યાયધીશોની જગ્યા ખાલી
કેન્દ્ર સરકારે નિચલી અદાલતોમાં ન્યાયાધીશોની વરણી કરવા હાઈકોર્ટને સૂચન કર્યું છે. કેન્દ્ર સરકારે કહ્યું કે ઉચ્ચ ન્યાયલયોમાં નીચલી કોર્ટ માટે ખાલી જગ્યા ભરવાની ગતિવિધિ તેજ કરવી જોઈએ કેમકે દેશમાં ન્યાયાધીશોની કમી વર્તાઈ રહી છે.
આંઅગે કાયદામંત્રી રવિશંકર પ્રસાદે ૨૪ ઉચ્ચ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશો દ્વારા સમયાંતરે પરીક્ષા અને મૂલ્યાંકન પ્રક્રિયા આયોજીત કરી નીચલી અદાલતોમાં ન્યાયધીશોની ભર્તીનું સૂચન આપ્યું છે. પ્રસાદ દ્વારા ૧૪ ઓગષ્ટે લખાયેલા એક પત્રથી જાણ થઈ છે. દેશનાં જિલ્લાઓનાં મોટાભાગની કોર્ટમાં કુલ ૨૭૬૭૪૪૯૯ કેસ પેન્ડીંગ છે તેમણે વધુમાં લખ્યું કે ઉચ્ચ ન્યાયાલયોમાં કેસોનું મૂળ કારણ જર્જની અછત છે.
પ્રસાદે એમ પણ કહ્યું કે કેન્દ્ર દ્વારા સ્વીકૃત જિલ્લા અને નીચલી અદાલતોમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા ૨૦૧૩માં ૧૯૧૮૧૮ હતી જે ૨૦૧૮માં વધી ૨૨૪૪૪ થઈ ગઈ છે. જોકે ન્યાયાધીશોના કાર્યબળને આધારે તાલમેલ થતો નથી પરંતુ ૩૦ જૂન ૨૦૧૮માં કુલ કુશળ ન્યાયધીશોની સંખ્યા માત્ર ૧૭૨૨૧ છે. જયારે ૫૨૨૩ જગ્યાઓ ખાલી છે.
જોકે હાઈકોર્ટ ખાલી જગ્યાઓ ભરવા માટેની શઆત કરી છે. કેમકે ખાલી જગ્યાઓની મોટી સંખ્યામાં સૂચવે છે કે જો કેસોનો તત્કાલ નિકાલ કરવો હોય તો ખાલી જગ્યા ભરવી પડશો.
તેમણે મુખ્ય ન્યાયધીશોને નિયમિત રૂપે ખાલી જગ્યાની સ્થિતિની દેખરેખ રાખવી અને રાજય લોક સેવા આયોગ સાથે ઉચિત પગલા લઈ પરીક્ષા અને મૂલ્યાંકન દ્વારા સુપ્રીમકોર્ટ નિર્ધારીત સમય મર્યાદામાં ખાલી જગ્યાઓ ભરવાની કામગીરી કરી શકે.