ગ્રામ્ય પ્રજાને નિષ્ણાંત તબીબોની સેવાનો લાભ મળશે તેમણે શહેર સુધી લાંબા નહીં થવું પડે
દેશના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની સેવા ઉપલબ્ધ થાય તે માટે સરકારે એક યોજના તૈયાર કરી છે. આ સ્કીમ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપતા સ્પેશ્યાલીસ્ટ ડોકટરોનો ખર્ચ હવે સરકાર ઉઠાવશે.
કેન્દ્રએ રાજયોને સ્પેશ્યાલીસ્ટ ડોકટરોને રોકીને ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવા સારા આર્થિક વળતરની ઓફર આપવા તાકીદ કરી છે. આ તમામ ખર્ચ કેન્દ્ર ઉઠાવશે.
આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ લોકસભામાં ગઈકાલે એક પ્રશ્ર્નના ઉત્તરમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે છેવાડાના ગામડાઓમાં નિષ્ણાંત ડોકટરોની સેવા દુર્લભ છે. આથી આરોગ્યક મંત્રાલયે સ્ક્રીમ ઘડી છે જે અંતર્ગત તમામ રાજય સરકારોને ગાયનેકોલોજિસ્ટ, પિડીયાટ્રિશ્યન, ફિઝિશિયન, સર્જન વિગેરે નિષ્ણાંતોને સારા સેલેરી પેકેજથી હાયર કરવા પરવાનગી આપવામાં આવી છે. સાથોસાથ જણાવાયું છે કે તેમની સેલેરીનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે.
આ એક ખૂબ સારી સ્ક્રીમ છે. તેનાથી ગ્રામ્ય પ્રજાને નિષ્ણાંત તબીબોની સેવાનો લાભ મળશે તેમણે શહેર સુધી લાંબા નહી થવું પડે.