પોકસો એકટમાં સુધારા કરીને આકરી સજાની જોગવાઈ દ્વારા બાળ અત્યાચારો રોકવા મોદી સરકારની તજવીજ
દેશભરમાં બાળકો, વિરોધી જાતીય અત્યાચારો અને દુષ્કર્મ બાદ હત્યા જેવા જધન્ય અપરાધોને કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકાર બાળ વિરોધી અત્યાચાર ધારામાં સુધારો લાવવા તૈયારી કરી રહી છે બાળકો પર અત્યાચાર ગુજારનારાઓને મૃત્યુ દંડ સુધીની આકરી સજાની જોગવાઈ કાયદાકીય પ્રાધાન્ય માટે કેન્દ્ર સરકારે કવાયત હાથ ધરી છે. કેન્દ્રીય કેબિનેટ મંત્રાલય દ્વારા કુમળી વયના બાળકો પર જાતીય જુલમ દુષ્કર્મ ગુજારનારા અપરાધીઓને મૃત્યુ દંડની સજા આપવાનો પ્રસ્તાવ તૈયાર કરી રહી છે. કેન્દ્રીય કેબીનેટની મળનારી બેઠકમાં બાળકોને જાતીય અત્યાચારથી બચાવવાનાં અધિનિયમ ૨૦૧૯ની સંસદમા રજૂ કરતા પૂર્વે કેબીનેટમાં ચર્ચા કરવામાં આવી હતી. સરકાર આવિધેયકને કાયદાનું રૂપ આપવા માગે છે પરંતુ આ પ્રસ્તાવ હજુ પસાર થયો નથી.
બાળ અપરાધ નિષેધ અધિનિયમ ૨૦૧૯ના નવા પ્રસ્થાપિત કાયદામાં પોસ્કોમાં કલમ ૪-૫-૬માં સુધારો કરીને બાળકો પર જાતીય અત્યાચાર કરનારાઓની સજામાં વધારો કરીને મૃત્યુદંડ સુધીની જોગવાઈઓનું પ્રાવધાન લાવી દેશમાં વધતા જતા બાળકો પરનાં દુષ્કર્મ સહિતના જાતીય અત્યાચાર કરનારા ગુનેહગારો પર કાબુ મેળવવા સરકાર કડક કાયદો લાવી રહી છે. કોઈપણ ૧૬ વર્ષથી નીચેની વ્યકિત પર થયેલા જાતીય અત્યાચારોના ભોગ બનનારને બાળકની વ્યાખ્યામાં ગણીને આરોપીને આકરી સજા આપી ગુનેહગારો પર કાયદાનો ખોફ ઉભો કરવા સરકાર વિચારી રહી છે.
બાળ વિરોધી અત્યાચાર અધિનિયમની કલમ ૯માં બાળકોને કૂદરતી અને આકસ્મિક સંજોગોમાં ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં જાતીય અત્યાચારોકે દુષ્કર્મથી સુરક્ષીત કરવાની જોગવાઈ છે. કોઈપણ બાળક આશ્રય સ્થાને આશ્રિત સ્થિતિમાં હોય ત્યારે તેના પર જાતીય સતામણી અને જાતીય સતામણીનો અત્યાચાર થાય તો આરોપી સામે આકરી કાર્યવાહી થવી જોઈએ.
આ સંજોગોમાં આશ્રિત બાળક પર આશ્રય સ્થાન પર દુષ્કર્મ કે જવનશીલ પદાર્થ સાથેના અત્યાચાર થયા હોય તો ત્રણ વર્ષની સજાની પોસ્કો બીલમાં જોગવાઈ છે. કેન્દ્રીય કેબીનેટ દ્વારા નાના બાળકો પર દુષ્કર્મ અને જધન્ય જાતીય અપરાધના ગુન્હાઓ અટકાવવા માટે બાળ વિરોધી અત્યાચાર અધિનિયમમાં જરૂરી સુધારા કરીને અપરાધીઓને મૃત્યુ દંડ સુધીની આકરી સજા થાય તે માટે કાયદામાં સુધારા કરવાની કવાયત હાથ ધરી રહી છે. બળાત્કારીને મૃત્યુ દંડ થવો જોઈએ તેવી દેશમાં ઘણા લાંબા સમયથી માંગ ઉઠતી રહી છે.