એસીડ એટેક પિડિતને રૂ.૭ લાખનું વળતર ચુકવાશે.
બળાત્કાર, એસીડ અટેક જેવા દુષ્કમો બાદ ગરીબ મહિલાઓને નાણાકીય ભીંસ અને સામાજીક શોષણનો ભોગ બનવો પડતો હોય છે ત્યારે હવે આ પ્રકારના દુષ્કમોનો ભોગ બનનારને પ અને ૭ લાખની સહાય આપવામાં આવશે.
નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટીએ કેન્દ્ર સરકાર સાથે મળીને દુષ્કમોનો ભોગ બનનારને રાહતો આપવા માટે પોલીસીનું નિર્માણ કર્યુ છે. નાલ્સા યોજનાએ ગેંગરેપ અથવા રેપના વિકટમ માટે વળતર આપવાનો નિર્ણય લીધો છે.
આ યોજના ગરીબ ગ્રામિણ રેપ પિડીત મહીલાઓને વળતર અપાવવા માટે વડી અદાલતના મોડલ રુરલ અંતર્ગત બનાવવામાં આવી છે. માટે તે પોતાના હકક અને ન્યાય માટે લડત કરવા સક્ષમ બને. યોજના હેઠળ ગેગરેપમાં જીવ ગુમાવનારને ઓછામાં ઓછું રૂ પ લાખ અને વધીને રૂ ૧૦ લાખનું વળતર આપવામા આવશે.
શારિરિક શોષણ અથવા બળાત્કાર પિડિતોને રૂ ૪ લાખ આપવામા આવશે. જો શરીરનો કોઇ ભાગ ૮૦ ટકા ડીસેબલ થાય અથવા શારીરિક ઇજા થાય તો રૂ રલાખ અપાશે. દુષ્કર્મથી મિસેકેરેજ અથવા ભ્રુણને નુકશાન થાય તો ર લાખ, અનેક રાજયોમાં રેપ વિકટમનો આંડકો આશ્ર્ચર્યજનક સામે આવી રહ્યો છે.
હાલ સરકાર રેપ પિડિતોને ઓછામાં ઓછુ ૧૦ હજારથી ૧૦ લાખ સુધીની રાહતો આપે છે. પરંતુ હવે તમામ ઘટનાઓને ઘ્યાનમાં લઇ સહાયની રકમ નિર્ધારીત ફરી દેવામાં આવી છે. જો કે મહારાષ્ટ્ર એક જ રાજય છે કે ત્યાં કોઇ નિયમો બનાવાયા નથી. વિવિધ રાજયોના પિડીતોને વળતર આપવામાં ભેદભાવ કરવામાં આવશે નહીં.
દેશભરમાં નિર્ધારીત કરેલી રકમો મુજબ જ સહાય આપવામાં આવશે. જો કે પિડિતોને નિર્ધારીત રકમ કરતાં વધુ સહાય આપવાની છુટ રાજય સરકારને રહેશે.
જો ભોગી એસીડ અટેકથી દાઝી જાય તો રૂ ૭ લાખ અને જો પ૦ ટકા દાઝી જાય તો રૂ પ લાખ અપાશે. ભોગ બનનારને ૧પ દિવસની અંદર જ ૧ લાખ અપાશે. અને ત્યારબાદ ર લાખ ર મહિનામાં ચુકવાશે.
જો પિડીત સગીર હોય તો તેને નિર્ધારીત રકમના પ૦ ટકા વળતર અપાશે. પ્રક્રિયાને સરળ કરવા પિડીતાના પરિવારને એફઆઇઆર, મેડીકલ રિપોર્ટ અથવા ડીસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરીટી રાજય સરકારને રજુ કરતાની સાથે જ રૂ ૫૦૦૦ જલ્દી જ આપવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,