ફૂલ એર કન્ડિશન બસો ૭૫ રૂટ પર દોડશે

કેન્દ્ર સરકાર ‘પુરાને દિનો કિ યાદ તાઝા કરતા’ રાજયની અંદર લાંબા રૂટ માટે જુની ડબલ ડેકર બસને નવા લકઝરીયસ અવતારમાં પરિવહન સાધન તરીકે દોડાવવાની વિચારણા કરી રહી છે. જેની હેઠળ ૭૫ રૂટ નકકી કરવામાં આવ્યા છે. જેમાં લખનવ-ગોરખપુર, વડોદરા-મુંબઈ, શ્રીનગર-જલંધર, કોઝીકોડે-કોચી, બેંગ્લોર-મેંગલોર અને વિશાખાપટ્ટનમ-ભુવનેશ્ર્વર સમાવેશ કરવામાં આવ્યો છે.રોડ યુનિયન મિનિસ્ટર નિતીન ગડકરીએ ઈન્ટર સ્ટેટમાં દોડતી આ બસો માટે એસઆરટીયુને આર્થિક સહાય પાઠવવાનું નકકી કર્યું છે. સુત્રોના આધારે આ બસનું ભાડુ ૧ કિ.મી. દીઠ રૂ.૧૦ આગામી ત્રણ વર્ષ માટે રાખવામાં આવશે. આ બસો એર કંડિશનની સુવિધા ધરાવે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ બસનું નિર્માણ લાંબા ‚ટના પેસેન્જરો માટે ખાસ બનાવવાનમાં આવ્યું છે. તો આ બસો જાજી જગ્યા રોકશે નહીં. તેમજ સિંગલ ડેકર બસ કરતા અલગ તેમજ સસ્તી સાબિત થશે.આજે મહાનગરો માટે ટ્રાફિક સમસ્યાઓનો ઉપાય ખુબ જ જરૂરી બની ગયો છે. બસ પેસેન્જરને કારણે ૨૦૧૭માં ૪૫% ટ્રાફિક સમસ્યા નોંધાઈ છે તો બીજી તરફ કાર પેસેન્જરોની સંખ્યા પણ વધતી જાય છે.જોકે ભારત વિશ્ર્વમાં બીજા નંબરનું વધુ વસ્તી ધરાવતું દેશ છે માટે આવી સમસ્યાઓનું સર્જન થાય છે. નિતીન ગડકરીએ ટ્રાફિક સમસ્યાના ઉપાય માટે માલ-સામાન પરિવહન, તેમજ પેસેન્જર વાહન પર અભયાસ કર્યો છે સાથે સાથે ડિજીટલાઈજેશનને સ્વિકારવા અરજી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.