બાળ શોષણના નિયમો પણ કડક કરવા કેન્દ્રની સુચના
વિદેશ લઈ જવાને બહાને લગ્ન બાદ છોડી જનારા એનઆરઆઈ પર સરકારની લાલ આંખ છે માટે કેન્દ્ર સીઆરપીસીમાં સુધારા કરી વિદેશી પતિઓની ખેંર લેશે. સીઆરપીસીના નિયમોમાં દાખવવામાં આવ્યું છે કે પતિની સંપતિને પત્નિનાં મોસાળની મિલકતો સાથે જો જોડવામાં આવે તો આ સમસ્યા ઓછી થઈ શકે છે. સીઆરપીસી એટલે ક્રાઈમ ધારા અંતર્ગત ચાઈલ્ડ ડેવલોપમેન્ટે પણ સુધારા કરવાની ઈચ્છા દાખવી છે.
કારણકે ચાઈલ્ડ એબ્યુઝના કેસોની નોંધણીનો સમય વધવો જોઈએ પછી તે પુખ્તવયના કેમ ન થાય, ગુનો તે ગુનો છે. મોટ નિયમો લાગુ કરવાની સમયરેખા વધારવી જોઈએ. એકસટર્નલ અફેર મંત્રીએ લખ્યું હતું કે, સીઆરપીસીમાં વિશુદ્ધકરણ કરવાની આવશ્યકતા છે. એવું નોંધાયું છે કે જે એન.આર.આઈ પતિઓ તેમની પત્નિને છોડીને જતા રહ્યા છે. તેઓ કોર્ટમાં હાજરી આપવાનું ટાળતા હોય છે પરંતુ જો સીઆરપીસીમાં ફેરફારો કરવામાં આવશે તો આ શકય બનશે નહીં.
માટે મિનિસ્ટર મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે, કોર્ટમાં હાજરી આપવાના હુકમની ૩ વખત સુચના બાદ તેની અવગણના કરનારાને ગુનેગાર ગણવામાં આવશે અને એમઈએ વેબસાઈટની સુચીમાં તેનું ભાગેડુની લીસ્ટમાં નામ ઉમેરવામાં આવશે. ચાઈલ્ડ સેકસ્યુઅલ એબ્યુઝ મામલે મેનકાએ જણાવ્યું હતું કે, જો કોઈનું શોષણ થયું હોય અને ભયને કારણે તેમનો અવાજ જ ન નિકળ્યો હોય કે બોલી ન શકયા હોય તેમને પણ ન્યાય મળશે. નેશનલ કમિશન પ્રોટેકશન ચાઈલ્ડ રાઈટસમાં પણ આ પ્રકારના કેસો આવતા હોય છે માટે તેમાં પણ સુધારાની આવશ્યકતા છે.