ભણતરના ‘ખાનગીકરણ’ સામે સરકાર હરકતમાં!!!
સ્ટેટ ઓફ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવશે!!!
હાલ કેન્દ્ર સરકાર દરેક પરિસ્થિતિમાં દેશના ઉત્થાન અને દેશના વિકાસ માટે સતત કાર્યશીલ રહેતું હોય છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે લોકો દરેક ક્ષેત્ર ના વિકાસ માટે કર આપતા હોય છે પરંતુ તે કરની યોગ્ય સુવિધા ખરા અર્થમાં તેઓને મળે છે ખરા ? સપના સતત લોકોને મૂંઝાતો હોય છે ત્યારે રાજકીય રીતે દિલ્હીમાં જે રીતે આમ આદમી પાર્ટીએ શિક્ષણ મફત આપ્યું તે હવે દરેક રાજ્યમાં અભિગમ અપનાવવામાં આવે તો નવાઈ નહીં. સરકાર પણ તેની નવી શિક્ષણ નીતિમાં દિન-પ્રતિદિન નવા બદલાવો લાવી રહી છે જે બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયી નીવડશે.
લોકોને સતત એ વાત ઉપર પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે સરકાર દ્વારા જે પણ કર નિર્ધારિત કરવામાં આવેલો છે તેની ભરપાઈ તેમના દ્વારા કરવામાં આવે છે પરંતુ તેના બદલામાં જે યોગ્ય સુવિધાઓ અને સુખાકારી મળવી જોઈએ તે મળી શકતી નથી. અત્યારે આપણે જ્યારે શિક્ષણની વાત કરી રહ્યા છીએ ત્યારે શિક્ષણ ક્ષેત્રમાં સરકારી શાળાઓનું પ્રભુત્વ ખૂબ જ ઓછું છે અને તેના કારણે વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છે. સરકાર જો સરકારી શાળાઓને વધુ વિકસિત બનાવે તો તેના ઘણા ફાયદા દેશને મળી શકશે અને વિદ્યાર્થીઓ પણ સારું એવું શિક્ષણ મેળવી શકશે.
કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી શ્રી સ્કૂલ શરૂ કરવા નો નિર્ણય લીધો છે જેમાં સ્ટેટ ઓફ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે શાળાઓને સુસજ્જ બનાવવામાં આવશે અને તે શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે તેમને ભવિષ્ય માટે તૈયાર કરાશે. ભારત ડિજિટલ ઇકોનોમીની સાથોસાથ નોલેજ ઇકોનોમી તરફ આગેકૂચ કરી છે. બે દિવસીય શિક્ષણ મંત્રીઓ સાથેની કોન્ફરન્સમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે હાલ વિદ્યાર્થીઓને તેના શરૂઆતના સમયમાં જ પુસ્તકિયા જ્ઞાન ની સાથોસાથ કલા અને કૌશલ્ય વર્ધક બનાવવા માટે તૈયાર કરવામાં આવશે. અને આ કાર્ય પાછળ સરકાર દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી સૂચનો અને સુઈ જાવ પણ મંગાવવામાં આવ્યા છે જેથી એ વાત સ્પષ્ટ થઈ શકે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શું કરી શકાય.
સરકારની નવી શિક્ષણ નીતિ મુજબ હવે વિદ્યાર્થીઓને નાનપણથી જ તેની કલા અને કૌશલ્યમાં વધારો કરવા સાથ તેઓને માતૃભાષા પ્રત્યે સજાગ બનાવવા માટે સરકાર દ્વારા નવા પ્રોગ્રામો અમલી બનાવવામાં આવશે ત્યારે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે આગામી 25 વર્ષ સુધી ભારતના શિક્ષણ ઇતિહાસ માટે ખૂબ જ મહત્વના છે અને આ સમયગાળામાં જો નવી શિક્ષણ નીતિ યોગ્ય રીતે કાર્યરત થશે તો તેના વૈશ્વિક લાભો ખૂબ મોટા પ્રમાણમાં ભારતને મળતા રહેશે અને સાથોસાથ શિક્ષણ ક્ષેત્રે પણ ભારત પોતાનું આધિપત્ય સ્થાપિત કરશે. કેન્દ્ર સરકાર પણ લોકો પાસેથી જે કર વસૂલે છે તેનો યોગ્ય યોગ કરવા માટે સતત કાર્યશીલ છે અને તેને ધ્યાને લઇ વિશેષ સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. વિદ્યાર્થીને એક તારો ભારતીય નાગરિક બનાવવા માટે પણ પગલા લેવાશે.