૧૫૮૧ સાંસદો ધારાસભ્યો સામે કુલ ૧૩૫૦૦ કેસ પેન્ડીંગ
દાગી નેતાઓને સજા કરવા કેન્દ્ર ૧ર સ્પેશ્યલ કોર્ટ સ્થાપશે. દાગી નેતાઓની સંખ્યા ર-પ નથી બલ્કે ૧૫૮૧ જેટલી વધુ છે.
બે સ્પેશ્યલ કોર્ટમાં ૨૨૮ દાગી સાંસદો સામે કેસ ચાલશે. જયારે ૧૦ કોર્ટો આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, કેરળ, મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગણા, યુ.પી. અને વે બેંગાલમાં સ્થપાશે અહીં દાગી નેતાઓની સંખ્યા સરેરાશ ૬૫ કે તેથી વધુ છે.
૧૫૮૧ દાગી નેતાઓ એટલે કે સાંસદો – ધારાસભ્યો સામે કેસ ચાલે છે. તેમની સામે પેન્ડીંગ કેસોની કુલ સંખ્યા આશરે ૧૩૫૦૦ છે. વર્ષમાં દરેક સ્પેશ્યલ કોર્ટ પાસે ૧૧રપ કેસ સુનાવણી માટે આવશે. સામાન્ય રીતે ટ્રાયલ કોર્ટો વર્ષમાં ર૪ર દિવસ કામ કરે છે. એટલે કે સુનાવણી હાથ ધરે છે. દરેક સ્પેશ્યલ કોર્ટોમાં પ્રતિદિન સરેરાશ ૪.૬ કેસની સુનાવણી હાથ ધરવામાં આવે છે.જે નેતાઓ સામે કેસ ચાલે છે તેમની સામેની કાર્યવાહી ઝડપથી પૂરી થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય નવી કોર્ટો માટે મેન પાવર પણ જોઇશે.