બસ સ્ટેશન પર જન ઓષધી કેન્દ્રો ખોલવા રાજ્યોને પત્ર લખાશે
કેન્દ્ર સરકાર લોકોને સારી સ્વાસ્થ્ય સુવિધાઓ આપવાની કોશિશમાં હવે એક નવું પગલું ભરી શકે છે. કેન્દ્રીય પ્રધાન અનંતકુમારે આ યોજનાની નવી જાણકારી આપી છે. સરકાર હવે તમામ રેલવે સ્ટેશન પાસે જનઔષધી સ્ટોર ખોલવાનું પ્લાનિંગ કરી રહી છે, જ્યાં લોકોને શ્રેષ્ઠ ક્વોલિટીની દવાઓ સસ્તા ભાવે મળી શકે. સરકારની યોજના છે કે રાજ્યના નાના અને અંતરિયાળ વિસ્તારમાં આવેલા બસ સ્ટેશનો પાસે પણ આ દુકાનો ખોલવામાં આવે, જેી વધુમાં વધુ દવાઓ લોકો સુધી સસ્તા ભાવે પહોંચી શકે.કેન્દ્રીય પ્રધાન અનંતકુમારે કહ્યું કે હું આગામી દિવસોમાં રેલવે પ્રધાન સુરેશ પ્રભુ સો જનઔષધી ભંડાર ખોલવા માટે વાત કરીશ. દેશભરના ૧,૦૦૦ મુખ્ય રેલવે સ્ટેશન પર દવાની દુકાનો ખોલવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે હું તમામ રાજ્યના મુખ્ય પ્રધાનને લખવા જઇ રહ્યો છું કે જ્યાં જ્યાં બસ સ્ટેન્ડ છે ત્યાં જનઔષધી સ્ટોર ખોલવામાં આવે.
તેમણે એમ પણ કહ્યું કે ભાજપ સરકારના નેતૃત્વમાં આ સ્ટોરની સંખ્યા ૧૩ર૦ ઇ ગઇ છે, જે ગત યુપીએ સરકારમાં માત્ર ૮૧ હતી, સો તેમણે દાવો કર્યો છે કે ર૦૧૭ના અંત સુધી ૩,૦૦૦ જનઔષધી સ્ટોર દેશભરમાં ખોલવામાં આવશે. શ્રેષ્ઠ કવોલિટીની દવાઓ લોકો સુધી પહોંચાડવાની કોશિશમાં માત્ર એ જ કંપનીઓને દવાઓ વેચવાની પરવાનગી હશે કે જે ડબ્લ્યુએચઓ દ્વારા સર્ટિફાઇડ હશે.તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં ૧૦,૦૦૦ દવા કંપનીઓમાંી માત્ર ૧૪૦૦ જ ડબ્લ્યુએચઓ જીએમપી પ્રામાણિત છે. માત્ર આ જ કંપનીઓને ટેન્ડર પ્રોસેસમાં ભાગ લેવાની પરવાનગી હશે. ડોક્ટરો દ્વારા જ્ેનેરિક દવાઓના િપ્ર્સ્ક્રિપ્શનને અનિવાર્ય કરવાની વાત પર કુમારે કહ્યું કે આ અંગે પહેલાં જ મેડિકલ કાઉન્સિલ દ્વારા ડોકટરોને સકર્યુલર જારી કરાઇ ચૂક્યો છે.