ડિજિટલ મિડીયા ઉપર નિયંત્રણ જરૂરી?
સોશિયલ મિડીયાના માધ્યથી પસારિત થતા ફેક ન્યુઝ તંત્ર અને સમાજને ગેરમાર્ગે દોરવા સમાન હોવાથી નિયંત્રણ જરૂરી?
સંદેશા વ્યવહારમાં આવેલી આધૂનિકતા અને ઝડપની સારી સગવડની સામે કેટલીક સાઇડ અસર જોવા મળી રહી છે. પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક માધ્યથી પસારીત થતા સમાચાર કરતા અનેક ગણી ઝડપ સાથે સોશ્યલ મિડીયામાં સમાચાર પસારીત થતા હોય છે. પરંતુ તેની વિશ્ર્વનિયતા અંગે અવાર નવાર સવાલ ઉભા થયા છે. ડિઝીટલ મિડીયામાં વધુ ઝડપી બનવાની સાથે સાથે ફેક ન્યુઝ પણ આવી જતા હોય છે તો ચોકકસ ઇરાદા સાથે ફેક ન્યુઝ પસારીત કરવામાં આવતા હોવાથી પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયાની જેમ ડિઝીટલ મિડીયા પર પણ કાયદાનો અંકુશ મુકવા પર સુપ્રીમ કોર્ટને કેન્દ્ર સરકાર દ્વારા ભલામણ કરવામાં આવી છે.
સુદર્શન ટીવીના દસ એપિશોટના કાર્યક્રમમાં મુસ્લમાનો મોટુ કાવતરૂ ઘડીને જાહેર ક્ષેત્રની સિવિલ સર્વિસમાં ઘુષણખોરી કરી રહ્યાના સ્ફોટક અહેવાલોથી વ્યર્થીત થઇને સુપ્રીમ કોર્ટ દ્વારા કડક વલણ અપનાવી સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચના ન્યાયધીશ ડી.વાય.ચંદ્રચુર, ઇન્દુ મલ્લહોત્રા અને કે.એમ.જોસેફની બેન્ચ દ્વારા પસારણ બંધ કરવાના હુકમ કર્યો હતો. આ અંગે માહિતી અને પસારણ મંત્રાલય દ્વારા કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આ પ્રતિબંધ ઇલેકટ્રોનિક મિડીયા સુધી મર્યાદીત રાખવો ઉચીત નથી પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક જેવા નિયંત્રણો વેબ આધારીત ન્યુઝ પોર્ટલ-યુટયુબ ચેનલના પ્લેટ ફોર્મ પર પણ નિયંત્રણ જરૂરી ગણાવી સુપ્રીમ કોર્ટને કડક નિયમ બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા ભલામણ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કરેલી ભલામણમાં જણાવ્યું હતું કે, મુખ્ય પ્રવાહના માધ્યમો પછી કે ઇલેકટ્રોનિક હોય કે પ્રિન્ટ પસારણ અને પ્રકાશનની એક વખતની પ્રક્રિયાના રૂપમાં થતી હોય છે જ્યારે ડિઝીટલ મિડીયા ખુબ ઝડપી અને વ્યાપક પ્રમાણમાં ફેલાવો ધરાવતું હોય છે. અને વિશાળ સંખ્યામાં વ્યુવરસીપ અને લીડરસીપ ધરાવતા હોવાથી તેની ક્ષમતા ખુબજ વધુ હોય છે અને તે અન્ય ઇલેકટ્રોનિક એપ્લીકેશનના માધ્યમથી ફેલાતી હોવાથી તેના પર નિયંત્રણથી લઇને પ્રતિબંધાત્મક કાયદાઓ અને એક આદર્શ આચાર સહિતા હોવાની જરૂરી ગણાવી છે.
ડિઝીટલ મિડીયા પર નિયંત્રણની સાથે સાથે વાણી સ્વતંત્રતા અને મુક્ત અભીવ્યક્તિના મુળભૂત સિધ્ધાંતોનું ઉલંઘન ન થયા અને ખાસ કરી શિક્ષાત્મક કાયદાનો અમલ રાગદ્વેશ ભાષણ પર નિયંત્રણ રાખવા પુરતા છે. પરંતુ પિડીત વ્યક્તિએ તેનું અર્થઘટન વ્યવસ્થીત કરવી જોઇએ કેન્દ્ર સરકારે કેબલ ટેલિવિઝન નેટવર્ક અધિનિયમ ૧૯૯૫ની કલમ ૨૨ મુજબ આ મુદા પર નિર્ણય કરવો અને અંતિમ સ્વરૂપ આપવા અંગે ભલામણ કરી છે. રેડિયો કાર્યક્રમ પર પણ આ કાયદો લાગુ પાડી શકાય તેમ કહી અગાઉના બંને ચુકાદાઓને ટાંકીને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું ઉપરોકત નિવેદનને શકય કાયદાકીય સ્થિતી મુજબ જોવું જોઇએ તેની માટે કોઇ વધારાની કવાયત કરવાની જરૂર નથી સરકારે ટીવીના બદલે ડિઝીટલ મિડીયા પર પણ નિયંત્રણ મુકવાની હિમાયત કરી છે.