કેન્દ્ર સરકારે વડી અદાલતમાં સોગંદનામુ કરી પીઆઈએલને રદ્દબાતલ કરવા અરજી કરી
એકી વધુ બેઠક પર ઉમેદવારોને ચૂંટણી લડતા રોકવા મુદ્દે વડી અદાલતમાં યેલી પીઆઈએલનો કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે સામાન્ય ચૂંટણીમાં એકી વધુ મત વિસ્તારમાંથી ઉમેદવારોને ચૂંટણી લડતા બાકાત રાખવા મામલે અદાલતમાં થયેલી પીઆઈએલનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, ચૂંટણી સુધારાના મુદ્દાને કાયદાકીય કાર્યવાહીની જરૂર છે.
કેન્દ્ર સરકારે વડી અદાલતમાં મુકેલા એફીડેવીટમાં કહ્યું છે કે, પીઆઈએલમાં અરજકર્તા બંધારણીય હક્કોનું ઉલ્લંઘન થતું હોવાની વાત દર્શાવવામાં નિષ્ફળ રહ્યો છે. પરિણામે આ પીઆઈએલને બરતરફ કરી નાખવી જોઈએ. હાલ આ એફીડેવિટ મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાની આગેવાનીવાળી ખંડપીઠ દ્વારા હામાં લેવામાં આવી છે.
કોર્ટમાં દલીલ થઈ છે કે, અરજકર્તા અશ્વિની કૌર ઉપાધ્યાય પીઆઈએલમાં પોતાના દાવામાં કોઈપણ અધિકારોનો ભંગ થતો હોવાનું સાબીત કરી શકયા નથી. એકી વધુ બેઠક પર ઉમેદવારી કરનારને અટકાવવા જોઈએ તેવું અવાર-નવાર દલીલ થાય છે. જો કે, સમગ્ર મામલાના ઉકેલ માટે મસમોટી કાયદાકીય પ્રક્રિયા કરવી પડે તેમ છે. ચૂંટણી સુધારાની જરૂર પણ ઉભી થઈ શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૯૮માં ચૂંટણી પેનલે એકી વધુ બેઠક પર ઉમેદવારીને રોકવા મામલે ભલામણ કરી હતી. જો કે, તેને પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમીટી દ્વારા ફગાવવામાં આવી હતી. આ નિર્ણય તમામ પક્ષોએ સો મળીને લીધો હતો.