વડોદરામાં સ્થાપનારી યુનિ.માં જુલાઇ-૨૦૧૮ થી શિક્ષણ કાર્ય શરુ થશે

વડોદરામાં સ્થપાનારી દેશની પહેલી નેશનલ રેલવે અને ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટીને કેન્દ્ર સરકારની કેબિનેટે મંજુરી આપી દીધી છે.

આ યુનિવર્સિટીની સ્થાપના યુ.જી.સી.ના ધારાધોરણ પ્રમાણે ડિમ્ડ યુનિવર્સિટી તરીકે થશે. સરકારે એપ્રિલ ૨૦૧૮ સુધીમાં તમામ પ્રકારની માન્યતાઓ યુિવિર્સિટીને મળી જાય તે માટે કવાયત શરુ કરી છે. જુલાઇ-૨૦૧૮ થી યુનિવસીટીનું શૈક્ષણિક કાર્ય શરુ થશે.

રેલવે મંત્રાલય દ્વારા યુનિવર્સિટીને નાણાકીય અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. યુનિવર્સિટીના ચાન્સેલર અને વાઇસ ચાન્સેલરની પણ નિમણુંક કરવામાં આવશે.

યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં આ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાંતો અને વ્યવસાયીઓની નિમણુંક થશે અને રેલવે મંત્રાલયથી સ્વતંત્ર રહીને કામ કરવાની તેને સત્તા અપાશે. રેલવે યુનિવર્સિટી માટે વડોદરા સ્થિત રેલવે એકેડમીની સુવિધા અને જગ્યાનો ઉપયોગ થશે જેમાં જરુરીયાત પ્રમાણે ફેરફારો પણ કરવામાં આવશે. યુનિવર્સિટીમાં ૩૦૦૦ વિઘાર્થીઓ અભ્યાસ કરશે. રેલવે મંત્રાલય નવી યુનિવર્સિટીને ફંડ આપશે.

ભારતીય રેલવે દ્વારા આગામી વર્ષોમાં હાઇ સ્પીડ ટ્રેન, બુલેટ ટ્રેન, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર જેવા પ્રોજેકટસ અમલમાં મૂકાવા જઇ રહ્યા છે. ત્યારે આ તમામ બાબતોનો ઘ્યાનમાં રાખીને રેલવે યુનિવર્સિટીમાં શિક્ષણ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.