સરકારની ગૂડ બૂકમાં રહેલા એ.કે.શર્મા વય મર્યાદાથી નિવૃત્ત થતા ટૂંક સમયમાં જ કેન્દ્રમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવશે
સીબીઆઇના જોઇન્ટ ડાયરેકટર તરીકે રહી તાજેતરમાં જ નિવૃત થયેલા પ્રમાણિક અને કર્તવ્ય નિષ્ઠ તેમજ વિચક્ષણ આઇપીએસ અરૂણકુમાર શર્માની સેવાનો સરકાર ફરી લાભ લેવાનું વિચારી રહ્યા છે. ટૂંક સમયમાં જ કેન્દ્રમાં મહત્વનું કામ સોપવામાં આવે તેવો નિર્દેશ મળી રહ્યો છે.
મુળ બિહારના વતની જાબાઝ આઇપીએસ અધિકારી અરૂણકુમાર શર્મા અગાઉ ગોંડલમાં એએસપી તરીકે ફરજ બજાવી રાજકોટમાં ત્રણ વખત ડીસીપી, જામનગર જિલ્લા પોલીસ વડા, વલસાડ એસપી, સીઆઇડી આઇ.બી.માં આઇજી અનેગાંઓધીનગર રેન્જ આઇજી તરીકે પસંશનીય ફરજ બજાવતા તેમની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે નિમણુંક આપવામાં આવી હતી.
કેન્દ્ર સરકારમાં સારી નામના સાથે ગુડ બુકમાં સ્થાન મેળવનાર આઇપીએસ અરૂણકુમાર શર્મા રાજકોટના નાયબ પોલીસ કમિશનર તરીકેના કાર્યકાળ દરમિયાન સારી લોક ચાહના મેળવી હતી. તેઓએ દેશભરમાં ચકચાર જગાડનાર ભાસ્કર અપહરણકાંડમાં ભરૂચ ખાતે મહત્વનું ઓપરેશન કરી અપહૃત પરેશ શાહને મુક્ત કરાવ્યો હતો. રાજકોટમાં પસંશનીય ફરજની સાથે રીઢા ગુનેગારોમાં કડક અધિકારી તરીકે કામ કરતા અપરાધિયો રીતસર થરથર કાપતા હતા. રાજકોટની જેમ જામનગર અને મહેસાણા એસપી તરીકે પણ પસંશનીય ફરજ બજાવી લોકપ્રિય અધિકારી બન્યા હતા.
ગાંધીનગર રેન્જ આઇજી અને સીઆઇડી આઇબીમાં આઇજી તરીકે ફરજ બજાવ્યા બાદ અમદાવાદ શહેરમાં જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ દરમિયાન ચકચારી સોરાબદીન કેસની પણ આગવી કુન્હેથી તપાસ કરી સમગ્ર પોલીસ ડીપાર્ટમેન્ટનું મોરલ ઉચુ લાવવાની સાથે પોલીસ તંત્રનું નામ રોશન કરતા તેમને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવ્યું છે.
પોલીસ ડીપાર્ટમેન્ટમાં ગોંડલની કારકીદી શરૂ કરી સીબીઆઇના જોઇન્ટ ડાયરેકટર સુધી મહત્વની ફરજ બજાવનાર આઇપીએસ અધિકારી અરૂણકુમાર શર્મા ગત તા.૩૧ જાન્યુઆરીએ વય મર્યાદાના કારણે નિવૃત થયા બાદ સરકાર દ્વારા તેમની કુન્હેભરી કામગીરી કરવાની આવી છાપ ધરાવતા હોવાથી ફરી સેવાનો લાભ લેવાનું સરકાર દ્વારા વિચારવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં જ તેમને કેન્દ્રમાં મહત્વની જગ્યા પર નિમણુંક આપવામાં આવે તેવા નિર્દેશ મળી રહ્યા છે.
કેન્દ્ર સરકાર એ.કે.શર્માના લાંબા સમય સુધીના અનુભવનો લાભ લેશે
સોરાબુદીન અને ભાસ્કર અપહરણકાંડ સહિતના મહત્વના કેસમાં કુન્હેથી કરેલી કામગીરીની કદર સ્વરૂપે વિચક્ષણ આઇપીએસ અધિકારી અરૂણકુમાર શર્માનો કેન્દ્ર સરકાર લાંબા સમય સુધી લાભ લેવા માગતું હોય તેવા નિર્દેશ મળી રહ્યા છે. સરકારની ગુડબુકમાં રહેતા એ.કે.શર્માને સ્વચ્છ પ્રતિભા, આગવી કુન્હે, કર્તવ્ય નિષ્ઠ સાથે જાંબાઝની છાપ ધરાવતા હોવાથી તેઓના અનુભવનો સરકાર દ્વારા આવનારા સમયમાં લાભ લેવા ઉત્સુક છે.
ગુજરાતના બે આઇપીએસને ડીજી રેન્કમાં મુકાશે
કેન્દ્ર સરકાર દ્વારા ૧૯૮૫ થી ૮૯ની બેન્ચના ૨૯ આઇપીએસ અધિકારીઓને ડાયરેકટર જનરલ એટલે કે, ડીજી પોસ્ટ માટે નિયુક્તિ કરવા માટે પસંદગી થઇ છે. આ તમામ આઇપીએસ અધિકારીને ડીજી રેન્ક અથવા તેની સમકક્ષ જગ્યાએ નિમણુંક આપવામાં આવી શકે તેમ છે. ૨૯ આઇપીએસ અધિકારી પૈકી કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર રહેલા ગુજરાત કેડરના આઇપીએસ અને હાલ સીબીઆઇના ઇન્ચાર્જ ડાયરેકટર પ્રવિણકુમાર સિન્હા હવે સીબીઆઇમાં ડીજી તરીકે નિમણુંક પામે તેવી શકયતા વ્યક્ત થઇ રહી છે. આ ઉપરાંત આઇપીએસ અધિકારી અતુલકુમાર કરવાલને પણ બઢતી મળે તેમ હોવાના નિર્દેશ મળી રહ્યા છે.