અરુણાચલ પ્રદેશ સંરક્ષણની દ્રષ્ટિએ દેશનો ખૂબ જ મહત્વનો ભાગ છે. મોદી સરકારે સૈન્ય માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા કવાયત શરૂ કરી છે. લદાખ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં રોડ રસ્તા અને પુલ બનાવાયા છે. જેની મદદથી સેનાની સશસ્ત્ર ટુકડીઓ ઝડપથી સરહદે ફોરવર્ડ લોકેશન સુધી પહોંચી શકે છે.

બીજી તરફ અરુણાચલ પ્રદેશમાં મસમોટી સુરંગ બનાવવાનો પ્રોજેકટ ઘડી કાઢવામાં આવ્યો છે. અરુણાચલ પ્રદેશના નેચિફુમાં નિર્માણ પામનારી સુરંગ તવાંગના એક મુખ્ય માર્ગ પર બનાવવામાં આવશે. હિમાચલના દારચાને લદાખથી જોડવા માટે પણ સડક બનાવાઈ રહી છે. આ સડક અનેક ઊંચા બર્ફીલા પહાડોમાંથી પસાર થશે. એ લગભગ 290 કિમી લાંબી હશે. આ તૈયાર થવાથી કારગિલ સુધી સેનાની પહોંચ સરળ બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.