પાણી પુરવઠાના 206, ડ્રેનેજના 70, તળાવ નવીનીકરણના 68 અને બાગ અને બગીચાના 68 કામોનો સમાવેશ કરાયો
ગુજરાતની વિકાસ યાત્રાને વધુ વેગ વંતી બનાવવા માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા અમૃત 2.0 યોજના હેઠળ ગુજરાતના નગરો અને મહાનગરોમાં વિવિધ 412 વિકાસ કામો માયે રૂ.5128 કરોડ ફાળવવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી છે.ગુજરાત શહેરી વિકાસ મિશન- દ્વારા અમૃત 2.0 મિશન અંતર્ગત રૂ. 1પ હજાર કરોડના કામો સ્ટેટ વોટર એક્શન પ્લાન અન્વયે ત્રણ તબક્કામાં હાથ ધરવાનું સુદ્રઢ આયોજન ઘડવામા આવ્યું છે.
દેશના રાજ્યોમાં નગરો, મહાનગરોમાં 100 ટકા પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટર યોજનાની વ્યવસ્થા પૂરી પાડવા શરૂ કરવામાં આવેલી અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન-અમૃત 2.0 મિશન અન્વયે ગુજરાત સરકારે રજૂ કરેલી પ્રથમ તબક્કાના કામો માટેની રૂ. પ1ર8 કરોડની દરખાસ્ત કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે મંજૂર કરી છે.
ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા સ્ટેટ વોટર એક્શન પ્લાનના પ્રથમ તબક્કામાં રાજ્યની 8 મહાનગરપાલિકાઓ, 1પ6 નગરપાલિકાઓ માટે રજુ કરવામાં આવેલી આ દરખાસ્તમાં પાણી પુરવઠાના ર06, ભૂગર્ભ ગટર યોજનાના 70 તથા તળાવ નવિનીકરણના 68 અને બાગ-બગીચાના 68 મળી કુલ 412 કામોનો સમાવેશ થાય છે. સ્ટેટ હાઇપાવર સ્ટીયરીંગ કમિટિમાં રજુ કરવામાં આવેલી આ દરખાસ્ત રાજ્ય સરકારે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયની એપેક્ષ કમિટી સમક્ષ તાજેતરમાં રજુ કરી હતી.
એપેક્ષ કમિટીએ જીયુડીએમની ની આ સંપૂર્ણ દરખાસ્તનો સ્વીકાર કરીને પ્રથમ તબક્કાના 41ર કામો અમૃત 2.0 હેઠળ આવરી લેવા રૂ. પ1ર8 કરોડની રકમ મંજૂર કરી છે. આ સંદર્ભમાં હવે બધા કામોના ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને તથા ટેક્નિકલ એપ્રૂવલ મેળવીને તબક્કાવાર આ કામોનો વિવિધ અમલીકરણ સંસ્થાઓ અમલ કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઓક્ટોબર-ર0ર1માં પાંચ વર્ષ માટે લોંચ કરેલી અમૃત-2.0 યોજના અન્વયે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં 100 ટકા પાણી પુરવઠા પહોચાડવાનો તેમજ 31 અમૃત શહેરોમાં 100 ટકા ભૂગર્ભ ગટર યોજનાની વ્યવસ્થા પૂરી પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા આ હેતુસર રૂપિયા 1પ હજાર કરોડની રકમના કામો સ્ટેટ વોટર એક્શન પ્લાન અન્વયે 3 તબક્કામાં હાથ ધરવાનું વિસ્તૃત કાર્યઆયોજન કરવામાં આવ્યું છે. તદઅનુસાર, પ્રથમ તબક્કાના પ1ર8 કરોડ રૂપિયાના 41ર કામોને કેન્દ્ર સરકારે ત્વરિત મંજૂરી આપતાં રાજ્યના નગરો-મહાનગરોમાં જળવ્યવસ્થાપનના કામોમાં વેગ આવશે અને રાજ્યના નગરો-મહાનગરો કેન્દ્ર અને રાજ્ય સરકારની ડબલ એન્જિનવાળી સરકારની મદદથી જળ આત્મનિર્ભરતા સાકાર કરશે.