મોસાળે જમણ અને મા પીરસનાર જેવો ઘાટ…
અત્યાર સુધી ૧૫ કરોડ જેટલા રૂપિયા મળતા હતા હવે ગુજરાતને રૂપિયા ૬૦ કરોડ જેટલી રકમ મળશે
અનુસૂચિત જાતિના યુવાનો હવે કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ કરી દેશના નિર્માણમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપશે
કેન્દ્ર સરકાર દ્વારા એસ.સી-એસ.ટી અને ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ માટે સહાયની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માટે ૫૯ હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. દર વર્ષે ગુજરાતને ૧૫ કરોડ જેટલી રકમ મળતી હતી જે હવે વધીને ગુજરાતને ૬૦ કરોડ જેટલી રકમ મળશે એટલે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ગુજરાતને આ વર્ષે કેન્દ્ર દ્વારા ૪ ગણી જેટલી રકમ ફાળવવામાં આવી છે. ત્યારે સાંસદ કિરીટભાઈ સોલંકી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ઈશ્વર પરમારે કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલએ જણાવ્યું હતું કે, તાજેતરમાં કેન્દ્ર સરકારની કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેસે અનુસૂચિત જાતિના વર્ગના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ અર્થે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ૧૧૦૦ કરોડથી વધારી રૂ.૬૦ હજાર કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી છે. અનુસૂચિત જાતિ સમાજના ઘણા વિદ્યાર્થીઓ આર્થિક સંકળામણને કારણે સમર્થ અને પ્રતિભાશાળી હોવા છતાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં અસમર્થ હતા. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ૪ ગણી રકમ વધારી છે જે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે તેનો હું આભારી છું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આવનારા ૫ વર્ષમાં દેશના અંદાજે ૪ કરોડથી વધુ અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિની સહાયથી ઉચ્ચ શિક્ષણ મેળવી સુસજ્જ બનશે. ડીબિટીના માધ્યમથી શિષ્યવૃત્તિની રકમ સીધી તેમના ખાતામાં જમા થશે. કિરીટ સોલંકીએ કહ્યું હતું કે, ઙખએ હમણાં મહત્વનો નિણર્ય લીધો છે. અનુસૂચિત જાતિના વિધાર્થીઓ માટે શિષ્યવૃત્તિનો લેવાયો છે. અનુસૂચિત જાતિના વિધ્યાર્થીઓ ઉચ્ચ અભયાસ કરી શકતા નહોતા. અભ્યાસ છોડી દેતા વિધાર્થીઓ માટે મહત્વનો નિણર્ય લેવાયો છે. ૫૯ હજાર કરોડ રૂપિયા વિધાર્થીઓને ફાળવવામાં આવે છે.
કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ ગુજરાત ગુજરાત માટે મોસાળે જમણ અને મા પીરસનાર જેવો ઘાટ ઘડાયો છે અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારે ગુજરાતને ચાર ગણી ગ્રાન્ટ આપી છે હવે અનુસૂચિત જાતિના યુવનો કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ કરી શકશે. ગ્રાન્ટ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભૂતકાળમાં પત્રના માધ્યમથી કેન્દ્રમાં રજૂઆત પણ કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ચાર ગણી ગ્રાન્ટ વધુ મળતા અનુ. જાતિના વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ વિદેશ જઇ ઉચ્ચ અભ્યાસક્રમમાં પોતાનું કૌશલ્ય બતાવવા પણ ફાયદો થશે.
મુખ્યમંત્રીએ પત્ર દ્વારા કેન્દ્રમાં રજુઆત કરી હતી: સી.આર.પાટીલ
શિષ્યવૃતિની જાહેરાત મુદ્દે સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપી હતી. પાટીલે કહ્યું કે, આ યોજનાની જાહેરાતથી મોટા પ્રમાણમાં લાભ થશે. ઉચ્ચ શિક્ષણ માટે અસરકાર નીવડશે. લોકહિત માટેનો મહત્વનો નિણર્ય કર્યો છે. રૂપાણી સાહેબે પત્ર દ્વારા રજુઆત કરી હતી. માગણી દ્વારા સરકારે મહત્વની જાહેરાત કરી છે. ૧૪ રાજ્યોમાં પોસ્ટ મેટ્રિક વ્યવસ્થા બંધ થઈ હતી.