સંયમ, સાધના અને સાધ્વી ઉપર જીવન પૂ. જશાજીના ચરિત્રની અદભૂત પ્રસ્તુતી
જૈન સંપ્રદાયના ગૌરવવંતા ગોંડલના છઠ્ઠા આચાર્ય બહુશ્રુત પૂ. જશાજી સ્વામીની સ્વર્ગારોહણ શતાબ્દીની ભવ્ય ઉજવણી પરમ શ્રધ્ધેય પૂ. ધીરગૂરૂદેવાના સાનીધ્યમાં ચાલી રહેલ છે. જેના ભાગરૂપે આજરોજ પૂ. જશાજી સ્વામીના જીવનચરિત્ર ઉપર નેમ આર્ટસનું દ્વિ અંક નાટક ‘જયોતિર્ધર’નું આદિનાથ નગરી, અમીન માર્ગ અને આયોજન કરવામાં આવ્યું હતુ. જેના પ્રથમ અંકમાં પૂ. જશાજીના જન્મથી લઈ દીક્ષા મહોત્સવ સુધીના જીવનકાળની ઝાંખી કરવામાં આવી હતી. તો બિજા અંકમાં પૂ. જશાજીના સંયમ, સાધના અને સાધવી જીવનના ચરિત્રની પ્રસ્તુતી કરવામાં આવી હતી. ત્યારબાદ ૩૫૧ તપ સાધવીઓને માળા પહેરાવવા માટે બોલી લગાવવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૈન ધર્મના લોકોએ પૂ. ધીરગૂરૂદેવના સાનિધ્યમાં ધન્યતા અનુભવવાનો લ્હાવો લીધો હતો. કાર્યક્રમમાં મહાસતીજીઓ તેમજ જૈન ધર્મના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કયારેક ઉજાગરો પણ ઉત્સવ બની જાય છે !!!
સંક્રાત નજીક આવતા જ પતંગની મૌસમ પુરબહારમાં ખીલેલી છે. પતંગો દોરા વગર કઈ રીતે શકય બને ? માટે લોકો દોરાની પસંદગી માટે દિવસ-રાત એક કરવા લાગેલા છે. ત્યારે દોરા પાવા અને પેચો લડાવવા માટે દોરો પણ તાકાતવાળો જોઈએ ત્યારે દોરા પાવાના નિષ્ણાંતો શોખથી કે પ્રોફેશનલી કાંચ ખાંડી કલર ઉમેરી દોરા પાતા નજરે પડે છે. મકરસંક્રાંતિને માત્ર ગણતરીની જ કલાકો છે ત્યારે દોરા એટલે કે માંજો પાવવા માટે લોકો ઉજાગરો નહીં પણ ઉત્સવની જેમ રાતપાળી કરતા જોવા મળે છે. છરીની માફક તેજ દોરો જયારે આકાશમાં અન્ય પતંગવીરો સાથે પેચ લગાવે ત્યારે હરીફની પતંગ જ કપાવવી જોઇએ તેવા શોખીન પતંગવીરો દોરો પાવા માટે કલાકો સુધી ઈંતજાર પણ કરતા હોય છે