એન્ટરટેઈન ન્યુઝ 

કન્ટેન્ટ બ્રોડકાસ્ટર્સ અને ઓટીટી પ્લેટફોર્મને ખાસ કમિટી બનાવી તેના દ્વારા પ્રમાણિત કન્ટેન્ટ જ પબ્લિશ કરવાના સરકારના આદેશથી હવે આડેધડ બનતા કન્ટેન્ટ ઉપર લગામ લાગશે

સોશિયલ મીડિયા ઉપર તેમજ ઓટીટી પ્લેટફોર્મ ઉપર આડેધડ કન્ટેન્ટ પબ્લિશ થવાથી સમાજમાં અનેક નુકસાન થઈ રહ્યા હતા. પણ હવે સરકાર સતર્ક બની છે. સરકારે કન્ટેન્ટ બ્રોડકાસ્ટર્સ અને ઓટીટી પ્લેટફોર્મને ખાસ કમિટી બનાવી તેના દ્વારા પ્રામાણિત કન્ટેન્ટ જ પબ્લિશ કરવાના આદેશ આપતા હવે આડેધડ બનતા કન્ટેન્ટ ઉપર લગામ લાગશે.

સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રસ્તાવિત કાયદાને પરિણામે આડેધડ કન્ટેન્ટ પબ્લિશ કરનારા બ્રોડકાસ્ટર્સ અને ઓટીટી પ્લેટફોર્મ કંપનીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. સરકારના આ વિભાગ દ્વારા બ્રોડકાસ્ટર્સ અને ઓટીટી કંપનીને કન્ટેન્ટ ઈવેલ્યુએશન કમિટી બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કમિટીમાં મહિલાઓ, બાળ કલ્યાણ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતીઓ સહિત વિવિધ સામાજિક જૂથોનું પ્રતિનિધિત્વ કરતી પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાવેશ થશે. બાદમાં આ કમિટી દ્વારા પ્રમાણિત થયેલ કન્ટેન્ટ જ બ્રોડકાસ્ટર્સ અને ઓટીટી કંપનીઓએ પબ્લિશ કરવાનું રહેશે.

જો કે બ્રોડકાસ્ટર્સ અને ઓટીટી પ્લેટફોર્મ કંપનીઓનું કહેવું છે કે આ દરખાસ્ત માત્ર બ્રોડકાસ્ટર્સ અને ઓટીટી પ્લેટફોર્મની સર્જનાત્મક સ્વતંત્રતાને અસર કરશે નહીં પરંતુ ખર્ચમાં પણ વધારો કરશે. ઉલ્લેખનીય છે કે હાલ સોશિયલ મીડિયામાં તેમજ વિવિધ પ્લેટફોર્મ ઉપર આડેધડ કન્ટેન્ટ મુકાઈ રહ્યા છે. જેની સમાજ ઉપર નકારાત્મક અસર પહોંચી રહી છે. ત્યારે આ મામલે સરકારે હરકતમાં આવીને નિયમો કડક બનાવ્યા છે. હવે સારું કન્ટેન્ટ જ જાહેર થાય તેવા સરકારના પ્રયાસો છે.

ડીપ ફેક કન્ટેન્ટ ઉપર કડક પગલા લેવા સરકારની તમામ માધ્યમોને સૂચના

સરકાર સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ મધ્યસ્થીઓને એક એડવાઈઝરી ફરીથી મોકલે તેવી શક્યતા છે જેમાં તેઓને ડીપ-ફેક ફોટા અને વિડિયોઝને દૂર કરવા માટે સતર્ક રહેવા સૂચના જારી કરશે. તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, આઇટી નિયમો તેમજ આઇટી એક્ટમાં એવી જોગવાઈઓ છે કે જે ડીપ-ફેક સામગ્રીને ખોટી માહિતીની શ્રેણીમાં મૂકીને તેને તાત્કાલિક દૂર કરવા માટે કહે છે. જો કે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આવી ટેક્નોલોજીનો ઉપયોગ કન્ટેન્ટ બનાવવા માટે કરવામાં જ આવે.પ્લેટફોર્મ્સે તેમને મંજૂરી આપવા માટે વધુ સાવધ રહેવું પડશે. શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક નકલી વીડિયોનો ઉલ્લેખ કરીને આ મુદ્દો ઉઠાવ્યો હતો જેમાં તેઓ ગરબા ડાન્સ રમતા જોવા મળ્યા હતા. ચેતવણી આપતાં કે ડીપ ફેકમાં ખોટી માહિતી ફેલાવીને મોટું નુકસાન થવાની સંભાવના છે, તેમણે કહ્યું કે તે એક ગંભીર ખતરો છે. આ મહિનાની શરૂઆતમાં, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે તમામ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ મધ્યસ્થીઓને એક એડવાઈઝરી મોકલીને આઈટી નિયમો તેમજ આઈટી એક્ટની જોગવાઈઓ હેઠળ કોઈપણ ડીપ-ફેક કન્ટેન્ટ પર કડક પગલાં લેવા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.