તાજેતરમાં લાયન્સ સ્કુલ સેલવાસમાં ભૂકંપના કાલ્પનિક પરીદ્રશ્ય પર આધારીત વિકટ પરિસ્થિતિને પહોચી વળવા માટે એક મોક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં વિભિન્ન હિતધારકો જેવા કે સી.આઈ.એસ. એફ, સિવિલ પોલીસ, આઈ.આર.બી. સિવિલ ડિફેન્સ, ફાયર બ્રિગેડ, એન.સી.સી. ૧૦૮ એમ્બ્યુંલેન્સ સેવા વગેરેએ ભાગ લીધો હતો.
આ મોક અભ્યાસના કાલ્પનિક પરિદ્રશ્યની અભિકલ્પનામાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. જેનું કેન્દ્ર તલાસરી તાલુકો હતો અને ભૂકંપની તીવ્રતા ૭.૪ માપવામાં આવી હતી. ભૂકંપનું એપિસેન્ટર સેલવાસથી લગભગ ૧૧૦ કિલોમીટર દૂર દક્ષિણમાં આવેલું હતુ જેના કારણે લાયન્સ ઈગ્લીશ સ્કુલની બિલ્ડીંગ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને થોડા કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને ઈજા પહોચી હતી. થોડા બહાર નીકળવામાં સફળ રહ્યા હતા તો થોડા ધરાશાયી ઈમારત નીચે દબાઈ ગયા હોવાનું જણાયું હતુ.
સ્થાનિક પ્રશાસનના અનુરોધ પર એન.ડી.આર. એફ.ની એસ.એ.આર. ટીમ જરૂરી સંશાધનો સાથે ઘટના સ્થળે પહોચીને સઘળા સુરક્ષા ઉપાયોના અમલની સાથે રાહત કાર્યો હાથ ધર્યા હતા. જેમાં ૨૦ જેટલા બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ગંભીર ઘવાયેલા ૫ બાળકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
આ મોક અભ્યાસમાં એન.ડી.આર.એફ. ટીમ દ્વારા દબાયેલા તેમજ ધ્વસ્ત થયેલા ઉપકરણોની અત્યાઘુનિક સાધનો મદદથી શોધખોળ કરવામાં આવી હતી.
એ.કે. ચૌબેએ આ મોક અભ્યાસના વિષયે જાણકારી આપતા કહ્યું હતુ કે આ અભ્યાસનો મુખ્ય ઉદેશ્ય સામાન્ય નાગરીકોનાં મગજમાં સંભવિત આપતીઓનું ચિત્રણ કરીને તેને જાગૃત કરવાનો હતો.