પ્લાસ્ટિકનો સામાન અને પુંઠા બળીને ખાખ
દાદરાનગર હવેલીનાં હેમિલ્ટન કંપનીનાં ગોડાઉનમાં ગત મંગળવારે આગ લાગી હતી. જોતા-જોતા જ ૧૩૫ મીટર લાંબા ગોડાઉનમાં ફેલાઈ હતી. સુચના મળવા પર ત્યાં પહોચેલી ફાયર બ્રિગેડની ટીમે ઘણી મહેનત-મશકકત પછી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણકારી મળવાથી સ્થળ પર એસપી શરદ દરાડે, મામલતદાર ટી.એસ.શર્મા સહિત અન્ય પોલીસ અધિકારીઓ પણ પહોંચ્યા હતા.
મળેલી જાણકારી અનુસાર મંગળવારે સવારે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ હેમિલ્ટન પ્લાસ્ટિકનો સામાન બનાવતી કંપનીનાં તૈયાર માલના ગોડાઉનનાં પહેલા માળે અચાનક આગલાગી હતી. પુઠા અને પ્લાસ્ટિકનો સામાન ગોડાઉનમાં હોવાનાં કારણે આગે ઝડપથી ૧૩૫ મીટર લાંબા ગોડાઉનને લપેટમાં લીધું હતું. આની જાણકારી સેલવાસ ફાયરને થવાથી ફાયરની ગાડીઓ તુરંત જ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.
સેલવાસ ફાયર સાથે વાપી, દમણ, રિલાયંસ, ભિલોસા અને આલોકની ફાયર ટીમો પણ પહોંચી હતી. ગોડાઉનનાં ફરતે જગ્યા હોવાથી ફાયરની ગાડીઓ અને ટેન્કરો આસાનીથી પાણીની સપ્લાય મળે એટલી જગ્યા હતી. ઘટના સ્થળ પર દાનહ એસપી શરદ દરાડે અને સિલવાસા મામલતદાર ટી.એસ. શર્મા અને પોલીસ સ્ટાફ પહોંચ્યો હતો. કંપની પ્રબંધકે પણ આ વિશે કંઈ જણાવવા ઈન્કાર કર્યો હતો. જણાવવામાં આવ્યું છે કે, કંપનીનાં ગોડાઉન પાસે બે ટ્રકોમાં પણ આગ લાગી હતી. હાલ પોલીસે આ બાબતે આગની તપાસ હાથ ધરી હતી.