પ્રાર્થના, નમસ્કાર મહામંત્રના જાપ, વ્યાખ્યાન, વિવિધ જાપ આરાધના તેમજ ધાર્મિક ગેઇમ-સ્પર્ધા-પરીક્ષા સાથે પ્રતિક્રમણ જેવા વિવિધ કાર્યક્રમ
જૈન ધર્મમાં પર્વાધિરાજ પર્યુષણનું ખૂબ જ મહત્વ છે. જૈન શાસનમાં અનેક પર્વો છે, જેમાં પર્યુષણમાં કર્મના મર્મને ભેદવાની જે તાકાત છે તે અન્ય પર્વોમાં નથી. સંવત્સરી સાથે પર્યુષણની પૂર્ણાહૂતિ થશે. પર્યુષણના પર્વમાં દાન-શીલ, તપ-ભાવ આ ચારેય પ્રકારના ધર્મની આરાધના સમાયેલી હોય છે.
દર વર્ષે ચાતુર્માસમાં ઉજવાતા પર્યુષણના અંતિમ દિવસને સંવત્સરી કહેવામાં આવે છે.12 સપ્ટેમ્બરથી પર્યુષણ પર્વનો પ્રારંભ થશે. જે અંતર્ગત શહેરના 58 ઉપાશ્રય, વિવિધ સ્થળ ખાતે પ્રતિક્રમણ થઇ શકશે. જેમાં 18 ઉપાશ્રયોમાં માત્ર ભાઈઓ માટે જ અન્ય 40 ઉપાશ્રયમાં ભાઈઓ- બહેનો બન્ને પ્રતિક્રમણ કરી શકશે. પ્રતિક્રમણ કરી જગતના સર્વે જીવાત્માને ખરા અંત:કરણપૂર્વક ખમાવી આત્માને શાંત અને સ્વસ્થ કરીને વર્ધમાન પરિણામનું લક્ષ રાખવા આ પર્યુષણ પર્વના મહાન અને પવિત્ર દિવસો રહેલાં છે તેમ મનોજ ડેલીવાળાએ જણાવ્યું છે. 12/9થી19/9 જેનોના પ્રયુષણ શરૂ થઈ રહેલ છે તે અંતર્ગત સ્થાનકવાશે જૈન પ્રતિક્રમણ યોજના મંડળ દ્વારા ઉપાશ્રય તથા જિનાલયોમાંસાંજે 7:00 કલાકે પ્રતિક્રમણ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે
ભાઈઓ માટે વિરાણી પોષક શાળા જૈન ભુવન ભક્તિનગર ઉપાશ્રય શેઠ ઉપાશ્રય રોયલ પાર્ક પાસે વિતરણ નેમીનાથ ઉપાશ્રય ગીત ગુજરીઉપાશ્રય, શ્રમજીવી ઉપાશ્રય જૈન ચાલ ઉપાશ્રય નાલંદા ઉપાશ્રય અજરામર રામકૃષ્ણઉપાશ્રય, વૈશાલી નગર ઉપાશ્રય જંકશન પ્લોટ ઉપાશ્રય રેસકોસ પાર્ક ઉપાશ્રય લોટ ઉપાશ્રય ઉવસ્સ ગંહરસાધના ભવન ખાતે પ્રતિક્રમણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
મનહર પ્લોટ જૈન સંઘ શેઠ પૌષધશાળા
ગોં.સં.સરળસમ્રાટ ગાદીપતિ ગુરૂદેવનો પૂ. ગિરીશમુનિ મ.સા. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી એવમ ગુરૂણીમૈયા. અમૃતબાઈ મ.,પૂ. સમજુબાઈ મ.,ના સુશિષ્યા મધુરભાષી સાધ્વીરત્ના બા.બ્ર.પૂ. શ્રી મનહર પ્લોટ સ્થા. જૈન સંઘ શેઠ પૌષધશાળાના પાવન પ્રાંગણે ચાતુર્માસ કલ્પ સુપેરે પસાર કરી રહ્યા છે. બીજા શ્રાવણ વદ-14 મંગળવાર તા.12થી જેમનો મંગલ પ્રારંભ થઇ રહેલ છે. એવા જૈનોના મહાન પર્વાધિરાજ પર્વના મંગલકારી દિવસોમાં ઉત્કૃષ્ટ આયોજનના સથવારે જ્ઞાન, દર્શન, ચારીત્ર અને તપની સાધના આરાધનાથી ભવ્યતાથી ઉજવાશે.
સાધ્વી ભગવંતની પ્રભાવશાળી નિશ્રામાં તા.12 મંગળવારથી તા.19 મંગળવારના સવારના 9:15 થી 10:30ના વ્યાખ્યાન સમયે વિવિધ વિષયો ઉપર પરમાત્માની જિનવાણી ફરમાવશે અને બપોરના 3.30 થી 4.30 વિવિધ જાણ સાથે ધાર્મિક સ્પર્ધા રહેશે. જેમાં તા.12ના સવારે ‘આરાધનાનું એલાર્મ અને બપોરના મંગલકર જાપ તા.13ના મોક્ષ એટલે શું? અને સ્વસ્તિક જાપ, તા.14ના ‘વિસામાનો વડલો જિનવાણી’ અને પાંસઠીયા જાપ તા.15ના ‘માનવજીવનની સાર્થકતા સેમાં’ અને નવકારમંત્રના વિવિધ રાગ પરથી જાપ તા.16 મહાવીર જયંતિના ‘પ્રગટ્યો શાસન સિતારો’ અને ૐ કાર જાપ તા.17ના ‘શ્રધ્ધાનો દિપક’ અને નવકાર મહામંત્ર તા.18ના ‘ધર્મ કોના માટે’ અને વન મિનિટ તા.19 સંવત્સરી મહાપર્વના ‘સંવત્સર દુશ્માનવટનું રાજીનામું’ અને સંવત્સરી વ્યાખ્યાન બાદ 10.45 થી 11.45 સમૂહ આલોચના રાખવામાં આવેલ છે.
પર્યુષણ પર્વના રૂડા દિવસોમાં હાસ્ય કલાકાર જય છનીયારા તથા અંધ મહિલા વિકાસ ગૃહના પ્રજ્ઞાચક્ષુ બહેનો પોતાનો આગવો કાર્યક્રમ રજૂ કરશે.
પર્યુષણ પર્વના આ રૂડા આત્મકલ્યાણના દિવસોમાં તપ, જાપ, વ્યાખ્યાન, વાણીનો સૌ ધર્મપ્રેમી ભાઇઓ-બહેનોને લાભ લેવા સંઘ પ્રમુખ ડોલરભાઇ કોઠારીએ અનુરોધ કરેલ છે.
ગીતગુર્જરી જૈન ઉપાશ્રય
શ્રી ગીતગુર્જરી ઉપાશ્રયમાં ચાતુર્માસ કલ્પ અર્થે ગોંડલ સંપ્રદાયના પરમ શ્રદ્ધેય પૂ.ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી પૂ. શ્રી નવલ-કુંદન-પુષ્પ ગુરુણીના સુશિષ્યા સરલ સ્વભાવી પૂ.સુશીલાજી મ.સ., પૂ.ઉષાજી મ.સ., પૂ. પ્રવીણાજી મ.સ. પૂ.પુનીતાજી મ.સ. આદી ઠાણા 4 સુખ શાતામાં બીરાજે છે. ચાતુર્માસ દરમ્યાન શ્રી સંઘમાં કપલ જાપ, દયા વ્રત આરધના, સમૂહ આયંબિલ, વડીલ વંદના, અમૃત આરાધના તપ, નિત્ય ત્રિરંગી સામાયક વિગેરેના અનુષ્ઠાન થયેલ. પર્વાધિરાજના આઠ દિવસ આયોજનો સવારે 5:00 રાઇઅ પ્રતિક્રમણ, સવારે 6:30 થી 7:15. સમુહ પ્રાર્થના, વિવિધ વિષય પર પ્રવચન પ્રેરણા અમૃત દરરોજ સવારે 9:00 થી 10:30, તા. 12-9-23 ધર્મદીપ પ્રગટાવીએ, તા. 13-9-23 તપ દીપ પ્રગટાવીએ, તા.14-9-23 દાન દીપ પ્રગટાવીએ, તા. 15-9-23 ચારિત્ર દીપ પ્રગટાવીએ, તા. 16-9-23 પ્રભુ ભક્તિ દીપ પ્રગટાવીએ, તા.17-9-23 જ્ઞાન દીપ પ્રગટાવીએ, તા. 18-9-23 દયા દીપ પ્રગટાવીએ, તા. 19-9-23 ક્ષમા દીપ પ્રગટાવીએ, સંવત્સરી આલોચના, સમય 10:45 થી 12:00 આત્મશુદ્ધિ દીપ પ્રગટાવીએ વિવિધ કાર્યક્રમ, બપોરના વિવિધ કાર્યક્રમ (બહેનો માટે) સમય 3:30 થી 4:30, તા. 12-9-23 શ્રાવિકા જ્ઞાન શિબિર, તા. 13-9-22 પહેચાનો પાત્રને, તા.14-9-23 પહેચાનો નારીને, તા. 15-9-23 પહેચાનો ચિત્રને, તા. 16-9-23 પહેચાનો પ્રભુને, તા. 17-9-23 પહેચાનો અંકને, તા. 18-9-23 સમુહ જાપ, સાંય પ્રતિક્રમણ 6:30 કલાકે તા.ક. દરરોજ વિવિધ વિષયના પરના પ્રવચન નું આયોજન “ભાભા કૃપા” 8, ગીતગુર્જરી સોસાયટીમાં રાખેલ છે. આવો સૌ સાથે મળી આપણાં પર્વાધિરાજ પર્યુષણ પર્વને વધાવીએ અને વિવિધ આરાધનાનો બહોળી સંખ્યામાં લાભ લઇએ.
રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ- સી.એમ.શેઠ પૌષધશાળો
ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ ગુરુદેવ રતિલાલજી મ.સાહેબ તથા સાધક ગુરુદેવ પૂ. હસમુખમુની મ. સાહેબના એવમ પૂ મુક્ત-લીલમ ગુરુની ના સુશિષ્ય સનંદાજી પૂ. સુમતિબાઈ મહાસતીજી આદી ઠાણા 6 ની નિશ્રામાં તા. 12.09.23.થી તા. 19.09.23 સુધી પર્વાધિરાજ પર્યુષણપર્વનું આયોજન શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સી.એમ.શેઠ પૌષધશાળા -ઓમાનવાળા ઉપાશ્રય ખાતે કરવામાં આવેલ છે. પર્યુષણના આ અતિ પાવન પ્રસંગે જૈન સમુદાયમાં દરરોજ તપ, ધ્યાન, આરાધના, પ્રતિક્રમણ, પૌષધ, અઠ્ઠાઈ સહિતની શ્રધ્ધા ભકિત ભાવના જોવા મળશે. સતત આઠ દિવસ સુધી ઉપાશ્રયોમાં જ્ઞાન-પ્રવચન માટે ભાવિકો પધારશે. આ આરાધનામાં ઉત્સાહ-જોમ-જોશ વધારવાને પાવન બનાવવા પર્વાધિરાજ પયુર્ષણ પર્વના દિવસો આવી રહયા છે.
આ પર્વને વધાવવા નવતર અભિયાનો નીચે મુજબ રાખવામાં આવ્યા છે. પ્રાર્થના સવારે 6:30 થી 7:15 વાગ્યે, વ્યાખ્યાન સવારે 9:15 થી 10:30 કલાકે, બપોરે ધાર્મિક ગેમ્સ 3:15 થી 4:30, સંધ્યા કાલીન પ્રતિક્રમણ રોજ 7 થી 8 કલાકે રોયલપાર્ક ઉપાશ્રયે રાખવામાં આવેલ છે. બપોરના સમયે વિવિધ વેરાયટી સાથેની ગેઈમ તથા સ્પર્ધા સહિતના આઠેય દિવસના અનોખા આયોજન રાખવામાં આવેલ છે. સવારના કાર્યક્રમોમાં તા. 20.09.23 એ પારણા મહોત્સવ-ક્ષમાપના સવારે 9.00થી 9.30 રાખવા આવેલ છે. મહાવીર જયંતિ ઉપલક્ષ સપનાનો સેવા સમિતિ મહિલા મંડળો પુત્રવધુ મંડળ ટ્રસ્ટી મંડળો સર્વે આયોજનો ગોઠવી રહ્યા છે.
શેઠ ઉપાશ્રય જૈન સંઘ
શેઠ ઉપાશ્રય જૈનસંઘમાં માતૃશ્રી વિજયાબેન માણેકચંદ શેઠ ઉપાશ્રયમાં ચાતુર્માસ બિરાજમાન પૂ.પ્રાણ-રતિ-ગિરિ-જનક ગુરૂ પરિવારના પૂ.મનોહર મુનિ.મ.સા.ના સાધ્વીબેનો તથા પૂ.જન મન-પ્રસન્ન ત્રણેય ગુરૂદેવના કૃપા પાત્ર તેમજ મુક્ત મિલન ઉષા ગુરૂણીના સુશિષ્યામાં પૂ.નંદાજી મ.સા., પૂ.સુનંદાજી મ.સ., પૂ.નલિનીજી મ.સ. ઠાણા-3ની પાવન નિશ્રામાં શ્રીસંઘ દ્વારા વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવેલ છે.
શ્રી રેસકોર્ષ પાર્ક સ્થા.જૈન સંઘ
ચાતુર્માસ ગોંડલ ગચ્છ સંત શિરોમણી તત્વચિંતક આધ્યાત્મ પ્રેમી જસરાજ્જી મ. સ. ના શિષ્ય સાહિત્ય પ્રેમી પૂ.દેવેન્દ્રમુનિ મ. સા.ની પાવન નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ તા.12-09-2023 મંગળવાર થી તા.19-09-2023 મંગળવાર, સંવત્સરી મહાપર્વ જપ – તપ આરાધનાથી શ્રી સંઘમા ઉજવાશે.પાવન પર્યુષણ પર્વની આધ્યાત્મિક પ્રવચન શ્રેણી તા.12 મંગળવાર ” નિજ ધરને સાંભળો ” તા.13, તા.14 ગુરુવાર, ” ધન દે ધનાધન ” તા.15 શુક્રવાર, ” તું તને જાણી લે ” તા.16 શનિવાર” કલ્યાણક મહાવીરનું, કલ્યાણ આપણું” તા.17 રવિવાર”શોધું શોધું ને ના મળે ” તા.18 સોમવાર ” એ આગ કબ બુઝેગી ” તા.19 મંગળવાર” વેર ને વિરામ” ” આરાધના નો અમૃત કુંભ” ” આલોચના” પ્રવચન માળાપ્રવચન નો સમય દરરોજ સવારે 9-30 કલાક થી રહેશે.
પર્યુષણ પર્વના સંત-સતિજીઓ આરાધનાનો આપશે લાભ
ધર્મ નગરી રાજકોટમાં સ્થાનકવાસી સમુદાયના ઉપકારી પૂ.ગુરુવર્યો, સંત – સતિજીઓ ચાતુર્માસ દરમ્યાન પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં લાભ આપવાના છે. જેમાં ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુવર્યો પૂ.ગુરુદેવ દેવેન્દ્ર મુનિ મ.સા., રેસકોર્સ પાર્ક ઉપાશ્રય પૂ.ગુરુદેવ રાજેશમુનિ તથા પૂ.તત્વજ્ઞમુનિ મ.સા., સુમતિનાથ સંઘ,
ગીતા નગર 7 અ, પૂ.હર્ષમુનિ મ.સા. તથા પૂ.રત્નેશમુનિ મ.સા., પાશ્ર્વેનાથ જૈન સંઘ, જનતા સોસાયટી, પૂ.ગુરુદેવ સુશાંત મુનિ મ.સા. ( આરોગ્યને કારણે) શ્રી રામ એપા.સરદાર નગર શેરી નં.14, પૂ.ગુરુદેવ મનીષ મુનિ મ.સા.તથા પૂ.મયુર મુનિ મ.સા.( જ્ઞાન ગચ્છ સંપ્રદાય ) સમર્થ શ્રદ્ધા, ઢેબર રોડ તેમજ
ગોંડલ સંપ્રદાયના પૂ.મહાસતિજીઓ.. પૂ.વનિતાબાઈ મ.સ.આદિ ઠાણા, મહાવીર નગર ઉપા., પૂ.જયોતિબાઈ મ.સ., પૂ.સ્મિતાબાઈ મ.સ.આદિ ઠાણા.. હીરક આરાધના ભવન, સદ્દગુરુ ટાવર,કાલાવડ રોડ, પૂ.રંજનબાઈ મ.સ., પૂ. સોનલબાઈ મ.સ.આદિ ઠાણા.. નાલંદા ઉપા., પૂ. હંસાબાઈ મ.સ.આદિ ઠાણા…, વૈશાલી નગર સંઘ, પૂ.હસુતાબાઈ મ.સ., પૂ. હર્ષિદાબાઈ મ.સ., વીમલનાથ ઉપા., સાધુ વાસવાણી રોડ, પૂ.નીલમબાઈ મ.સ., પૂ. પ્રમિલાબાઈ મ.સ., જંકશન પ્લોટ ઉપા. પૂ.સરોજબાઈ મ.સ., પૂ.કુસુમબાઈ મ.સ. વૈશાલી નગર સંઘ, પૂ.ગુણીબાઈ મ.સ., પૂ.લીનાબાઈ મ.સ., ભક્તિનગર ઉપા., પૂ.ઉષાબાઈ મ.સ., પૂ.વીણાબાઈ મ.સ.આદિ ઠાણા.., શ્રમજીવી ઉપા., પૂ.સુશિલાબાઈ મ.સ.આદિ ઠાણા..
ગીત ગૂર્જરી ઉપા., પૂ.કિરણબાઈ મ.સ. (પૂ.સમરતબાઈ મ.સ.પરિવાર ), જૈન ચાલ ઉપા., પૂ.કિરણબાઈ મ.સ.., આરાધના ભવન, વીતરાગ સો.ફલેટ, પૂ.ભાનુબાઈ મ.સ.આદિ ઠાણા.., સરદારનગર ઉપા., પૂ.શાંતાબાઈ મ.સ.આદિ ઠાણા.., જનકલ્યાણ ‘જય જિનેન્દ્ર ’ , પૂ.વિજયાબાઈ મ.સ.આદિ ઠાણા..
સદર ઉપાશ્રય, પૂ.સાધનાબાઈ મ.સ., પૂ.સંગીતાબાઈ મ.સ. રાજગીરિ, પૂ.સરલાબાઈ મ.સ. મનહરપ્લોટ ઉપા., પૂ.વનિતાબાઈ મ.સ.આદિ ઠાણા.., નેમિનાથ – વીતરાગ ઉપા., પૂ.દીક્ષિતાબાઈ મ.સ., સદર ઉપા., પૂ.સુમતિબાઈ મ.સ.આદિ ઠાણા.., રોયલ પાર્ક ઉપા., પૂ.વિનોદીનીબાઈ મ.સ., પૂ.ભાવનાબાઈ મ.સ., હેતલ એપા.6/14 જાગનાથ પ્લોટ, પૂ.નંદાબાઈ મ.સ.,પૂ.સુનંદાબાઈ મ.સ.આદિ ઠાણાં, શેઠ ઉપા., પૂ.સુનિતાબાઈ મ.સ.આદિ ઠાણાં.., સદર ઉપા., પૂ.કુસુમબાઈ મ.સ.આદિ ઠાણા., શીતલનાથ ઉપા. મીલપરા 7 અ, પૂ.ચંદનબાઈ મ.સ.આદિ ઠાણા.., ઋષભાનન જૈન ઉપા., નાગેશ્વર,જામનગર રોડ, પૂ.અર્પિતાજી મ.સ.આદિ ઠાણા…, ઋષભદેવ ઉપા., પૂ.જયશ્રીબાઈ મ.સ.આદિ ઠાણા… (ગોંડલ સંઘાણી સંપ્રદાય ), શ્રી સ્થા.જૈન મોટા સંઘ,વિરાણી પૌષધશાળા, પૂ.ઉર્મિલાજી મ.સ.આદિ ઠાણા.. ( ગોંડલ સંઘાણી સંપ્રદાય ) ધર્માલય,આત્મિય કોલેજ પાસે, પૂ.શોભનાજી મ.સ.,પૂ.ગીતાકુમારીજી મ.સ.આદિ ઠાણા.. (અજરામર સંપ્રદાય ), અજરામર ઉપા.
શ્રી શેઠ ઉપાશ્રય જૈન સંઘ
આગમ દિવાકર પૂ. જનકમુની મ. સાહેબના એવમ લીલમ પરિવારના સુશિષ્ય પૂ. મુક્ત નંદા-સુનંદા-પૂ.નલીનીજીબાઈ સ્વામી ઠાણા-3 નિ મિશ્રામાં શ્રી શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે તા.12/09/23 થી તા.19/09/23 સુધી પર્વાધિરાજ પર્યુષણપર્વની શાનદાર ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. પર્યુષણના આ અતિ પાવન પ્રસંગે જૈન સમુદાયમાં દરરોજ તપ, ધ્યાન, આરાધના, પ્રતિક્રમણ, પૌષધ, અઠ્ઠાઈ સહિતની શ્રધ્ધા ભકિત ભાવના જોવા મળશે. સતત આઠ દિવસ સુધી ઉપાશ્રયોમાં જ્ઞાન-પ્રવચન માટે ભાવિકો પધારશે. આ આરાધનામાં ઉત્સાહ-જોમ-જોશ વધારવાને પાવન બનાવવા પર્વાધિરાજ પર્યુષણ પર્વના દિવસો આવી રહયા છે. આ પર્વને વધાવવા નવતર અભિયાનો રાખવામાં આવ્યા છે. પ્રાર્થના સવારે 6:30 થી 7:00 વાગ્યે, વ્યાખ્યાન સવારે 9:30 થી 11:30 કલાકે, બપોરે ધાર્મિક ગેમ્સ 4:00 થી 5:00, સંધ્યા કાલીન પ્રતિક્રમણ રોજ 7 થી 8 કલાકે શેઠ ઉપાશ્રયે રાખવામાં આવેલ છે. બપોરના સમયે વિવિધ વેરાયટી સાથેની ગેઈમ તથા સ્પર્ધા સહિતના આઠેય દિવસના અનોખા આયોજન રાખવામાં આવેલ છે. મહાવીર જયંતિ-14 સ્વપ્નની ઉછામણી, જૈન હાઉઝી, આત્માની બેંક બેલેન્સ, ખામેમિ સવ્વે જીવા…જાપ વિગેરે. દરેક ભાવુકોએ ખાસ માસ્ક પહેરીને જ ઉપાશ્રયમાં પધારવાનું રહેશે. વા સમિતિલ ટ્રસ્ટી મંડળલ ગરિમા વિજયાબા મંડળલ યુવા મંડળલ પ્રાર્થના મંડળલ ગોંડલ મંડળલ વિગેરેની આગેવાનીમાં આયોજન થઈ રહ્યા છે.