ગુરૂવારે રાતે ભકિતભાવ સાથે હોલીકા દહન બાદ શુક્રવારે લોકો મન મૂકીને રંગોથી રમ્યા
રાજકોટ
રાજકોટ સહિત સમ્રગ સૌરાષ્ટ્રમાં પર્વની ભારે હર્ષાોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગુરુવારે ગામે ગામે રાત્રે ભકિતભાવ સાથે હોલીકા દહન કરવામાં આવ્યું હતું. જયારે શુક્રવારે લોકો મંદી, મોંધવારી સહીતના પ્રશ્ર્નોને વિસરી મન મૂકીને રંગોથી રમ્યા હતા.
માણાવદર
માણાવદર શહેરમાં ઠેર ઠેર હોલીકા દહન નો કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આસૂરી શક્તિ અહંકાર ઉપર ભકિત ની શક્તિ ના વિજયનું પર્વ એટલે હોળી – ધૂળેટી પર્વ પરંપરા ગત મુજબ માણાવદર શહેરના રધુવીર પરા, ગિરીરાજ નગર , દલિત વાસ , માવજી જીણા સોસાયટી બાગદરવાજા સહિતના વિસ્તારો માં સ્થાનિક યુવાનો દ્વારા છાણાં – લાકડાં એકઠા કરી હોળી પ્રગટાવવા માં આવી હતી માણાવદર તાલુકા ની સૌથી વિશાળ હોળી બાગદરવાજા પાસે આવેલ પટાંગણ માં દર વર્ષે હોલીકા ઉત્સવ ઉજવાય છે
ધોરાજી
ધોરાજી મા ઠેર ઠેર હોળી પ્રગટાવી હતી પરંપરાગત મુજબ જ હોળી પ્રગટાવી ને શ્રધ્ધાળુઓ એ તેમાં શ્રીફળ ઘાણી ચણા ખજુર હારડા પતાસા સહિતનાં દ્રવ્યો ની આહુતિ આપીને પુજા અર્ચના કરીને અને જળ અધરય આપીને પ્રદક્ષિણા કરીને સારી તંદુરસ્તી અને સુખમય જીવનની પ્રાર્થના પણ શ્રદ્ધાળુઓ એ કરી હતી.
વડિયા
અમરેલીના વડિયા ગામે આંબેડકર નગરમાં કોઈપણ બાળક નો જન્મ થયો હોય અને તેની પહેલી હોલિકા આવતી હોય તે બાળક ને વરરાજો બનાવી ને વાજતે ગાજતે હોલિકા ના દર્શન કરાવી ને હોલિકા દહન ઉત્સાહભેર ઉત્સવ ઉજવે છે તેમજ ડીજે ના ધબકારે નાચ ગાન અને રાસ ની રમઝટ સાથે હોલિકા દહનના ઉત્સવ ને ઉજવાયો હતો.
અમરેલી ના વડિયા ગામે આંબેડકર નગરમાં રહેતા સંતોષભાઈ સૌંદરવા દીકરો અને મુકેશભાઈ સૌંદરવા ના સપુત્ર ને વરરાજો બનાવી ને પોતાના ઘર થી હોલિકા સુધી વાજતે ગાજતે ડીજે ના ધબકારે નાચગાન સાથે આંબેડકર નગરના લોકો એ હોલિકાદહન ના ઉત્સવ ને ઉજવ્યો અને દર વર્ષે આજ રીતે હોલિકાદહન ના ઉત્સવની ઉજવણી કરે છે.
દ્વારકા
દ્વારકા સૌથી જુની ગણતી સરકારી કોળી બાદ સૌથી મહત્વના એવા હોળી ચોક ખાતે છેલ્લા ૧૪૭ વર્ષથી હોળી પર્વમાં હોલીકા દહન કાર્યક્રમ ગીત સંગીત તથા કિર્તન સાથે પારંપરિક ઢબે ઉજવાય છે.
દ્વારકાધીશ સંગ હોળી ઉત્સવ અને ત્યારબાદ ફુલડોલ ઉત્સ્વ મનાવવા દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ભાવિકો દ્વારકા પહોંચી ચુકયા છે. અને છેલ્લા બે ત્રણ દિવસથી જથત મંદીરમાં ઠાકોરજીના દર્શન હજારો ભાવિકની ભીડ જોવા મળે છે. આજે ફાગણી પુનમના હજારો ભાવિકોએ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કર્યુ હતું. તંત દ્વારા મંદીર પરિસરમાં સમિયાણા બંધાયા છે. અને યાત્રીકોની સુખસુવિધા માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે.
વેરાવળ
હોલિકા ઉત્સવ નિમિત્તે સમસ્ત ભોઈ સમાજ – વેરાવળ દ્વારા દર વર્ષે કાળભૈરવ ની વિશાળ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે છે પથ્થર, ભીની માટી, વાંસ બનાવી રંગબેરંગી ચમકતા કાગળો, તથા ફુલો ને આભૂષણો દ્વારા દ્વારા પારંગત કાર્યકર્તાઓ વિશાળ કાળભૈરવ દેવતા નુ સ્વરૂપ
આપે છે.
સંપુર્ણ મૂર્તિ તૈયાર થયા બાદ હોળી ના આગલા દિવસે મધ્યરાત્રિએ પ્રતિષ્ઠા કરી ઉત્સવનો પ્રારંભ થાય છે. ભોઈ સમાજના આગેવાનો ને વિડીલો તથા ભાઈઓ બહેનો ને વેદ મંત્રોચાર સાથે પૂજન થાય છે. ત્યારબાદ ભગવાન ભૈરવનાથના દર્શન માટે શહેર ના શ્રેષ્ટીઓ, અગ્રણીઓ તેમજ શહેરની ધર્મપ્રેમી જનતા નો સેલાબ કાળભૈરવ ના દર્શન માટે ઉમટી
પડે છે.
જામજોધપુર
જામજોધપુર પંથકમાં લોકોએ ભાવપૂર્વક ઉજવણી કરેલ જેમાં જામજોધપુર ના આઝાદ ચોક સ્ટેશન રોડ (ધર્મશાળા) લીમડા ચોક તેમજ જામજોધપુર તાલુકાના ધુનડા ગામે આવેલ સતપુરણધામ આશ્રમે સત હરિરામ વિદ્યાલય મુકામે હોળીની ઉજવણી કરવામાં આવી હતી.
ઓખા
ઓખા મુકામે હોલીકા ઉત્સવ સાથે ધુળેટીની ધામ ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હોળીની રાત્રે ગામના તમામ વિસ્તારોમાં આવેલી ર૧ હોળીમાં હોલીકા દહન કરવામાં આવ્યું હતું. તથા સવારે ધુળેટીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આ ઉજવણીની વિષેશતા એ હતી કે માત્ર અબીલ ગુલાલ અને ફૂલોના રંગો થી જ ધુળેટી રમવામાં આવી હતી.