સૌરાષ્ટ્રભરમાં રંગોના પર્વ ધૂળેટીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગામે ગામ બુધવારે રાત્રે હોલીકા-દહન કરવામાં આવ્યું હતું. લોકોએ ભાવભેર હોળીની પ્રદિક્ષીણા કરી ધનયતા અનુભવી હતી. બાદમાં ગઇકાલે એકબીજા પર રંગોની છોળો ઉડાીડીને ધૂળેટીના પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.DSC 0432

ઠેક-ઠેકાણે લોકોએ પોતાના પરિવાર, સ્નેહીજનો, પાડોશીઓ તેમજ મિત્રો સાથે મળીને ધૂળેટીના પર્વનો આનંદ માણ્યો હતો. આ સાથે ઘણા ખરા લોકો રંગે રંગાઇને ડીજેના તાલે ઝુમ્યા પણ હતા આમ ગામે ગામ એકબીજા પર રંગો ઉડાડીને હર્ષોલ્લાસ સાથે ધુળેટીના પર્વની મજા માણી હતી.DSC 0281

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.