૩૯ કોરોના વોરિયર્સના સન્માન સાથે વૃક્ષારોપણ કરાયું
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા દેશના ૭૪માં સ્વાતંત્ર્ય દિનની શહેર કક્ષાની ઉજવણી રાજકોટ સ્થિતિ ચૌધરી હાઇસ્કુલ ખાતે શાનદાર રીતે કરવામાં આવી હતી. અધિક નિવાસથી કલેકટર પરિમલ પંડયાએ દેશની આન,બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ પરેડનું નિરિક્ષણ કર્યુ હતું. આ મહામુલી આઝાદીના ૭૪માં સ્વાતંત્ર્ય પર્વે સૌ નાગરીકોને અખંડ ભારતના વિકાસ અને સમૃધ્ધી માટે સહભાગી થવા અનુરોધ કરતાં અધિક નિવાસી કલેકટર પરીમલ પંડયાએ ૧૫ ઓગષ્ટના સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા પાઠવી હતી. દેશની આઝાદીના લડવૈયાઓ-શહીદોને શ્રધ્ધાંજલી પાઠવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌ નાગરિકો ને જણાવ્યુ હતુ કે કોરોના સંક્રમણને કારણે લોકોની મુશ્કેલી દુર કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજય સરકારે અનેક નોંધપત્ર કામગીરી બજાવી છે. જેમાં સર્વે ભવન્તુ સુખિન-સર્વે ભવન્તુ નિરામયાના સૂત્રને સાર્થક કરતા રાજકોટ ખાતે રૂપિયા ૧૫૦ કોરોડના ખર્ચે નવનિર્મિત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોવીડ-૧૯ની સારવાર અર્થે ૫૦૦થી વધુ બેડની આઈ.સી.યુ. તેમજ ઓક્સીજન અને વેન્ટીલેટરની સુવિધા સાથે ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ ઉપરાંત સમરસ હોસ્ટેલ ખાતે ખાસ કોવીડ કેર સેન્ટર તૈયાર કરી દર્દીઓની આઇસોલેશન અને કવોરન્ટાઇનની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ હતી. આ કામગીરીમાં ૫૦ તબીબો, ૧૫૦થી વધુ નર્સ સહિત જિલ્લા વહિવટી તંત્ર, પોલીસ સ્ટાફ અને સામાજીક સ્વૈચ્છીક સંસઓએ નિષ્ઠાપૂર્વક કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવી છે.
જેમાં મેડીકલ સારવાર, મનોચિકત્સાવડે સાંત્વના, લોકોને વિનામુલ્યે અને રાહત દરે રાશન મળે, ગંગાસ્વરૂપ બહેનોને સહાય કે પછી પર શ્રમીક સ્પે. ટ્રેન દ્વારા ૧લાખથી વધુ પરપ્રાંતિય શ્રમિકોને માનભેર વતન પહોંચાડવાના હોય કે ૧૨ લાખથી વધુ જરૂરીયાતમંદ લોકોને વીના મૂલ્યે રાશન વિતરણ, ફુડ પેકેટે વિતરણ આ તમામ કામગીરીમાં આપણે સરકારના લોક કલ્યાણના ઉદેશોને સિધ્ધ કરવા દિન રાત કામ કર્યુ છે. હું આજના આ પર્વે આ સમયમાં પોતાની અને પરિવારની પરવા કર્યા વગર કામ કરનાર તમામ કર્મચારી અને અધિકારી મિત્રો અને સેવા ભાવી સંસ્થાના કાર્યકરોને અભિનંદન આપું છું. આ તકે તેઓએ કોરોના સામેના જંગમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂા. ૯ કરોડથી વધુ તથા પી.એમ. રાહતનિધિમાં રૂપીયા એક કરોડથી વધુનું દાન આપનરા શ્રેષ્ડીઓને પણ વિશેષરુપે બીરદાવ્યા હતા. આ પ્રસંગે રાજકોટના કોરોના સામેના જંગમાં કોરોના વોરીયર્સ એવા ૩૯ વ્યક્તિ વિશેષોનું સન્માન કરાયું હતું. ત્યારબાદ નિાવસી અધિક કલેકટર પંડયા અને મહાનુભાવોના હસ્તે ચૌધરી હાઇસ્કુલના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્યો ગોવીંદભાઇ પટેલ, અરવીંદભાઇ રૈયાણી, જિલ્લા ગ્રાામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. પટેલ, પ્રાંત અધિકારી (રાજકોટ શહેર-૧) સિર્ધ્ધા ગઢવી, મામલતદારો વી.એલ.ભગોરા અને સી.એમ.દંગી સહિત સંબંધિત વિભાગના અધિકારીઆ-પદાધિકારીઓ તા મોટી સંખ્યામાં શહેરીજનો આઝાદીના પર્વમાં સામેલ થયા હતા.