શોભાયાત્રા, ધર્મસભા, મહાઆરતી, મનોરથ દર્શન, યમુનાષ્ટક, સર્વોતમ સ્તોત્રના પાઠ, મહાપ્રસાદ સહિતના આયોજન; હવેલીઓમાં નિતનવા શણગાર; વૈષ્ણવસૃષ્ટિ આનંદવિભોર; રાજકોટની વૈષ્ણવ સંસ્થાઓ દ્વારા ગાયોને ઘાસચારો, નિરાશ્રીતો-વૃધ્ધાશ્રમોમાં ભોજન-આઈસ્ક્રીમ; જેવા સેવાકીય પ્રકલ્પો

જગદગુ‚ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના આજે ૫૪૨મો પ્રાગટયોત્સવની ગામોગામ ઉજવણી થશે સમગ્ર વૈષ્ણવસૃષ્ટિ ચૈત્રવદી અગિયારસે મહાપ્રભુના જન્મોત્સવની ઉજવણી કરે છે. જે અંતર્ગત આજે રાજકોટ ઉપરાંત જસદણ, ટંકારા, ગોંડલ, ઢાંક સહિતના ગામોમાં વૈષ્ણવ હવેલીઓ દ્વારા રંગેચંગે જન્મોત્સવ મનાવવામા આવશે. ભકિતભાવ ભેર પ્રાગટયોત્સવ ઉજવવા વૈષ્ણવજનો આજે ભાવવિભોર બન્યા છે.

વિવિધ હવેલીઓને નીતનવા શણગાર કરાયા છે. તો મહાપ્રભુજીના પણ આજે અલૌકિક દર્શન થઈ રહ્યા છે. આજે વૈષ્ણવો દ્વારા ઠેર ઠેર ભવ્ય શોભાયાત્રા, ધર્મસભા, મહાઆરતી, દર્શન-કિર્તન, યમુનાષ્ટક, સર્વોતમ સ્તોત્રના પાઠ, મહાપ્રસાદ, રાજભોગ મનોરથ દર્શન સહિતના આયોજનો થયા છે.

રાજકોટમાં આજે સાંજે લક્ષ્મીવાડી હવેલી ખાતેથી વિરાટ શોભાયાત્રા પ્રસ્થાન થશે. આ શોભાયાત્રામાં મહાપ્રભુજીનાં સ્વ‚પને સુખપાલ (પાલખી)માં પધરાવી અનેકો આચાર્ય તથા મહાનુભાવો પ્રસ્થાન કરાવશે. શોભાયાત્રા દરમ્યાન ભાવિકો માટે ઠેર ઠેર ઠંડાપીણા, શરબત, કોલ્ડ્રીંકસનું પણ આયોજન કરાયું છે.ત્યારબાદ ગૌસ્વામી આચાર્યોના પ્રવચનો તથા વધાઈ કિર્તન ગાન થશે. વૈષ્ણવ સમુદાય મહાપ્રભુજીને પ્રસન્ન કરવા આનંદભેર ભકિતભાવ થશે.

વલ્લભનામ ધારી બાલકે માત્ર ૧૧ વર્ષની ઉંમરે શ્રીકૃષ્ણની પ્રાપ્તી માટે માર્ગ સુચવ્યો જે પુષ્ટિ માર્ગ કહેવાયો

ચૈત્રવદી એકાદશીને મંગળવાર એટલે કે આજે પુષ્ટિ પ્રવર્તક અખંડ ભૂમંડલાચાર્ય જગદગુ‚ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો ૫૪૨મો પ્રાગટય ઉત્સવ જે ભારતભરમાં દિવ્યતા અને ભકિતભાવ સાથે મનાવવામાં આવે છે.૧૬મી સદીના પ્રારંભે મોગલોનાં સામ્રાજયવાદ અને વિધર્મીઓના અતિક્રમણવાદ સામે ધર્મ અને સંસ્કૃતિની રક્ષા અને પાલન જયારે અસંભવ જણાતા હતા.

ત્યારે દક્ષિણના તૈલંગ પ્રાંતના એક બ્રાહ્મણ પરિવારમાં દિવ્યબાલકનો પ્રાદુર્ભાવ અગ્નિકુંડમાંથી થયો વલ્લભનામધારી એ બાલકે માત્ર ૧૧ વર્ષની ઉંમરે સમગ્ર વેદ શાસ્ત્રો, ઉપનિષદો અને ભાગવદજીનું અધ્યયન દોહન કરી વિશ્વને શુધ્ધાદ્રૈત પુષ્ટિ માર્ગના પ્રવર્તન સાથે સેવા અને ભકિતદ્વારા પરબ્રહ્મ શ્રી કૃષ્ણની પ્રાપ્તી માટેનો માર્ગ સુચવ્યો જે પુષ્ટિમાર્ગ કહેવાયો અને એના પ્રવર્તક ‘વલ્લભ’ને દુનિયા આજે મહાપ્રભુજીના નામથી ઓળખે છે.

એ વલ્લભાચાર્ય વંશની આજે લગભગ ૧૮મી પેઢીના આચાર્યવંશજો સંપ્રદાયની પ્રચાર પ્રસારની ધુરા સંભાળી અનુયાયીઓને ધર્મબોધ કરાવી રહ્યા છે. ભારત સહિત વિશ્વરમાં આજે લગભગ પાંચ કરોડથી પણ વધુ વૈષ્ણવ અનુયાયીઓ શ્રી કૃષ્ણની ભકિતનો મહિમા ગાન કરી જીવન ધન્ય કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.