વચનામૃત પુસ્તકના લેખક શુકાનંદ મુનિન ૧પ૦મી તીથીની સ્વામીનારાયણ મુખ્યમંદીરમાં ભવ્યાતિભવ્ય ઉજવણી
વડતાલમાં ઉજવાનાર વચનામૃત દ્વિ શતાબ્દી મહોત્સવ અંતરગત સ્વામીનારાયણ ભગવાનના લહિયા (લેખક)અને વચનામૃતના લેખનકર્તા શૂકાનંદ સ્વામી (શૂકમૂનિ) ની ૧પ૦મી અંતરઘ્યાન તીથીનો મહોત્સવ આજ રોજ સાંજના ૯ થી ૧ર કલાક સુધી સ્વામીનારાયણ મંદીરના વિશાળ એરકન્ડીશન્ડ સભા મંડપમાં તપોમૂર્તિ સદગુરુ હરિચરણદાસ સ્વામીની પાવન ઉ૫સ્થિતિમાં વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડની અનુમતિથી મંદીરના મંહત શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી સ્વામીના સાનિઘ્યમાં આ ઉત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે.
સ્વામીનારાયણ ભગવાનનો તેઓ લહિયા (લેખક) હતાં. અને વચનામૃત પુસ્તકના તેઓ લેખક કર્તા હતા. પાર્ષદ વર્ય કવિરાજ કાંતિભગતનો આ ઉત્સવમાં સંપૂર્ણ સહયોગ મળ્યો છે. દેવઉત્સવ મંડળ રાજકોટના સેવાભાવી પ્રમુખ જીતુભાઇ રાધનપરાના નેતૃત્વ નીચે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી, બાલાજી મંદીરના મહંત સ્વામી વંદનીય સદગુરુ વિવેકસાગરદાસજી મહંત ગાદીસ્થાન જેતપુર શાસ્ત્રી વ્રજવલ્લભદાસજી, ઉદયનગર રાજકોટ તથા પૂ. પૂર્ણપ્રકાશદાસજીસ્વામી રાજકોટ ગુરુકુળ તથા શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજીકણભા તથા વાસુદેવ સ્વામી, શાસ્ત્રી દેવપ્રકાશદાસજી સ્વામી, પૂજારી ભકતવત્સલદાસજી સ્વામી તથા ભંડારી આત્મજીવનદાસજી સ્વામી ખાસ ઉ૫સ્થિત રહેશે. દર્શન, પ્રવચન અને આશીર્વાદનો અલભ્ય લાભ આપશે. સભાનું સંચાલન દેવઉત્સવ મંડળના પ્રમુખ જીતુભાઇ રાધનપુરા કરશે.મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી સૌ હરિભકતોને આ પાવન ઉત્સવમાં પધારવા અનુરોધ કર્યો છે.