વિજયભાઈ રૂપાણીના હસ્તે આયુર્વેદ હોસ્પિટલનું લોકાર્પણ, વર્કશોપ, સેમિનાર, ચર્ચા, વાર્તાલાપ, વ્યાખ્યાન, મીટ, મંદિર શિલાન્યાસ અને સ્કોલરશીપ જેવા ૧૦ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમોની શ્રૃંખલા સર્જાશે
જાણીતી ગાર્ડી વિદ્યાપીઠ, જે એન્જીનિયરીંગ, એમ.બી.એ, એમ.સી.એ અને આયુર્વેદ જેવા ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે છેલ્લા એક દસકાથી ગુણવતા સભર શિક્ષણ અને વિદ્યાર્થી ઉત્કર્ષ પ્રત્યે અવિરત પણે કાર્યરત છે, એવી આ સંસ્થા તેની સફળ સફરના દસમાં મંગલ વર્ષમાં પ્રવેશ કરી રહી છે. આ દશાબ્દી વર્ષની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની હાજરીમાં આવતીકાલે ૧૦ બેનમૂન કાર્યક્રમોની વણઝાર દિવસભર, રાજકોટની ભાગોળે કાલાવડ રોડ પર અણંદપર-છાપરા પાસે ગાર્ડી વિદ્યાપીઠ કેમ્પસ ખાતે યોજાશે. જેની વધુ વિગત આપવા આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રાજકોટના શિક્ષણ ક્ષેત્રે પાયાની ભૂમિકા ભજવનાર જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન અને ટી.વી.મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૦૮માં સ્વ.દિપચંદભાઈ ગાર્ડીની પ્રેરણાથી રાજકોટની ભાગોળે છાપરા ગામ પાસે વિશાળ ૨૩ એકર જગ્યામાં ગાર્ડી વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી. રાજકોટમાં એન્જીનિયરીંગ અભ્યાસક્રમ શ‚ કરનારી પ્રથમ થીડિ સંસ્થાઓમાંની એક ગાર્ડી વિદ્યાપીઠ હંમેશા ગુણવતાસભર શિક્ષણ અને વિદ્યાર્થી ઉત્કર્ષને વરેલી કોલેજ તરીકેની ઓળખ ધરાવે છે. દશાબ્દી વર્ષ ઉજવણીના કાર્યક્રમોમાં ૨૫૦૦થી વધુ લોકો હાજર રહી આ ઐતિહાસિક ઉજવણીના ભાગીદાર બનશે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, અધ્યક્ષ તરીકે હાજરી આપી કાર્યક્રમની ગરીમા વધારશે અને ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને મહેમાનોને સંબોધીત કરશે. આ પ્રસંગે ૧૦ કાર્યક્રમો યોજાશે.
હોસ્પિટલ લોકાર્પણ: છેલ્લા બે વર્ષથી ગાર્ડી વિદ્યાપીઠ કેમ્પસ પર સૌરાષ્ટ્રની પ્રથમ સેલ્ફ ફાઈનાન્સ આયુર્વેદ કોલેજ, વી.એમ.મહેતા ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદની શ‚આત કરવામાં આવી છે. જે આયુર્વેદ મેડિસીન એન્ડ સર્જરી કોલેજ સાથે ૬૦ બેડની સ્વ.રમણીકલાલ શિવલાલ શાહ હોસ્પીટલ તૈયાર કરવામાં આવી છે. જેનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમ આવતીકાલે બપોરે ૨ વાગ્યાથી યોજાશે. આ તકે સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, મેયર ડો.જૈમન ઉપાધ્યાય, અંજલીબેન ‚પાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ગોવિંદભાઈ પટેલ, ધનસુખભાઈ ભંડેરી, ભીખાભાઈ વસોયા, કમલેશભાઈ મિરાણી, નિતીનભાઈ ભારદ્વાજ, પુષ્કરભાઈ પટેલ, કલેકટર વિક્રાંત પાંડે, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મ્યુનિ.કમિશનર બંછાનીધી પાની, સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, ગુજરાત આયુર્વેદ યુનિ.ના કુલપતિ સંજીવ ઓઝા, યુવા ભાજપના નેહલ શુકલા, ભરત બોઘરા, મેહુલભાઈ ‚પાણી, વિક્રમભાઈ ઉપાદ્યાય અને દોહા-કતાર ખાતે ગુજરાતી સમાજના પ્રમુખ હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
આયુર્વેદ વ્યાખ્યાન: બીજો કાર્યક્રમ આયુર્વેદ પર વ્યાખ્યાનનો રહેશે. જેમાં ગુજરાત આયુર્વેદ યુનિ.ના પ્રોફેસર ડો.પશમીના જોષી દ્વારા આયુર્વેદ સર્જરી ઈન રીસન્ટ એરા વિષય પર ૧૦:૩૦ થી ૧૧:૩૦ અને ડો.હિતેષ વ્યાસ દ્વારા ટ્રીટમેન્ટ બાઈ હોલિસ્ટીક મેડિસીન એન્ડ લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર ડિસીઝ પર ૧૧:૪૫ થી ૧૨:૪૫ યોજાશે.
એચ.આર.ઈન્ટરેકશન વિથ સ્ટુડન્ટ: ત્રીજો કાર્યક્રમ એચ.આર.ઈન્ટરેકશન વિથ સ્ટુડન્ટ યોજાશે. જેમાં ઈન્ડસ્ટ્રીસ અને ઈન્સ્ટીટયુશન વચ્ચે સર્જાતી ખીણને જોડતા પુલનું કામ કરાશે. આ કાર્યક્રમમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસના વાઈસ પ્રેસિડન્ટ એચ.આર.હરીશ ચતુર્વેદી, ઈન્ફોસ્ટ્રેચ કોર્પો.ના એચ.આર. વ્યોમા મજીઠીયા, ટીસીએસના કેમ્પસ હાયરીંગ મેનેજર મયંક સિંગ અને ટેક મહેન્દ્રાના એચ.આર.ધ્રુતિ ચૌહાણ દ્વારા ૧૦:૦૦ થી ૧૧:૩૦ સુધી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ યોજાશે.
એચ.આર.મીટ: આ કાર્યક્રમમાં રાજકોટ આસપાસની મોટી ઈન્ડસ્ટ્રીસના લોકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. જેમાં શાપર-વેરાવળ જીઆઈડીસીના પ્રમુખ રમેશભાઈ ટીલાળા, મેટોડા જીઆઈડીસીના પ્રમુખ જમનભાઈ ભાલાણી નિરમા ગ્રુપના એચ.આર.હેડ કેતન પંડયા અને ગાર્ડી વિદ્યાપીઠના એડવાઈઝર ડો.સિઘ્ધાર્થ જાડેજા વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરશે.