ઉદાશીના આશ્રમમાં જગા બાપાની મોજ
પાટડી ઉદાશી આશ્રમના સિતારામ પરિવાર દ્વારા પૂ. બાપાની પૂણ્યતિથિની ઉજવણી માટેનું આયોજન: ભાવીકોને આમંત્રણ
જાહેર સંતવાણીમાં દેવરાજ ગઢવી (નાનો ડેરો), ફરીદામીર, જયમંત દવે, ગમન સાંથલ, મેરૂ રબારી, મહેશદાન ગઢવી, શિવરાજ ગઢવી, બ્રિજરાજ ગઢવી, દેવાયત ખવડ, હકાભા ગઢવી, દડુભા કરપડા, વાઘજીભાઈ રબારી, રૂષભ આહીર, અને હરીભા ગઢવી મોજ કરાવશે
“સુખ ઔર દુ:ખમેં આનંદ રોવે,
હરદમ હરિગુણ ગાવે,
સાધુ વો નર હમકો ભાવે…
આવું એક ભજનમાં ગવાયું છે જે પાટડીના સંત શિરોમણી પૂ. જગાબાપાને અક્ષરશ: લાગુ પડે છે! પૂ. બાપાની છઠ્ઠી પૂણ્યતિથિ નિમિત્તે આગામી તા. ૨૨ માર્ચના રોજ પાટડી ઉદાસી આશ્રમે વિવિધ આયોજનો થયા છે.
સદાય હસતા, સીતારામ પરિવાર પર આશિષ વરસાવતા પૂ. જગા બાપા છ વર્ષ પૂર્વે અચાનક જ કૈલાસવાસી થયા ને ગૂરૂદેવ પૂ. ઉદાસી બાપુની સમાધી નજીક જ સમાધીસ્થ થયા. તેમના પ્રયાણ પછી શું ? એવો યક્ષપ્રશ્ન દરેક ભાવિકના મનમાં ઉઠ્યો હતો પણ પૂ. બાપાના સુપુત્ર શ્રી ભાવેશ બાપુ નાની વયે મોટી જવાબદારી સ્વીકારી પૂ. જગાબાપાના આધ્યાત્મિક વારસદાર બન્યા અને ઉદાસી આશ્રમ તથા સીતારામ પરિવારને સંભાળી લીધો.પૂ. બાપાની ખોટ તો કયારેય ન પુરી શકાય છતાં શ્રી ભાવેશ બાપુ પણ સીતારામ પરિવાર માટે હવે નબાપાથ બની ગયા છે !
તા.૨૨મીએ સવારે ૭.૩૦ કલાકે યજ્ઞ, ૧૦ વાગ્યે મૂર્તી પૂજન, બપોરે ૧.૧૫ વાગ્યે યજ્ઞ પૂર્ણાહૂતિ, ૧.૩૦ વાગ્યે મહાપ્રસાદ, બપોર બાદ ૪ વાગ્યે શોભાયાત્રા, રાત્રે ૮ વાગ્યે સાંય મહાપ્રસાદ તથા રાત્રે ૧૦ વાગ્યાથી સંતવાણી (ડાયરો) જેમાં ભજનિક દેવરાજ ગઢવી (નાનોડેરો) ફરીદામીર, જયમંત દવે, ગમન સાંતલ, મેરૂ રબારી,મહેશદાન ગઢવી, શિવરાજ ગઢવી, બ્રિજરાજ ગઢવી, દેવયત ખવડ, હકાભા ગઢવી, દડુભા કરપડા, વાઘજીભાઈ રબારી, ઋષભ આહિર અને હરિભા ગઢવી સાથે સાજીંદા સૂરજ મીર ઉસ્તાદ, જયસુખભાઈ , મુન્નાભાઈ મહારાજ, હરેશભાઈ, રવિભાઈ પરમાર, વાઘુભા ઝાલા પોતાની કલા પ્રસ્તુત કરશે.સૌ સીતારામ પરિવારના સભ્યોને આ નિમિત્તે જોડાવા અપીલ કરવામાં આવી છે.