જામનગર જિલ્લાની સંસ્થા શેઠ કા.જી.સ્ત્રી હુન્નર ઉધોગશાળા સંચાલિત યુ.પી.વ્યાસ કન્યા વિદ્યાલયમાં ધો.૯ અને ધો.૧૧ના પ્રવેશોત્સવની ઉજવણી આનંદ ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જિલ્લા ઉધોગ કેન્દ્રના વૈશાલીબેન ખીમસુરીયા, જોડિયાના સરપંચ નયનાબેન વર્મા, સંસ્થાના ટ્રસ્ટ અશોકભાઈ વર્મા, શાળાના પૂર્વ હેડકલાર્ક દાવડાભાઈ, એકાઉન્ટન્ટ રાવલભાઈ, બાલમંદિરના આચાર્યા વિજયાબેન મકવાણા, શાળાના આચાર્યા પ્રવિણાબેન ફીણવીયા તેમજ ચિરાગભાઈ વાંક અને જોડિયાના ટીપીઓ ગજેરાભાઈ, જી.દ.વા.કન્યાશાળા સ્ટાફ અને વિદ્યાથીઓ આંગણવાડીના બહેનો બાળકો અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા મહેમાનોનું પ્રાર્થનાપોથી અને સુતરની આટીથી સ્વાગત કર્યું હતું. શાળાના આચાર્યા પ્રવીણાબેન આર.ફીણવીયાએ બાલમંદિર વિભાગના આચાર્ય વિજયાબેનનું શાલ અને સુતરની આંટીથી સન્માન જોડિયા ગામના સરપંચ નયનાબેન વર્માનું જિલ્લા ઉધોગ કેન્દ્રના વૈશાલીબેન ખીમસુરીયાએ સુરતની આટી અને શાલથી સન્માન કર્યું હતું. ધો.૯ની વિદ્યાર્થીની ઝાટીયા અપેક્ષાએ બેટી બચાવો, બેટી પઢાવો વિષય પર વકતવ્ય આપ્યું હતું. આ તકે આંગણવાડીના બાળકોને રમકડા અને કઠોળની કીટ અર્પણ કરવામાં આવી હતી. ધો.૧માં પ્રવેશ મેળવનાર બાળકોને પુરસ્કારરૂપે કીટ અર્પણ કરી અને ધો.૯ અને ૧૧માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને પાઠય-પુસ્તક કીટ અર્પણ કરાઈ હતી. ધો.૮માં પ્રથમ ત્રણ નંબર અને ૧૧માં પ્રથમ નંબર મેળવનાર બાળાઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. સંસ્થા તરફથી શાળાને ૨૦૦૦ પુસ્તકો સંસ્થાના ટ્રસ્ટી અશોકભાઈ વર્માના હસ્તે શાળાના આચાર્યને અપાયું હતું.