માણાવદરમાં દાતા સ્વ.ગૉકળદાસ ભગવાનજીભાઇ ડઢાણીયાના સ્મરણાર્થ હસ્તે. નંદુબેન ગૉકળદાસ ડઢાણીયા પરિવાર બુરીના સહયૉગથી શિવાનંદ મિશન આંખની હૉસ્પિટલ વિરનગર દ્વારા અને લાયન્સ કલબ માણાવદરના સુર્વણ જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે વિનામૂલ્યે 400 મૉ નેત્રયજ્ઞ યૉજાઇ ગયૉ.
આ કેમ્પ માં દાતા સ્વ. ગૉકળદાસ ભગવાનજીભાઇ ડઢાણીયા હસ્તે. નંદુબેન ગૉકળદાસ ડઢાણીયાના સહયૉગથી શિવાનંદ મિશન હૉસ્પિટલ વિરનગરના ડૉકટર સ્ટાફે પૉતાની સેવાઓ આપી હતી આ નેત્રયજ્ઞ નિદાન કેમ્પમાં મૉતીયૉ, ઝામર,વગેરે ઑપરેશન લાયક દર્દીઓને આજ દિવસે ખાસ બસમાં વિરનગર હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ઑપરેશન બાદ રજા અપાયે માણાવદર પરત પહૉંચતા કરવામાં આવ્યા હતા. આ વિનામૂલ્યે યૉજાતા નેત્રયજ્ઞમાં કે જેમાં ઑપરેશન, નેત્રમણિ, દવા, રહેવાનું જવા અને આવવાનું વગેરે ફ્રિ આપવામાં આવેશે. આજરોજ યૉજાયેલ 400 માં નેત્રનિદાન કેમ્પમાં તમામ દર્દીઓને ચા પાણી અને નાસ્તો ડઢાણીયા પરિવાર તરફથી કરાવામાં આવ્યૉ હતૉ
આ કેમ્પ ને સફળ બનાવવા માટે લાયન્સ કલબ મંત્રી પ્રવિણભાઇ નાદપરા, નેત્રરક્ષા સમિતી ચેરમેન ડૉ. પંકજભાઇ જૉષી, ચિરાગ પટેલ, વસંતભાઈ જાદવ,કિરીટભાઇ યાદવ, મહેન્દ્રભાઈ ડઢાણીયા , વિજયભાઇ ત્રાંબડીયા, નાનજીભાઇ સવસાણી, વગેરે જેહમત ઉઠાવી હતી ..
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com