શાળા-કોલેજ અને સરકારી કાર્યાલયોમાં દશેભકિતના ગીતો ગુંજયા: ઠેર ઠેર ઘ્વજવંદન કાર્યક્રમો યોજાયા: શહીદોને અપાઇ શ્રઘ્ધાંજલી: શહેરમાં અવનવા ફલોટસ અને મટકી ફોડના કાર્યક્રમોએ જમાવ્યું આકર્ષણ: શોભાયાત્રામાં બોલ ગોપાલની ઝાંખી નિહાળવા ભાવિકોની ભીડ જામી

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર સરકારી કચેરીઓ,, શાળા કોલેજો તથા વિવિધ સંસ્થાઓમાં ૭૧માં સ્વાતંત્ર્ય પર્વ તેમજ સાથો સાથ કૃષ્ણજન્મની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણજન્મને વધાવવા શહેરમાં ભવ્ય શોભાયાત્રા, મટકી ફોડ સહીતના વિવિધ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા મંદીરોમાં પણ નંદોત્સવને વધાવવા મહાઆરતી તથા વિશેષ પૂજન અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથો સાથ ઠેક ઠેકાણે સ્વાતંત્ર્ય પર્વની દેશદાઝભરી ઉજવણી કરવામાં આવી હતી. શાળા કોલેજો ઉપરાંત સરકારી દફતરોમાં રાષ્ટ્રીગીત ગાઇને ઘ્વજવંદન કરાયું હતું. શાળા કોલેજ તથા યુનિવસીટીના વિઘાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા શહીદોને શ્રઘ્ધાંજલી પાઠવી હતી. આમ શહેરમાં મંગળવારે સ્વાતંત્ર્ય પર્વ અને કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી જેની સંકલીત માહીતી અહીં પ્રસ્તુત છે.

રાજકોટ નાગરીક બેંક

રાજકોટ નાગરીક સહકાર બેંક લી. દ્વારા ૭૧માં સ્વાતંત્ર્ય પર્વ નીમીતે બેંકની રાજકોટ અને બહારગામની શાખાઓમાં ઘ્વજવંદનનું યોજાયેલું હતું. રાજકોટ ખાતે બેંકની હેડ ઓફીસ, અરવિંદભાઇ મણીઆર નાગરીક સેવાલય, ૧૫૦ ફુટ રીંગ રોડ, રૈયા સર્કલ પાસે અને બહારગામની દરેક શાખાઓમાં એક જ સમયે ઘ્વજવંદન થયેલું હતું. ઘ્વજવંદનમાં અતીથી વિશેષ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રાંત સહપ્રચારક મહેશભાઇ જીવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ઘ્વજવંદન સમારોહમાં અતિથી વિશેષ મહેશભાઇ જીવાણી, નલીનભાઇ વસા, જયોતિન્દ્રભાઇ મહેતા, ટપુભાઇ લીંબાસીયા, અર્જુનભાઇ શિંગાળા, હરીભાઇ ડોડીયા, જીમ્મીભાઇ દક્ષીણી, હંસરાજભાઇ ગજેરા, ઘનશ્યામભાઇ ઢોલરીયા, હરકિશનભાઇ ભટ્ટ, વિનોદભાઇ શર્મા, ઉપરાત દમયંતીબેન દવે ઉ૫સ્થિત રહ્યા હતા.

કોઠારીયા કોલોની

કોઠારીયા કોલોનીના કોટેશ્ર્વર મહાદેવ મંદીર આઠમના શુભદિને કૃષ્ણજન્મોત્સવ ધામધુમથી ઉજવાયો હતો. ભાવિકો દ્વારા હૈયાના હેતથી નંદલાલાના વધામણા કરવામાં આવ્યા હતા. જન્માષ્ટમી દિવસે ધુન ભજન, મટકી ફોડ મહાઆરતી શ્રૃંગાર દર્શન રાસ ગરબા સહીતના ધાર્મીક કાર્યક્રમો યોજાયા હતા.

લિયો કલબ રાજકોટ સિલ્વર

૭૧માં સ્વાતંત્ર દિવસ અને જન્માષ્ટમી નીમીતે લિયો કલબ રાજકોટ સિલ્વર અને સી.જે. ગ્રુપ દ્વારા સ્વાતંત્ર દિવસની ઉજવણી વિનોબા ભાવે સ્કુલના મેદાનમાં કરવામાં આવી હતી. જયાં કોર્પોરેટર ઘનશ્યામભાઇ જાડેજા, કિરણબેન માકડીયા, વનીતાબેન રાઠોડે હાજરી આપી હતી.

સૌરાષ્ટ્ર યુનિવસીટી

આઝાદીના ૭૧મા સ્વતંત્ર દિવસની ઉજવણી નીમીતે સૌરાષ્ટ્ર યુનિવસીટીના કેમ્પસ પરિસર ખાતે માન. કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે રાષ્ટ્રઘ્વજ ફરકાવી સલામી આપી હતી. રાષ્ટ્રીય પર્વ પ્રસંગે કુલસચિવ ડો. ધીરેનભાઇ ડી.પંડયા, ડો. ગીરીશભાઇ ભીમાણી, ડો ભાવીનભાઇ કોઠારી, ડો. હરદેવસિંહ જાડેજા, ડો. નીદીનભાઇ બારોટ, તેમજ કે.એન.ખેર, અમિતભાઇ પારેખ, કિરીટભાઇ પાઠક, નાયબ કુલપતિ આર.જી. પરમાર, ડો. કલાઘરભાઇ આર્ય, દીપકભાઇ રાવલ, જયદીપસિંહ ચૌહાણ, ડો. વિક્રમભાઇ વંકાણી, તેમજ વિરલસિંહ પરમાર, જે.સી. સેરસીયા, મહાવીરસિંહ ઝાલા,તેમજ વિઘાર્થીઓએ રાષ્ટ્ર ઘ્વજને સલામી આપી દેશ પ્રત્યેની ફરજ અદા કરી હતી.

નચિકેતા સ્કુલ

જન્માષ્ટમી પર્વની ઉજવણી આપણે ત્યાં ધામધુમપૂર્વક કરવામાં આવે છે. નચિકેતા સ્કુલીંગ સિસ્ટમમાં જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. નાના નાના ભુલકાઓ દ્વારા પોતાની આગવી શૈલીમાં આ બન્ને દિવસની ઉજવણીને યાદગાર બનાવી દીધી. સંગીત નૃત્ય થકી આ ભુલકાઓએ ઉપસ્થિત સૌ કોઇના મનમોહી લીધા. સાથે સાથે આ દિવસ નીમીતે ભુલકાઓએ ફિડમ ફાઇટર્સ રાધા-કૃષ્ણ અને ભારત માતાના વેશપરિધાન કર્યા હતા.

વિરાણી બહેરા મુંગા શાળા

દિવ્યાંગ બાળકોને સ્પેશ્યલ શિક્ષણ આપતી શ્રી અને શ્રીમતિ છ.શા. વિશાણી બહેરા મુંગા શાળા ખાતે શાળાના પટાંગણમાં વિઘાર્થી ચિ. રચીત જેરામભાઇ ગોળ, ચિ. અંકિતા સુભાષ જયેશ તથા ચિ. દિવ્યા ભગવતીલાલ લોહારના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવ્યું.

સંસ્થાના હસુભાઇ જોશી, વ્યવસ્થાપક મંડળના સભય મધુભાઇ ભટ્ટ, આચાર્ય કશ્યપભાઇ પંચોલી તથા ગૃહમાતા મધુબેન ભરાડ એ પ્રાસંગિક ઉબોધન કર્યુ.

જીવનનગર વિકાસ સમીતી

ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમીતી વોર્ડ નં.૧૦ જાગૃત નાગરીક મંડળ, રામેશ્ર્વર મહાદેવ મંદીર સમીતી અને મહીલા સત્સંગ મંડળના સંયુકત ઉપક્રમે ૭૧મા સ્વાતંત્ર્ય પર્વની આન-બાન- શાનથી ઉજવણી કરવામાં આવી હતી.

મહાદેવ ધામના પટાંગણમાં સમીતીના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાએ ઘ્વજ લહેરાવતા રહીશોને સંબોધતા જણાવ્યું કે જીવનનગર, જ્ઞાન જીવન, દેશળદેવ પરા, અમી પાર્કના જાગૃત નાગરીકોની હારજીમાં પ્રતિ વર્ષ રાષ્ટ્રીય મશાલ- જયોત, દેશભાવના, પ્રેમ નાગરીક ધર્મની સુવાસ નજરે પડે છે. તેમાં સમીતીના કારોબારીની મહેનત જોવા મળે છે. જન્માષ્ટમીની રજાઓ, મેળો અને શોભાયાત્રાના માહોલમાં પણ રહીશોની હાજરી ઘ્યાનાકર્ષણ હતી.

રાજકોટ ઇન્ટરનેશનલ સ્કુલ

રાજકોટ ઇન્ટરનેશનલ સ્કુલમાં જન્માષ્ટમી અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ હતી. જેમાં ધોરણ નર્સરથી ધોરણ છ ના સ્ટુડન્ટસે નવી શૈલી અમલમાં મુકી હતી. સીનીયર સ્ટુડન્ટસે જુનીયર સ્ટુડન્ટસ ને શ્રીકૃષ્ણ દ્વારા કરવામાં આવેલી સુપ્રસિઘ્ધ લીલાઓ ને વાર્તા સ્વરુપે કહી તેનો હાર્દ સમજયા હતા. જેનાથી બંને વિભાગના સ્ટુડન્સે શ્રી કૃષ્ણના બાલ્યાવસ્થા થી લઇને તેમની યુવાવસ્થા સુધીની લીલાઓ વાર્તારુપે સમજી હતી.

મોદી સંકુલ

મોદી સ્કુલના પ્રેપથી ધો. ૮ ગુજરાતી તેમજ અંગ્રેજી માઘ્યમના વિઘાર્થીઓએ જન્માષ્ટમીની ઉજવણી શાળામાં ખૂબ ઉમંગ અને ઉત્સાહથી ઉજવી હતી. નાના નાનાભૂલકાઓ કાનગોપી બનીને આવ્યા હતા. અને નાસ્તામાં માખણ રોટલી, માખણ પરોઠા વગેરે લાવ્યા હતા. શાળામાં ગોકુલ મથુરાના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા. વિઘાર્થીઓએ અવનવા ડ્રાન્સ, ડ્રામા રજુ કર્યા હતા. તેમજ જન્માષ્ટમીને લગતી અલગ અલગ એકટીવીટી કજેમ કે વાંસણી બનાવવી, ચાકડા શણગારવા, મટુકી શણગારવી ચિત્રમાં રંગપુરવા વગેરે એકટીવીટી કરી હતી.

સદગુરુ બાલમંદીર

મહાત્મા ગાંધી ચેરી. ટ્રસ્ટ સંચાલીત સદગુરુ બાલમંદીર ખાતે નાના ભૂલકાઓ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદીના હસ્તે કાનાને પારણે ઝુલાવવામાં આવ્યો હતો. મથુરા નગરી, કૃષ્ણના મટકી ફોડ, નાગદમન જેવી વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવ્યા હતા.

વોકહાર્ટ હોસ્પિટલ

એમ.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્૫િટલ દ્વારા ૭૧માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરુપે હોસ્પિટલના સેન્ટર હેડ ડો. જગદીશ ખોયાણીના હસ્તે ઘ્વજવંદનને કાર્યક્રમ યોજાયેલ હતા. ઘ્વજવંદન કાર્યક્રમમાં હોસ્૫િટલના ડોકટર્સ, વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, નસીગ સ્ટાફ તથા સિકયોરીટી ગાર્ડસ જોડાયેલ હતા. આ પ્રસંગે પ્રાસંગીક પ્રવચન કરતા ડો. ખોયાણીએ જણાવેલ હતું કે આપણા દેશને બ્રીટીશનોની હુકુમતમાંથી છોડાવવા સ્વાતંત્ર્ય સંગ્રામના જે યોઘ્ધાઓ દેશ માટે શહીદીને વરેલ છે તેમને યાદ કરી આપણે તેને શ્રઘ્ધાંજલી અર્પવાનો દિવસ છે. તેમણે આજના દિવસના સંદર્ભમાં જણાવેલ હતું કે આપણા દેશને આપણે પરમ વૈભવના શિખરે લઇ જવો હોય તો આપણે જે સ્થાન પર હોઇએ તે સ્થાન પર નિષ્ઠા અને પ્રમાણિકતાથી આપણે આપણી ફરજ બજાવવી જોઇએ.

વીર સાવરકર ટાઉનશીપ સોસાયટી

મુખ્યમંત્રી આવાસ યોજના વીર સાવરકર ટાઉનશીપ માઁ સોસાયટીના પ્રમુખ દીપકભાઇ કેશરવાની તથા મંત્રી દીલીપભાઇ કુગસીયાના માર્ગદર્શન હેઠળ સ્વતંત્રતા દિન નીમીતે ઘ્વજવંદન પ્રવિણચંદ્ર વ્યાસ ના હસ્તે ઘ્વજવંદન તથા સાંજે જન્માષ્ટમી નીમીતે મટકી ફોડનો ઉત્સવ ખુબ જ ધામધુમથી મનાવેલ હતો.

પીજીવીસીએલ

૭૧મા સ્વાતંત્ર્યદિન પર્વ નિમિતે પીજીવીસીએલની કોર્પોરેટ ઓફીસ રાજકોટ ખાતે મેનેજીંગ ડાયરેકટર એચ.આર. સુથારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ આપ્રસંગે પીજીવીસીએલના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જીયુવીએનએલ પોલીસકર્મીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ આ અવસરે તમામ વીજ ગ્રાહકોને તેમજ કર્મચારીઓને સ્વાતંત્રપર્વ નિમિતે શુભેચ્છા પાઠવી હતી.

આદિત્ય પ્રાયમરી સ્કુલ

આદિત્ય સ્કુલે ખૂબ ઉમંગ અને ઉત્સાહથી ૭૧મો સ્વાતંત્ર્ય દિન ઉજવ્યો હ્તો શાળામાં છેલ્લા પાંચેક વર્ષ ઉપરાંતથી બાળકોને સંસ્કારલક્ષી શિક્ષણ આપવાની માનદ સેવાઓ આપનાર હસુમતીબેન દુબલ તથા રાજકોટ પધારેલા પેટલાદના એબેન એઝર ખ્રિસ્તી ચર્ચની સેવાને સમર્પિત અલ્પેશ બ્રધરના હસ્તે ધ્વજારોહણ કરીને સમગ્ર શાળા પરિવારે રાષ્ટ્રગીત સાથેક સામૂહિક ધ્વજવંદનાકરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.