હિન્દુ-મુસ્લીમ યુવાનોએ સાથે મળી રાજકોટના નાગરિકોની એકતાની આપી પ્રેરણા
હાલ હિન્દુ ધર્મનો ગણેશ ઉત્સવ અને મુસ્લિમ ધર્મનો મહોરમનો તહેવાર લોકો ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે ત્યારે રાજકોટમાં હોસ્પિટલ ચોકમાં આ મહોત્સવ દરમિયાન કોમી એકતાનો અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો. એક તરફ ‘હોસ્પિટલ ચોક કા રાજા’ ગણપતિજીની મૂર્તિની બાજુમાં જ મહોરમ નિમિતે ન્યાજે હુશેન સબીલ કમીટી દ્વારા શરબત પાણી વગેરેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હિન્દુ મુસ્લીમ સાથે મળીને બંને તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન ન્યાજે હુશેન સબીલ કમીટી અને હિન્દુ મુસ્લિમ એકતા કમીટીના યુનેશભાઈ જુણેજાએ જણાવ્યું કે અત્યારે અમારા માટે ખુશીની વાત કહેવાય છે. કોમી એકતા રાજકોટની મિશાઈલ કહેવાય કે અમારી બાજુમાં ભગવાન ગણપતિનો પંડાલ છે. અને અમારી ન્યાજે હૂશેન સબીલ કમીટી અને હોસ્પિટલ ચોક કા રાજા બંને સાથે મળીને જ કરીએ છીએ રાત્રે ૮ વાગ્યે જે આરતી થાય ત્યારે અમારા છબીલનું ટેપ બંધ કરી પછી આરતી પૂરી થાય બાદ અમારી કવલીનો કાર્યક્રમ થતો હોય તો બંને સાથે મળી ને જ કરીએ છીએ જો સાંજે સરબતનું વિતરણ થતું હોય તો ગણેશ પંડાલના યુવાનો આવીને અમે એક બીજા સાથે મળી ને શરબતનું આયોજન કરીને પીવડાવતા હોય છીએ.
અબતક સાથેની વાતચીત દરમિયાન શામતસિંહ જાડેજા એ જણાવ્યું કે અમે હોસ્પિટલ ચોક પર હોસ્પિટલ ચોક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે મને ખુશી થાય છે કે કોમી એકતા જળવાય રહે અને સાથે મળીને બે ધાર્મિક કાર્યક્રમો જે ઉજવાય છે તે ખૂબ સરસ કામ કહેવાય બધા છોકરાઓ પણ સાથે મળીને કામ કરે છે. જયારે અમારે પંડાલ નાખવાના હતા ત્યારે અમે સાથે મળીને બંને સંપીને ધાર્મિક ઉત્સવની ઉજવણી કરીએ છીએ.