પ્લેક્ષક હોસ્પિટલના ડો. દિનેશ રાજ, ડો. અમિત રાજ, ડો. કેયુર પટેલ તેમજ તેમની ટીમ કેમ્પમાં સેવા આપશે
સૌરાષ્ટ્ર વેપાર ઉઘોગ મહામંડળ અને સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ દ્વારા પ્લેક્ષર હોસ્પિટલના તજજ્ઞ ડોકટરોના સહયોગથી કાલે સવારે ૮ કલાકે મેડીકલ ચેકઅપ કેમ્પનું જલારામ હોસ્પિટલ અમીન માર્ગ રાજકોટ ખાતે આયોજન કરાયું છે.
નવરચિત એલાયન્સ કલબના સહયોગથી થઇ રહેલા આ કેમ્પમાં સંપૂર્ણ બ્લડ તપાસ ફેફસાની તપાસ ફેફસાની તપાસ અને જરુરત પડે ઇસીજીઅને ર્કાડિયોગ્રામ, ફીઝીશ્યન ક્ધસલ્ટેશન અને ડાયેટીશન ક્ધસલ્ટેશન સંપૂર્ણ ફ્રી રાખવામાં આવેલ છે.
આ અંગે માહીતી આપતા પ્લેકસસ હોસ્પિટલના કોર્ડીનેટર સતીષભાઇએ જણાવેલ કે પ્લેક્ષર હોસ્પિટલના તજજ્ઞ ડોકટરો ડો. દિનેશ રાજ, ડો. અમિત રાજ અને કેયુર પટેલ અને તેની મેડીકલ ટીમ દ્વારા લોકોને જાગૃત કરવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર વેપાર ઉઘોગ મહામંડળના ઉપપ્રમુખો અને સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના સેક્રેટરી મહેશભાઇ નગદીયા, સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ ઉપપ્રમુખ જીમ્મીભાઇ અડવાણી, સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ રાજકોટ પ્રમુખ રાજુભાઇ ગોંડલીયા નવરચિત એલાયન્સ કલબના કોર્ડીનેટર ડો.પીનાબેન કોટક, માયાબેન મણિયાર પ્રશાંતભાઇ ગોહેલ, રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ રાજકોટ શહેર પ્રમુખ મહેશભાઇ મહેતા, રાજકોટ શહેર વાલી મંડળ કોર્ડીનેટર હંસાબેન સાપરીયા, મુકેશભાઇ કમાણી, યુથ ફોર ડેમોક્રસી પ્રમુખ હિમંતભાઇ લાંબડીયા સહીતની ટીમ આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહી છે. રાજકોટ શહેર ના લોકોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે તેમજ વધુ વિગત માટે મહેશ નગદીયા મો. નં. ૯૩૭૪૧ ૪૨૪૧૫ નો સંપર્ક સાંઘ્વા જણાવાયું છે. આ કેમ્પ માટે આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.