પરિવારજનો દ્વારા વૃધ્ધાશ્રમાં મગફળીના ઓળા અને પાન ખવડાવી વડીલોના આશિર્વાદ મેળવ્યા: સિવિલ હોસ્પિટલમાં ફ્રુટનું વિતરણ
હરિવંદના કોલેજના કેમ્પસ ડાયરેકટર સર્વેશ્ર્વરભાઈ ચૌહાણના પુત્ર આત્મનના જન્મદિવસની ગઈકાલે યાદગાર ઉજવણી કરવામાં આવી હતી.
તા.૧૮-૧૦/૨૦૧૨ના રોજ જન્મેલા આત્મન સર્વેશ્ર્વરભાઈ ચૌહાણને પરિવારજનોએ જન્મદિને શુભાશિષ સાથે સેવાકીય કાર્ય કર્યું હતુ. દાદા મહેશભાઈ ચૌહાણ અને દાદી વીણાબેન ચૌહાણના પૌત્ર તેમજ પપ્પા સર્વેશ્ર્વરભાઈ અને મમ્મી રશ્મીબેનના પુત્રને સગા સંબંધીઓ, મિત્ર વર્તુળ, નાના ભૂલકાંઓએ બર્થ ડે વીશ કર્યું હતુ સાથે હરિવંદના પરિવારે પણ શુભેચ્છાઓનો ધોધ વરસાવ્યો હતો.ચૌહાણ પરિવારના વ્હાલ સોયા આત્મનના જન્મદિવસ નીમીતે પરિવારજનોએ વૃધ્ધાશ્રમના વડીલોને મગફળીના ઓળા , પાન, ખવડાવી વડીલોના આર્શીવાદ મેળવ્યા હતા તો સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કર્યું હતુ.સાતમાં વર્ષમાં મગલ પ્રવેશ કરનાર આત્મનના જન્મદિવસે કેક કટીંગ કરાયું હતુ.
આત્મનના સાતમાં જન્મદિવસને યાદગાર બનાવવા સેવાકીય પ્રવૃત્તિ સાથે બર્થ ડે પાર્ટી પણ યોજી પ્રસંગ અવિસ્મરણીય બનાવ્યો હતો.