વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ બાવનમાં દાઈ અલ મુત્લક ડો.સૈયેદના અબુલ કાઈદ જોહર મોહમ્મદ બુરહાનુદીન સાહેબ (રી.અ.)ના ૧૦૮મી મિલાદ મુબારક (જન્મ જયંતિ) તથા ત્રેપનમાં દાઈ અલ મુત્લક ડો.સૈયદના અબુ જાફ‚સ્સાદીક આલીકદર મુફદલ સૈફુદીનસાહેબ (ત.ઉ.શ.)ની ૭૫મી મિલાદ મુબારક (જન્મદિવસ) તા.૨૮/૧૨/૨૦૧૮ (મીસરી તા.૨૦ રબીઉલ આખર) શુક્રવારના રોજ આવે છે. તેમનામાં આઘ્યાત્મિકતા, શ્રદ્ધા, ભકિત, ભાઈચારો, સર્વધર્મ સમભાવની ભાવના માનવ જાતની સેવા કરવાની અદભુત ભાવના ભરેલ પડી છે.
બાવનમાં દાઈ અલ મુત્લક ડો.સૈયેદના અબુલ કાઈદ જોહર મોહમ્મદ બુરહાનુદીન સાહેબ (રી.અ.)યે ત્રેપનમાં દાઈ અલ મુત્લક ડો.સૈયેદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ)ને ત્રેપનમાં દાઈ અલ મુત્લક તરીકે ગાદીનશીત કરેલ હતી. ત્યારે વિશ્વભરમાં મૌલા મુફદલ મૌલા મુબારકના નારાઓથી ગુંજી ઉઠયા હતા અને ત્રેપનમાં દાઈ અલ મુત્લક તરીકે દાઅવતના અર્શ ઉપર ૧૬મી રબીઉલ અવ્વલ હીજરી ૧૪૩૪માં જલવાનુમા થયા અને બાવન દાઈ અલ મુત્લક ડો.સૈયદના સાહેબ (રી.અ.)ના અધુરા રહી ગયેલ તમામ કાર્યો પોતે પુરા કરી રહ્યા છે.
ત્રેપનમાં દાઈ અલ મુત્લક ડો.સૈયેદના આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.)નો જન્મ રમઝાનની (લયલતુરકદર) ૨૩મી રાત્રે હીજરી ૧૩૬૫માં સુરત મુકામે થયેલ હતો. આપનો જન્મદિવસ રમઝાન માસમાં આવે છે. પરંતુ આપે જાહેર કર્યું કે મારો જન્મદિવસ બાવાજીસાહેબ બાવનમાં દાઈ અલ મુત્લક ડો.સૈયદના અબુલ કાઈદ જોહર મોહમ્મદ બુરહાનુદીન સાહેબ (રી.અ.)ના જન્મદિવસ તા.૨૦મી રબીઉલ આખર આવે છે તે તારીખે જ ઉજવણી કરશે. જેથી સમગ્ર વિશ્વભરમાં દાઉદી વ્હોરા સમાજ બેવે આકા મૌલા મિલાદ મુબારક (જન્મદિવસ)ની સાથે કરે છે. આજે ત્રેપનમાં દાઈ અલ મુત્લક સૈયેદના અબુ જાફ‚સ્સાદીક આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ) તરીકે બીરાજમાન છે. ડો.સૈયેદના સાહેબ (ત.ઉ.શ.)ના જન્મદિનને સાંકળીને આપના મિલાદ મુબારકના અવસર પર દાઉદી વ્હોરા સમાજે સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં શુદ્ધિકરણ માટે અભિયાન શરૂ કરી તાપી નદીના ઉપરવાસના બદલે હેઠવાસની ગંદકી સફાઈનું અભિયાન શરૂ કરાયું જેમાં સમાજના સ્કુલના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. આ વર્ષે ડો.સૈયેદના સાહેબ (ત.ઉ.શ.)એ મોહરમ માસ નિમિતે વાઅઝ ઈન્દૌર મુકામે વાઅઝ શરીફ ફરમાવેલ હતી જેમાં વિશ્ર્વભરમાંથી બે-લાખથી વધુ દાઉદી વ્હોરા સમાજનાં લોકો ઈન્દૌર પહોંચેલ હતા. તેમની ૭૫મી સાલગીરાહ (જન્મદિવસ) છે ધાર્મિક અને દુન્યવી બાબતોમાં સક્રિય હિસ્સો લઈ રહ્યા છે. ધર્મની સાથે દેશ પ્રેમ અને ભાઈચારાની ભાવનાનાં સંદેશાઓથી માત્ર રાજાઓ કે અમીરો જ નહીં પરંતુ સામાન્ય માણસ પણ તેઓની પ્રભાવિત છે. આજે દાઉદી વ્હોરા કોમમાં શિક્ષણનું પ્રમાણ વધતુ જાય છે તેના પાછળ બંને આકા મૌલાની પ્રેરણા કામ કરે છે. શિક્ષણના તમામ ક્ષેત્રે વિકાસ માટે તેઓ કોમને પ્રોત્સાહિત કરે છે. તેમની આગેવાની હેઠળ એમ.એસ.બી. એજયુકેશન ઈન્સ્ટીટયુટ જામેઅતુલ સૈફીયાહ, મદ્રેસાઓ, કોલેજોની આ બાબતો ખ્યાલ આપી જાય છે.
દાઉદી વ્હોરા કોમ માટે વ્યાજના દુષણથી છોડાવવા માટે બુરહાની કરદન હસના, નુર કરદન હસના ટ્રસ્ટ વિ.ની સ્થાપના કરેલ છે જેમાં વગર વ્યાજે રકમ આપવામાં આવે છે અને કોમના લોકોને વ્યાજના દુષણથી છોડાવે છે. પર્યાવરણ બાબતે અત્યંત જાગૃત છે. કોમના લોકોને ઝાડ ઉગાડવા માટે ભારપૂર્વક ફરમાન કરે છે સફાઈ અભિયાન માટે નજાફત કમિટી બનાવેલ છે. જેમાં મોહલ્લાઓ, શહેરોને સફાઈ માટે અપીલ કરેલ છે. નવ જવાન ફરઝંદોને દીની અને દુન્યવી રસ્તા પર કેમ ચાલવું તેની શીખ આપી રહ્યા છે. આપની નીગરાની હેઠળ તોલો બાઉલ કુલ્લીયા, શાબાબુલ ઈદીઝ જહબી કમીટી બનાવી નવ જવાન ફરઝંદો વેસ્ટર્ન કલ્ચર દુનિયાની આ બદલાતી આ ગરમ હવામાં ફસાઈને ભુલ ના કરે તે માટે આવી કમીટીમાં દેખરેખ રાખે છે. ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ) એ એક નવો જ અભિયાન શરૂ કરેલ છે. શાદીનો પ્રસંગ હોય કે કોઈપણ જાતના પ્રસંગો ઉપર જમણવારમાં એક જ મીઠાસ, એક જ ફરસાણ તથા દાળ ચાવલ અથવા પુલાવ સુપ, સલડા, ક્રુટ મુકવાનું અને સમગ્ર વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજને આ મુજબનું જમણવાર કરવાનું ફરમાન કરેલ હતું. જેનો વિશ્વ ભરમાં દાઉદી વ્હોરા સમાજે અમલ શરૂ થઈ ગયો છે. વિશ્વ ભરમાં ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.) હેલ્થ અવેરનેશ વોકથોનનો કાર્યક્રમ આપેલ છે, જેમાં ચાલવાથી સુગર ઘટે છે, હૃદયની બિમારીનું જોખમ ઘટે છે, યાદ શકિત વધે છે, હાઈપર ટેન્સન ઘટે છે, એવા ઘણા ફાયદાઓ છે. આમ ચાલવાથી આટલા બધા ફાયદા મળતા હોય તો શા માટે ના ચાલવું જોઈએ ?, ઘણા બધા રોગમાંથી મુકિત મેળવવાનો પ્રયાસ જરૂરથી કરીએ ને બીજાને પણ આ ફાયદાઓ વિશે જરૂર જણાવીએ.
૫૩માં દાઈ અલ મુત્લક ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.) કોઈપણ દેશ-ગામ-શહેરોમાં જાય છે તથા વાઅઝ ફરમાવે છે. તેમાં જે ધરતી પર વસો છો તેના વફાદાર રહેવા ભારપૂર્વક સંદેશો આપે છે અને શાંતિ, ભાઈચારો અને રાષ્ટ્રભકિત તેઓના પ્રવચનનો હિસ્સો હોય જ છે. આજે વિશ્ર્વભરમાં દાઉદી વ્હોરા સમાજના લગભગ ઘરોમાં થાલી (ટીફીન) પહોંચાડવામાં આવે છે તે સંસ્થાનું નામ ‘ફૈઝે મવાઈડ બુરહાનીયાહ’ના મેમ્બરો ઘરે ઘરે થાલી (ટીફીન) રોજ પહોંચાડે છે.
હાલ સુરતમાં બિરાજમાન છે. તા.૨૮/૧૨ શુક્રવારના રોજ ૫૩માં દાઈઅલ મુત્લક ડો.સૈયેદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ) સવારે વાઅઝ ફરમાવશે. જેનું વિશ્ર્વભરમાં જયા-જયા દાઉદી વ્હોરા સમાજના લોકો વસે છે તે દરેક ગામોમાં લાઈવ ઓડીયો-વિડીયો પ્રસારણ થશે. વિશ્વભરમાંથી હજારોની સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના લોકો જીયારત કરવા, વાઅઝ સુનવા તેમજ આકા મૌલા (ત.ઉ.શ)ના દીદાર કરવા સુરત ખાતે પહોંચી ગયા છે.