બોલબાલા ટ્રસ્ટ દ્વારા જેતપુરના આંગણે વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ વખત જ્ઞાતિ, જાતિ, ધર્મ સંપ્રદાયના ભેદભાવ વગર જેમની ઉંમર ૭૦ થી વધુ વર્ષની હોય તેવા વડીલોનું શાલ, લક્ષ્મીજીની પ્રસાદીની નોટ, મીઠાઈ ફરસાણ પેકેટ વગેરેથી જાહેરમાં અભિવાદન કરવામાં આવ્યું હતું. વડીલોએ માતૃપિતૃની ભાવનાને ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાયને ખરાઅર્થમાં શ્રવણની ઉપમા આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ટીમ જેતપુરના ૬૫થી વધુ કાર્યકર્તાઓ તેમજ સહયોગી દાતા નિશિતભાઈ, દિપેનભાઈએ સહયોગ સાંપડયો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com