કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, નાના કાંધાસર ખાતે ટેકનોલોજી વીકની ઉજવણી અંગેનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટી જુનાગઢના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. પી. વી. પટેલે સહભાગી ભાઇ- બહેનોને કૃષિ અને પશુપાલન ક્ષેત્રે બાહર પાડવામા આવેલ નવીનતમ ટેક્નોલોજી વહેલી તકે અપનાવી ઓછા અને અનિયમિત વરસાદની પરિસ્થિતિના સમયે મહત્તમ ખેત ઉત્પાદન મેળવવા માટે ટપક સિંચાઈ પધ્ધતિથી પાણીના કરકસર ભર્યા ઉપયોગ કરવા અને ખેતીમાં રાસાયણીક ખાતરનો ઉપયોગ ઘટાડી વધારે પ્રમાણમાં જૈવિક ખાતરનો ઉપયોગ કરવા હિમાયત કરી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેતીવાડી વિભાગ તથા અન્ય વિભાગોના સંપર્કમા રહેવા ખાસ હિમાયત કરેલ.
Trending
- નવેમ્બર માસમાં 6,000 ભારતીયો સરહદ પાર કરતા ઝડપાયા
- પાંજરાપોળની 100 વીઘા જમીન પર પગદંડો જમાવનાર ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ
- ખ્યાતિકાંડ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં: હોસ્પિટલો માટે નવી SOP જાહેર
- ધ્રોલ નજીક સોલાર પ્લાન્ટમાં હાથ ફેરો કરનાર ગેંગ ઝબ્બે
- ભુજ: ખત્રી તળાવના સાનિઘ્યમાં શિવ-મહાપુરાણમાં શિવધારાનો લ્હાવો લેતા ભાવિકો
- રાજકોટની પ્રભુકૃપા હોસ્પિટલમાં હવે રોબોટિક જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ
- 1 જાન્યુઆરીથી Whatsappઆ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કામ કરવાનું કરશે બંધ…
- મોન્ટેસોરી પદ્ધતિ માત્ર શિક્ષણ પદ્ધતિ નથી, જીવનની એક ફિલોસોફી પણ છે