અધિક કલેકટર, ડે.મેયર અને કંપનીના ચીફ મેનેજીંગ ડિરેકટરની હાજરીમાં સમારોહ યોજાયો
મોરબી સ્થિત સોનમ કલોકસ લિમિટેડ પ્રતિ શેર રૂ.૩૬/- અને ફેસ વેલ્યુ રૂ.૧૦/-ના ભાવે ૨૮,૦૮,૦૦૦ ઈકવિટી શેરના આઈપીઓ સાથે માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. આ ઈશ્યુ તા.૧ જુનના ખુલ્યો હતો અને તા.૬ જુનના પુરો થયો. કંપની નેશનલ સ્ટોક એકસચેન્જ ઈમર્જ પર રૂ.૩૭ના ભાવ લિસ્ટ થઈ છે. સોનમ કલોકસ લિમિટેડની આ સફળ લિસ્ટીંગ પર રાજકોટમાં એક સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં એડિશનલ ડેપ્યુટી કલેકટર હર્ષદ વોરા, ડેપ્યુટી મેયર દર્શિતા શાહ, કંપનીના ચીફ એકઝીકયુટીવ ઓફિસર અને ચીફ મેનેજિંગ ડિરેકટર જયેશ શાહ, કંપનીના ડિરેકટર ગૌરવ જૈન, એનએસઈના ચીફ મેનેજર જયેશ તાઓરી અને એનએસઈના મેનેજર ચેતન વ્યાસ ઉપસ્થિત રહ્યા. કંપનીના ઈશ્યુના લીડ મેનેજર હેમ સેકયુરિટીસ લિમિટેડ છે.
સોનમ કલોકસ લિમિટેડ મોરબી ગુજરાતમાં સ્થિત છે અને તે ભારતના ટોચના ૩ ઘડિયાળ ઉત્પાદકો પૈકી એક છે. કંપની વિવિધ પ્રકારના ઘડિયાળ બનાવે છે જેમ કે એલઈડી ડિજીટલ કલોક, એલસીડી કલોક, લાઈટ સેન્સર કલોક, પેંડયુલમ કલોક, મ્યુઝિકલ કલોક, ડિઝાઈનર કલોક અને એલાર્મ કલોક કંપનીના ઉત્પાદનો ભારતભરમાં જોવા મળે છે. સાથે તે ૨૭ દેશોમાં પોતાની ઘડિયાળનો નિકાસ કરે છે. કંપનીના કોર્પોરેટ ગ્રાહકોમાં કોકાકોલા, એલઆઈસી, દાલમિયા ભારત સિમેન્ટ, બેન્ક ઓફ ઈન્ડિયા, નિરમા, ક્રોસીન વિ.છે. કંપની ૩ બ્રેન્ડ હેઠળ તેની ઘડિયાળોનું વેચાણ કરે છે.