મહાદેવજીને અનેરો શણગાર તેમજ દીપમાળા કરાઇ
દીવના આશરે ૩૦૦ વર્ષ પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણમાસની માસિક શિવરાત્રીની ઉજવણી કરાઇ હતી. બ્રહ્મસમાજ દ્વારા શિવરાત્રીનુ આયોજન કરાયુ હતુ.
બ્રહ્મ સમાજ દ્વારા શ્રાવણ માસની માસિક શિવરાત્રીને મહાશિવરાત્રીની જેમ જ પવિત્ર શિવરાત્રી માનવામાં આવે છે જેમાં સમસ્ત ભૂદેવો પવિત્ર શિવરાત્રી નિમિત્તે હાટકેશ્વર મહાદેવને લઘુ રુદ્ર અભિષેક જેમા ગંગાજળ ફળ પાણી ભાંગ અંતર દહીં દૂધ ઘી મધ વગેરે પ્રકારના દ્રવ્યો દ્વારા મહાદેવજીને વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા દર્શનાર્થીઓના સ્વહસ્તે અભિષેક કરવામાં આવે છે. બપોરે ત્રણ વાગ્યે શિવ આરાધના શ કરી અને સાંજે ૬:૩૦ કલાકે દીપમાળા તથા શણગાર દર્શન કરવામાં આવે છે શિવરાત્રીએ મહાદેવજીની આરતી કરી ફરાળ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. અંતમાં બ્રહ્મસમાજના ભૂદેવો દ્વારા મંત્ર પુષ્પાંજલિ મહાદેવજીને અર્પણ કરવામાં આવી જેમાં વિશ્વના કલ્યાણ અને મહામારી કોરોના વાયરસ નાબૂદ થાય તથા કર્મચારીઓ નિરોગી રહે તેવી મહાદેવજીને ક્ષમાયાચના પ્રાર્થના કરવામાં આવી.
મહાશિવરાત્રીના પાવન દિવસે મંદિરમાં શિવભક્તોએ સવારથી દર્શનનો લાભ લીધો અને દીવ બ્રહ્મ સમાજને શિવરાત્રી ની શુભેચ્છા પાઠવી હતી. આ સમગ્ર કાર્યમાં પ્રશાસનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું માસ્ક, સેનેટાઈઝર તેમજ સામાજિક અંતર જળવાઈ રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું દીવ બ્રહ્મ સમાજ પ્રમુખ તથા મંદિર સંચાલક રોહિત આચાર્ય (પ્રભુ) તથા કાર્યકર્તા અને પૂજારી એ ભારે જહેમત ઉઠાવી હતી.