રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ ખાતે છત્રપતિ શિવાજીની ૩૯૧ મી જન્યજયંતિ પ્રસંગે શિવાજીની પ્રતિમાને પુષ્પાજલી અર્પણ કરવામાં આવી હતી. ફુલ હાર પહેરાવવામાં આવ્યા હતા.
છત્રપતિ શિવાજી રાજે ભોસંલે પશ્ર્ચિમ ભારતમાં મરાઠા રાજયના સ્થાપક હતા ઇ.સ. ૧૬૭૪ દરમ્યાન ભારતમાં મોગલ સામ્રાજય હતું.
પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગેરિલા એટલે છાપામાર પઘ્ધતિનો ખુબ ચતુરાઇથી ઉપયોગ કરીને શિવાજીએ મોગલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો. ભારતમાં અને ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની એકવીર પુ‚ષ તરીકે ગણના થાય છે અને ઘણી દંતકથા અને લોકકથા પણ તેમના માટે ખુબ પ્રચલીત છે.
આ પ્રસંગે રાજકોટના મેયર ડો. જૈમનભાઇ ઉપાઘ્યાય, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, બાબુભાઇ મકવાણા, મુશેકભાઇ રાઠોડ, અલ્પાબેન મોરજરીયા, તથા કાર્યકરો ઉ૫સ્થિત રહ્યા હતા. તસ્વીરમાં ડો. જૈમનભાઇ તથા અન્યો દેખાય છે.