મોટી સંખ્યામાં ભાવિકોએ પક્ષાલ પુજા, સ્નાત્ર પુજા કરી
અબતક, રાજકોટ
પર્વાધિરાજ પર્યુષણના પાવન દિવસોમાં આરાધકોએ તપ, જપ આરાધના કરી પુણ્યનું ભાથુ બાંઘ્યું છે. ત્યારે આજે દેરાવાસીઓ જયારે આવતીકાલે સ્થાનકવાસી જૈનો ક્ષમાપનાનો પર્વ સવંત્સરી ઉજવશે.
જૈન ધર્મમાં સવંત્સરી પર્વ એુ મહાપર્વ ગણાય છે. આજે આરાધકો સાયંકાળે સાવંત્સરિક પ્રતિક્રમણ કરશે. જેમાં વર્ષભરમાં કરેલા અનેક પાપોનું પ્રાયશ્ર્ચિત કરે છે મિચ્છામી દુકકડમં મહામંત્ર ફકત વર્ષમાં એક જ દિવસ ઉપયોગમાં લેવા માટેનો મંત્ર નથી. માનવ માત્ર જયારે જયારે કોઇનો અપરાધ કે પાપ કરે ત્યારે મિચ્છામી દુકકડમ મહામંત્રને હ્રદયમાં રાખી દિલના શુઘ્ધ ભાવો ક્ષમાયાચના કરે તો જીવનમાં થતા અન્ય અપરાધો કે પાપથી બચી શકે.
મણિયાર દેરાસર ખાતે આજે મોટી સંખ્યામાં ભાવિકોએ સવંત્સરી પર્વની ઉજવણી કરી છે. આ અંગે મનીષાબેન મહેતા ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવે છે કે મણિયાર દેરાસર ખાતે ભાવિકો સવારથી જ પક્ષાલ પુજા, સ્નાત્રપુજા કરી રહ્યાં છે. આજે સવંત્સરી જેવો મોટો દિવસ છે જૈન ધર્મમાં દિક્ષાપરિયવ ખુબ મહત્વનું છે. સવંત્સરી એટલે ક્ષમાપના જૈનોમાં ક્ષમાપનાનું ખુબ મહત્વ છે. ક્ષમાપના એટલે મન, વચન અને કાયાથી કંઇપણ દુ:ખ લાગ્યું હોય તેમજ ભુલ થઇ હોય તો તેની માફી માંગી ત્યારબાદ બધા જ ભાઇઓ-બહેનો પ્રતિક્રમણ કરે છે.
જૈન ધર્મમાં ક્ષમાપના એ સૌથી મોટો સંદેશ છે. સર્વે જીવોને ક્ષમા કરવાનો ભગવાન મહાવીર સ્વામીએ ઉપદેશ આપ્યો છે.