ભાજપ કાર્યકર્તાઓ, સેવાકીય, સામાજિક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ, ગરીબ-અનાથોને નાસ્તો, ફૂટ, વિતરણ, દિવ્યાંગને સાધન સહાય સહિતના કાર્યક્રમો યોજાયો
આર્થિક સુંદઢતા પ્રશાસનમાં પારદર્શિતા, રાષ્ટ્રીય સુરક્ષા ભારતની વૈશ્ર્વિક છબીને સુનિશ્ર્ચિત કરવાની દિશામા સફળતાના નવા શિખરો સર કરનાર, નિર્ણાયક સરકારના આધારસ્તંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મદિવસની સૌરાષ્ટ્રભરમાં ભાજપ કાર્યકર્તાઓ, સામાજિક-સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવાકાર્યો સાથે ઉજવણી કરવામા આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘સેવા સપ્તાહ’ વૃક્ષારોપણ, દિવ્યાંગોને સાધન સહાય, ગરીબ અનાથોને નાસ્તો ફ્રુટ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
સોમનાથ મહાદેવની વિશેષ પૂજા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ ના જન્મદિવસ નિમીતે સોમનાથ મંદિર ખાતે તેઓના નિરામય આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે તીર્થ પુરોહિતો દ્વારા મહામ્રુત્યુંજય જાપ, આયુષ્યમંત્ર જાપ તેમજ મહાપૂજન કરવામાં આવેલ. સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ, માન.ટ્રસ્ટી સેક્રેટરી તથા સર્વે ટ્રસ્ટીઓ તેમજ ટ્રસ્ટ પરિવાર તરફથી નરેન્દ્રભાઇને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.સાયં સમયે સોમનાથ મંદિરમાં વિશેષ દીપમાળા પ્રજ્વલિત કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે .પ્રમુખ ગીર સોમનાથ જીલ્લા ભાજપ ઝવેરીભાઇ ઠકરાર, દેવાભાઇ ધારેચા સાથે ભાજપના કાર્યકરો દ્વારા માન. વડાપ્રધાન ના જન્મદિને સોમનાથ મંદિરે માર્કંન્ડેય પૂજા કરવામાં આવેલ.
ભુજ:
પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર. પાટિલ અને સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ડિજિટલ વિડીયો કોન્ફરન્સ દ્વારા લોચિંગ કરવામાં આવ્યું છે.ભુજ ઇંગ્લિશ સ્કૂલથી રામકૃષ્ણ કોલોની રોડ સુધીમાં વૃક્ષારોપણ,દિવ્યાંગજનોને સાધન સહાય,નાની બાળાઓને સુક્ધયા સમૃધ્ધિ યોજના હેઠળ ફોર્મ ભરાવી તેમનો પ્રથમ હપ્તો સાંસદ તરફથી ભરવામાં આવ્યો છે.પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વીમાની રકમ સાંસદએ ભરી પોલિસી ખોલાવી હતી.ઘર વિહોણા નિરાધાર લોકો જે રેન બસેરામાં રહે છે તેમને સાંસદ તરફથી ભોજન કરવામાં આવ્યું હતું.ઉપરોક્ત સેવા કાર્યો સંસદ મોનસૂન સત્રને કારણે હાજર ન હોવાથી તેમના સ્ટાફ સદસ્યો,સ્વજનોના સાથી તેમની સૂચનાથી આયોજિત કરવામાં આવ્યું હતું.લોક સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી હેમેન્દ્રભાઈ જણસારી,સાંસદના પી.એ. જગદીશગીરી,સામજીભાઈ વાણિયા,પ્રકાશભાઈ મહેશ્વરી, પ્રફુલસિંહ જાડેજા,મયુરસિંહ જાડેજા, નિખીલભાઈ ઠક્કર, રમેશભાઈ ઉમરભાઈ ચાવડા, અક્ષયભાઈ ગોહિલ,કિશોરભાઇ નટ,શૈલેશભાઈ મહેશ્વરી, કાનજીભાઇ ગરવા ઉપસ્થિત રહી વિનોદભાઇ તરફથી બધા લાભાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
ધ્રોલ:
ધ્રોલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે ધ્રોલ ભાજપના પૂર્વ પ્રમુખ લગ્ધીરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને નિરાઘાર ગૌશાળામાં લુલી ને લંગડી ગાયુ ને ૫૦ મણ જેટલું લીલું ઘાસ નાખી ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે ધ્રોલ ભાજપના કાર્યકરોએ જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો.. આ તકે ધ્રોલના ભાજપના કાર્યકરો પોતાના હાથે જ લીલુ નાખી. ને પુણ્યનું ભાથું બાંધ્યું આ લુલી લંગડી ગાયોને લીલું નાખી ને ખરેખર એક પુણ્યનું કામ કર્યૂ છે. પૂર્વ તાલુકા પ્રમુખ અને હાલ ધ્રોલ માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર લગ્ધીરસિંહ જાડેજા અધ્યક્ષ સ્થાને રહ્યા હતા.
જામનગર:
જામનગર શહેર ભાજપ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિન નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના લાલવાડી વિસ્તારમાં શહેર ભાજપની ટીમ દ્વારા લેવા પટેલ સમાજ પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ ભાજપ કાર્યાલય ખાતે ચિત્ર પ્રદર્શન અને ચસ્મા વિતરણ કાર્યકર્મ યોજાયો હતો. તેમજ ગય કાલે બપોર બાદ શહેર ભાજપ દ્વારા ફ્રૂટ અને ઉકળા વિતરણ કરાયા હતા. તેમજ જામનગરના વોર્ડ નંબર૬ માં કમલા સિહ રાજપૂત ,બાબુભાઇ ચાવડા ,રમાબેન ચાવડા જાંજીબેન ડેર, આલાભાઈ ભાઈ રબારીના સહયોગ ી વૃક્ષા રોપણ, માસ્કવિતરણ, ઉકળા વિતરણ અને સામુહિક સફાઈ અભિયાન યોજવામાં આવ્યું. હતું. આ કાર્યક્રમ માં મેયર હસમુખ જેઠવા, ચેરમેન સુભાષજોશી, નેતા દિવ્યેશ અકબરી,પૂર્વ પ્રમુખ હિતેન ભટ્ટ, મુકેશ દસાણી, મહામંત્રી ડો. વિમલ કાગરા, ધર્મરાજ સિહ જાડેજા, પ્રકાશ બાંભણીયા, પ્રતિભાબેન કનખરા, મનીષ કનખરા, ખુમાન સિહ સરવૈયા સહિતના શહેર ભાજપના અગ્રણીઓ ઉપસ્તિ રહ્યા હતા.
માણાવદર:
નરેન્દ્રભાઈ મોદીના ૭૦ માં જન્મદિવસ નિમિતે માણાવદર શહેરમાં સતવારા સમાજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો,જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું, અને સાથે ગરીબ પછાત એરીયા મા ફુ્ટ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું.તેમા ઉપસ્થિત તાલુકા યુવા ભાજપ પ્રમુખ જયદિપ હુંબલ શહેર યુવા ભાજપ ઉપ પ્રમુખ નિતેશભાઈ પરમાર, શહેર પ્રમુખ જીતુભાઈ પનારા,મહામંત્રી નિરજ જોશી,વિક્રમ સિહ ચાવડા, તાલુકા પ્રમુખ હરસુખભાઈ ગરાળા , મહા મંત્રી કિરણ ભાઈ ચૌહાણ, શહેર બક્ષીપંચ મોરચાના સભ્ય ભીખાભાઈ વાઢેર, નગર પાલીકાના સભ્ય દેકીવાડીયા ભાઈ, માધાભાઈ,મેરામણભાઈ પરેશભાઈ, ઉરેશભાઈ તથા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
બગસરા:
બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી દ્વારા કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઇ લોકોના સ્વાસ્થય માટે ભારત સરકારના આયુષમંત્રાલયની ગાઇડલાઇન મુજબ બગસરા શહેરના લોકો સ્વાસ્થય માટે પંચામૃત આર્યુવેદિક વિટામીન સી ટેબ્લેટ તથા રોગપતિકારક ડોઝ (ઉકાળો)સાથે માસ્ક વિતરણનો અનોખો કાર્યક્રમ અંત્રેના ગોંડલીયા ચોક ખાતે યોજાયેલ જેમાં ૨૫૦૦થી પણ વધારે લોકોએ લાભ લીધેલ.
આ કાર્યક્રમમાં મંડળીના ચેરમેન રશ્ર્વિનભાઇ ડોડીઆ, વડીયા મામલતદાર ભીડી સાહેબ, નગરપાલિકા પ્રમુખ રસીલાબેન પાથર, ઉપપ્રમુખ નિતેષ ડોડીઆ, પી.એસ.આઇ. મકવાણા મેડીકલ ઓફીસર ડો. ગોંડલીયા તથા ડો. ઠુમ્મર નાગરિક બેંકના ચેરમેન એ.વી. રીબડીયા, મંડળીના ડીરેકટર, એડવાઇઝરી બોર્ડ મેમ્બર ઉપસ્થિત રહેલ તેમ ડી.જી. મહેતાની યાદી જણાવે છે.
નિકાવા:
નિકાવા ભાજપના આગેવાનો દ્વારા નિકાવા ગામે સરકાર હોસ્પિટલ ખાતે જરીયાત મંદ દર્દીઓને ફુટ વિતરણ કરી ગરીબોના આર્શીવાદ મેળવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની સહાઇથી ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં તાલુકા ભાજપના મહામંત્રી અને નિકાવાના સરપંચ્ રાજુભાઇ મારવિયા, ડીે.કે. મારકણા, ભવાનભાઇ કંટારીયા, લાલજીભાઇ ટોપટા સહીત નિકાવા સરકારી હોસ્પિટલના મેડીકલ ઓફીસર ડો. હિતેશ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
લાલપુર:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને ૭૦ માં જન્મદિન નિમિત્તે લાલપુર તાલુકા ભાજપ પરિવાર દ્વારા સેવા સપ્તાહ અતંગત લાલપુર સરકારી દવાખાના (સામુહિક આરોગ્ય કેન્દ્ર) મા દર્દી ને ફ્રુટ વિતરણ તથા લાલપુર જરૂરિયાત મંદ અપંગ લોકો ને હોકર નું વિતરણ લાલપુર ભાજપ પરિવાર દ્રારા કરવાં મા આવેલ ઉપસ્થિત લાલપુર તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરંગીયા ત્યાં તાલુકા યુવા પ્રમુખ ભાવેશભાઇ નાગપરા તથા લાલપુર તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ અકબરી તથા ભાજપ મહામંત્રી ભોવાનભાઈ તથા માર્કેટ યાર્ડ ના ચેરમેન કરણસિંહ જાડેજા તથા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ચાવડા હીરજીભાઈ તથા વનિતાબેન ફળદુ તથા જયેશભાઈ ગાગીયા તથા માલદેભાઈ ચાવડા તથા દિગ્વિજયસિંહ જાડેજા તથા અરસીભાઈ ગાગલીયા તથા ગોવિદભાઈ વસરા તથા કાનાભાઈ આબલિયા તથા ઉમેશભાઈ મેસવાણિયા ઉપસ્થિત રહ્યા હતા.
માણાવદર:
નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ૭૦ માં જન્મદિવસ નિમિતે માણાવદર શહેરમાં સતવારા સમાજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો,જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું, અને સાથે ગરીબ પછાત એરીયા મા ફુ્ટ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું.તેમા ઉપસ્થિત તાલુકા યુવા ભાજપ પ્રમુખ જયદિપ હુંબલ શહેર યુવા ભાજપ ઉપ પ્રમુખ નિતેશભાઈ પરમાર, શહેર પ્રમુખ જીતુભાઈ પનારા,મહામંત્રી નિરજ જોશી,વિક્રમ સિહ ચાવડા, તાલુકા પ્રમુખ હરસુખભાઈ ગરાળા , મહા મંત્રી કિરણ ભાઈ ચૌહાણ, શહેર બક્ષીપંચ મોરચાના સભ્ય ભીખાભાઈ વાઢેર, નગર પાલીકાના સભ્ય દેકીવાડીયા ભાઈ, માધાભાઈ,મેરામણભાઈ પરેશભાઈ, ઉરેશભાઈ તથા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
કાલાવડ:
કાલાવાડ શહેર તથા તાલુકા ભાજપ દ્વારા વડાપ્રધાનના જન્મદિન નિમિતે કાલાવાડ શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો રોપણનો કાર્યક્રમ યોજયા હતા. જે કાર્યક્રમમાં કાલાવડ નગર પાલીકાના પ્રમુખ અજમલભાઇ ગઢવી, ઉપપ્રમુખ ભુપતભાઇ વી રાણા રામદુત સેવા સમીતી પ્રમુખ જેન્તીભાઇ કમાણી, ગીરધરભાઇ ઠુંમ્મર, હસુભાઇ વોરા, કાનજીભાઇ કોટોડીયા, રાજુભાઇ મારવિયા, ડીક.કે. મારકણા, લાલજીભાઇ ટોયરા, ભવાનભાઇ કંટારીયા, ભુમીતભાઇ ડોબરીયા, હરિચંન્દ્રસિંહ જાડેજા, મનોજભાઇ પરમાર, નટુભાઇ બારોટ, મનોજભાઇ જાની, વીરેન્દ્રસિંહ જાડેજા, સાંતીલાલ કોરાટ, મુકેશભાઇ મહેતા, પંકજભાઇ ગઢીયા, પ્રફુલભાઇ રાખોલીયા, વિજયભાઇ સહિતના આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જામરાવલ:
જામરાવલ શહેર ભાજપ સંગઠન અને ચુંટાયેલ પક્ષ દ્વારા પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઇ મોદીજીના ૭૦માં જન્મદિવસ અનુસંધાને સેવા વસ્તીમાં જઇને ૭૦ નાશ લેવાના મશીન અને ૭૦ કીલો મીઠાઇનું વિતરણ કરવામાં આવેલ અને ૭૦ વૃક્ષોનું રોપણ કરેલ. આ કાર્યમાં જામરાવલ શહેર ભાજપ પ્રમુખ રસીકભાઇ થાનકી, મહામંત્રી રાણાભાઇ જમોડ, રામેદભાઇ જાદવ, નગરપાલિકા પ્રમુખ રાણાભાઇ ગામી, કેતન બુધ્ધભટ્ટી, યુવા ભાજપ પ્રમુખ સચીન અગ્રાવત તેમજ કોર્પોરેટરો તેમજ જીતેશભાઇ થાનકી, રામાભાઇ કાગડીયા જગદીશ ગોસ્વામી તથા કાર્યકરો જોડાયા હતા.
જામજોધપુર:
જામજોધપુરના ધુનડા ગામે આવેલ સતપુરણ ધામ આશ્રમ મુકામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૦ જન્મદિન ઉજવયો હતો. જેમાં વૃક્ષરોપણ, સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું. આ કાર્યક્રમમાં સતગુરુ જેન્તીરામ બાપા, પૂર્વ રાજયમંત્રી ચિમનભાઇ સાપરિયા, તાલુકા પંચાયત પ્રમુખ ધાનાભાઇ બેરા, તાલુકા ભાજપ પ્રમુખ જે.ટી. ડોડિયા, મહામંત્રી માયાભાઇ બડીયાવદરા, માર્કટીંગ યાર્ડના સદસ્ય કરશનભાઇ કરંગીયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઇ કદાવલા તેમજ અળશીભાઇ ગાગલીયા વગેરે ઉપસ્થિત રહેલ હતા.