નિબંધ સ્પર્ધા, શાળાઓમાં સ્વચ્છતા અભિયાન વિગેરે કાર્યક્રમોમાં કમિશનર કુમાર સંતોષની રાહબરી હેઠળ સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો
કેન્દ્ર સરકારના સ્વચ્છતા મિશન હેઠળ જીએસટી એન્ડ સેન્ટ્રલ એકસાઈઝ રાજકોટ કમિશનરની ઓફિસ દ્વારા તા.૧૬ ી ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન સ્વચ્છતા પખવાડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પખવાડા દરમિયાન સ્વચ્છતા મિશન હેઠળ કમિશનર કુમાર સંતોષ અને તેમના સ્ટાફે વિવિધ પ્રવૃતિઓ હા ધરી હતી.
સ્વચ્છતા પખવાડા દરમિયાન ઓફિસ સમય બાદ કલીનીનેશ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ ઉપર વર્કશોપ યોજાયો હતો. જેમાં તમામ સ્ટાફે ભાગ લીધો હતો. આ સીવાય સ્વચ્છતા વિશે નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિજેતા નિવડનાર કર્મીને ઈનામ બાટવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ચાર સરકારી શાળાને એડોપ્ટ કરીને તેમાં સ્વચ્છતા કામગીરી તેમજ વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું. સ્વચ્છતા જાળવવા માટેના સાધનો જેમ કે, ડસ્ટબીન તેમજ અન્ય સાધનો આપવામાં આવ્યા હતા. વિનોબા ભાવે પ્રાયમરી સ્કૂલમાં ૧૪ ગ્રીન બોર્ડ, ડસ્ટલેસ ડસ્ટર વિગેરે આપવામાં આવ્યા હતા. એડોકટેડ સ્કૂલોમાં વોટર ક્યુરીફાયર, વોટર કુલર વિગેરે આપવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.