શાળા-કોલેજોમા રાખડી બનાવવાની સ્પર્ધા સહિતના વિશેષ કાર્યક્રમો યોજાયા: અનેક સામાજીક સંસ્થોની બહેનોએ પણ ઉજવ્યું રક્ષા પર્વ

સૌરાષ્ટ્રભરમાં રક્ષાબંધનનાં પાવન પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન નિમિતે બહેનોએ પોતાના વિરાના કાંડે ભાવભેર રાખડી બાંધી હતી આ સાથે શાળા કોલેજોમાં પણ રાખડી બનાવવાની સ્પર્ધા સહિતના વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. અનેક સામાજીક સંસ્થાઓની બહેનોએ પણ ભાઈઓને રાખડી બાંધીને રક્ષા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

પડધરી

પડધરી પત્રકાર એસોસિએશન દ્વારા પડધરી પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. પડધરી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને પત્રકાર મિત્રોએ એકબીજાને અરસ-પરસ રાખડી બાંધી હતી. આ ઉજવણીમાં પડધરી તાલુકા પત્રકાર એસોસિએશનના પ્રમુખ ભૌમિક તળપદા, ઉપપ્રમુખ કૌશિક કોટક, મંત્રી સતિષ વડગામાં જોડાયા હતા.

દ્વારકાIMG 20180825 WA0008 2દ્વારકાની ડી.એન.પી. ઈગ્લીશ મીડીયમ સ્કુલમાં આજરોજ રક્ષાબંધનની પૂર્વે શાળાના બાળકો દ્વારા એકબીજાને રાખડી બાંધી ભાઈ બહેનના સ્નેહના પ્રતિકની વિશિષ્ટ રીતે ઉજવણી કરી હતી. શાળાના પ્રિપ્રાઈમરી વિભાગના પ્રિન્સીપાલ કપિલાબેન તથા પ્રાથમિક માધ્યમિક વિભાગના વાઈસ પ્રિન્સીપાલશ્રધ્ધાબેન રાખી મહોત્સવને બિરદાવ્યો

દ્વારકાના બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય શાખાના સંચાલીકા દીદી અનસુયાબેન તથા બ્રહ્માકુમારીઝના બહેન ક્રિશ્ર્નાબેન કબીરપંથી સહ રાખડી બાંધી ઉજવણી કરી હતી. બ્રહ્માકુમારીઝના બહેનો દ્વારા મનોદિવ્યાંગ બાળકોને મુખ્યધારા સમાન જ ગણી તેમનામાં પણ રાખી ઉત્સવની વિશે સમજ તથા પ્રોત્સાહન પૂ‚પાડવામાં આવ્યું હતુ.

જાબુંડા

જાંબુડાની ઉમા વિદ્યા સંકુલમાં રક્ષાબંધન તહેવારને ધ્યાનમાં લઈને રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુંં હતુ. રાખડી પણ વિદ્યાર્થીઓ પોતાની બુધ્ધિ, કળાને આધારે પ્લાસ્ટીક ઉપયોગ વગર વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી બેસ્ટ રાખડી બનાવી હતી. એકથી ત્રણ નંબરનાં વિદ્યાર્થીઓને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા.

જેતપૂર4 40જેતપૂરમાં રક્ષા બંધનના પર્વે સુરક્ષા સેતુ મહિલાઓ દ્વારા પોલીસ કર્મીઓ સાથે પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરક્ષા સેતુની મહિલાઓએ પોલીસ કર્મીઓને કાંડે રાખડી બાંધી શુભકામનાઓ પાઠવી હતી.

ધોરાજી3 71ધોરાજી મા ભાજપ મહીલા મોરચા તરફ થી  રક્ષાબંધન નાં પવિત્ર પ્રેમ પર્વ નો તહેવાર નિમિત્તેે ધોરાજી સીટી પોલીસ મથકે ભાજપ મહીલા મોરચા દ્વારા જઈને કૈદી ઓને રાખડી બાંધી હતી સાથોસાથ ધોરાજી પોલીસ મથક ના પીઆઇ ઝાલા સાહેબ તથા સીપીઆઈ રાવત તથા પોલીસ કર્મી ઓને પણ ભાજપ નાં મહીલા મોરચા ના બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી અને મીઠું કરી ખુબ ખુબ આર્શીવચન પાઠવ્યા હતા આ તકે ધોરાજી ભાજપ નાં મહીલા મોરચા ની બહેનો આશાબેન હિંડોચા , ફાતિમા બેન ગરાણા , મધુબેન કોયાણી, અંજનબેન ગઢીયા, કુલસનબેન ગરાણા, ભીખાભાઈ હિંડોચા, બકુલ કોટક ઉપસ્થિત રહ્યા હતા.

માણાવદર2 94માણાવદર શહેરમાં બાવાવાડી વિસ્તારમાં આવેલી બ્લુબેલ સ્કૂલમાં દર વર્ષે ની જેમ આ વર્ષે પણ રાખડી સ્પર્ધા યોજાઇ હતી જેમાં સ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા અવનવી ડિઝાઇન ની રાખડીઓ બનાવવા માં આવી હતી સ્કુલની વિદ્યાર્થીની બહેનો એ બનાવેલી રાખડીઓ સરહદ પર માં ભોમની રક્ષા કરનાર સૈનિકો ની રક્ષા માટે મોકલવામાં આવી હતી તેમ બ્લુબેલ સ્કૂલ ના આચાર્ય હિતેશભાઇ અધેરા એ જણાવ્યું હતુ સ્કુલ ના વિદ્યાર્થીઓ અને સ્કુલ ના શિક્ષક ગણ દ્વારા ઉત્સાહ ભેર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી

સુરેન્દ્રનગર1 109સુરે્દ્રનગર જીલ્લા મા પણ ભાઈ ઓ ની રક્ષા માટે બેનો એ પોતાના ભાઈઓ ના કાડે રાકડીઓ બાંધી પોતાના ઈસ્ટ દેવ ને પોતાના ભાઈ ની રક્ષા કાજે પ્રાથના કરી હતી અને પોતાના ભાઈ ઓ પર આવનારી સમગ્ર મુસીબતો ટળે અને ખૂબ પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપ્યા હતા સામે ભાઈઓ દ્વારા બહેનોને અવનવી ગિફ્ટો આપવા મા આવી હતી.

બ્રાહ્મણોને સમુહમાં યજ્ઞોપવિત બદલાવી

2 95રક્ષાબંધન નિમિતે સૌરાષ્ટ્રભરનાં ભુદેવોએ સમુહમાં જનોઈ બદલાવી હતી દામનગરનાં શકિતપીઠ ગાયત્રી મંદિરે તેમજ લાઠી, દ્વારકા અને ધ્રાંગધ્રામાં સામુહિકજનોઈ બદલાવવાનો કાર્યક્રમ યોજાયો તો. જેમાં શાસ્ત્રોકત વિધિથી મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણોએ યજ્ઞોપવિત ધારણ કરી હતી.

હડિયાણામાં ચોમાસાના વર્તારો કરવાનો પરંપરાગત બળેવીયા પર્વ

હડીયાણા ગામે પરંપરાગત બળેવીયા પર્વની ઉજવણી થાય છે. જેમાં ૨૦૧૯ના ચોમાસાનો વર્તારો કરવામાં આવે છે.

વર્ષ ૨૦૧૯ના વર્ષમાં વર્ષાઋતુનું ભવિષ્ય જાણવા માટે ચોમાસાના ચાર માસ હોય છે.તેમાં ગામના ૪ યુવાનો ને તૈયાર કરવામાં આવે છે. આ ચારેય યુવાનોના નામ જેઠ, અષાઢ, શ્રાવણ , ભાદરવો રાખવામાં આવે છે.

ચારેય યુવાનોને માટીના માટલા આપવામાં આવે છે. અને ચારેય યુવાનોને નદીમાંથી માટલામાં પાણી ભરવાનું હોય છે અને આ પાણી ભરેલા માટલામાંથી જે માટલામાંથી પાણી સોસાય જાય એ અને બીજા માટલામાં ભેજ જોવા મળે તે માસમાં વરસાદનું જોર હોય તેવું માનવામાં આવે છે. અને આ ચારેય યુવાનોને ૧૦૦ મીટરની દોડમાં જે આગળ પ્રથમ નંબરે આવે તે માસમાં વધુ વરસાદ આવે તેવું મનાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.