કાચા દોરામાં સમાયેલ ભાઈ-બહેનોનો પ્રેમ, આ છે ભાઈ-બહેનોનું રક્ષાબંધન છે.
ધ્રોલ,
ભાઈ બહેનનું અતૂટ બંધન વધુ ગાઢ બને એટ્લે રક્ષાબંધનના પવિત્ર દિવસે દરેક બહેન તેના ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે તેવા સમયે ધ્રોલની એક શાળામાં આ તહેવારની ઉજવણી કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે કરવામાં આવી હતી.
કાચા દોરામાં સમાયેલ ભાઈ-બહેનોનો પ્રેમ
રાખી કોઈ દરવાજો નથી, છે પ્રેમની નિશાની
આંસુ આવે તો અનુભવ થાય ભાઈને
આ છે ભાઈ-બહેનોનું રક્ષાબંધન છે.
રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ
ધ્રોલની નામાંકિત એમડી મહેતા સ્કૂલ ખાતે આજરોજ કૃષિ મંત્રી રાઘવજી પટેલ અધ્યક્ષ સ્થાને રક્ષાબંધનના તહેવારનો ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમા સ્કુલની વિધાર્થીનીઓ દ્વારા કૂષીમંત્રી રાધવજીભાઈને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામા આવી હતી. આ શુભ અવસરે ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ સહિત આગેવાનો હાજર રહ્યા હતા.
સંજય ડાંગર